Tuesday, April 27, 2010

ધનવાન બનવાના ગુપ્ત રહસ્યો.....

જો કોઇ પોતાની જ કથામાં દર્શક બનીને બેસી જાય તો કથાને રોકવા સિવાય અન્ય માર્ગ પણ શું હોય!



How to be richનિર્ધનતાના વિષયમાં કોઇ મહાપુરુષે ઉત્તમ વાત કહી છે. તેઓ લખે છે, “નિર્ધનતાને કારણે મનુષ્યને શરમ અનુભવવી પડે છે, શરમ હોય ત્યાંથી પરાક્રમ નષ્ટ થાય છે, પરાક્રમ નષ્ટ થવાથી અપમાન થાય છે, અપમાનને કારણે દુખ સહન કરવું પડે છે, દુખને લીધે શોક થાય છે, શોકથી બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ ન હોવાથી મનુષ્યનો નાશ થઇ જાય છે. સાચી વાત છે કે નિર્ધનતા તમામ મુશ્કેલીઓનું કારણ છે.” આ વાંચીને કોઇ વિચારશે કે કોઇ જાણી જોઇને થોડી નિર્ધન રહે છે, આ તો બધી નસીબની વાત છે. માનીએ કે નસીબ જેવી પણ કોઇ વસ્તુ હોય છે, પણ ખરાબ નસીબ પણ તેનું જ બદલાઇ શકે જે કંઇ પ્રયાસ કરે. જ્યારે કોઇ માણસ પોતે જ પ્રયાસ નહીં કરે તો તેના ખરાબ નસીબને બદલવાની કોઇની તાકાત નથી. જો કોઇ પોતાની જ કથામાં દર્શક બનીને બેસી જાય તો કથાને રોકવા સિવાય અન્ય માર્ગ પણ શું હોય!



શાસ્ત્ર શું કહે છે: ભારતીય ધર્મ અધ્યાત્મમાં મનુષ્ય જીવનના કુલ ચાર જમા પુરુષાર્થોમાં ‘અર્થ’ એટલે કે ધનનો સમાવેશ કરી તેની મહત્તા અને ઉપયોગિતાને પ્રમાણિત કરવામાં આવી છે. તેમાં ધનનું મૂલ્ય જ નથી દર્શાવ્યું તેને મેળવવાના સફળ માર્ગો પણ દર્શાવ્યા છે. જે આ પ્રમાણે છે.



‘ઉદ્યોગિનંપુરુષસિંહમુપૈતિ લક્ષ્મી’



એટલે કે લક્ષ્મી ઉદ્યોગી સિંહ પુરુષોને જ પ્રાપ્ય બને છે. ભાગ્યના નામે રોદણા રોવા વાળા લોકો ધનથી દૂર રહે છે. ધન તે જ મેળવી શકે છે જેઓ સાહસી, પરિશ્રમી, ઉદ્યમી હોય અને પોતાના કાર્યોને ઈશ્વરની દેન સમજતા હોય.


1 comment:

Anonymous said...

sorry uper je vaat lakhavama aavi chee tenathi
sahmat nathi
bhagay thi manas badalay chee
manas thi bhagay nathi badalatu