ધર્મ અદ્રશ્ય ફળ અપાવે છે, જે આપણને ભલે ન દેખાય પરંતુ તેનું મહત્વ વિશેષ હોય છે. જ્યારે આપણે ધર્મમય આચરણ કરીએ છીએ ત્યારે કદાચ તેનું ફળ આપણને તુરંત જ ન પણ દેખાય પરંતુ સમય આવતા તેનો પ્રભાવ સામે આવે છે.
મહાભારત મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખવામાં આવેલું અદભૂત અને સુંદર પુસ્તક છે. એક લાખ શ્લોકોને સમાવીને બનેલા આ ધર્મગ્રંથમાં સનાતન ધર્મના આચાર, દર્શન અને ઇતિહાસનું રોચક અને પ્રેરણાદાયક વર્ણન છે. આ ધર્મગ્રંથને પાંચમો વેદ પણ ગણવામાં આવે છે. મહાભારતના વિષયમાં કહેવાય છે કે- ‘યન્ન ભારતે તન્ન ભારતે’ એટલે કે જે મહાભારતમાં નથી તે ભારતમાં ક્યાંય જોવા નહીં મળે. ધર્મને કેવી રીતે આચરણમાં લાવવો તેનું શિક્ષણ આપણને મહાભારતમાંથી મળે છે. મહાભારતના કથા પ્રસંગોમાં ઠેર-ઠેર ધર્મમય આચરણના ઉપદેશો આપવામાં આવ્યા છે. ધર્મનો મર્મ અને તેની વ્યાપકતા જણાવતા પિતામહ ભીષ્મ કહે છે કે -
સર્વત્ર વિહિતો ધર્મ: સ્વર્ગ સત્યફલં તપ:|
બહાદુરસ્ય ધર્મસ્ય નેહાસ્તિ વિફલા ક્રિયા||
(મહાભારત શાંતિ પર્વ174/2)
પિતામહ ભીષ્મના કહેવાનો અર્થ એ છે કે ધર્મ અદ્રશ્ય ફળ અપાવે છે, જે આપણને ભલે ન દેખાય પરંતુ તેનું મહત્વ વિશેષ હોય છે. જ્યારે આપણે ધર્મમય આચરણ કરીએ છીએ ત્યારે કદાચ તેનું ફળ આપણને તુરંત જ ન પણ દેખાય પરંતુ સમય આવતા તેનો પ્રભાવ સામે આવે છે. સત્ય(તપ)ને જાણવાનું ફળ મૃત્યુ પહેલા જ(જ્ઞાનના રુપમાં) મળે છે.
No comments:
Post a Comment