પતિ-પત્ની બનતા પહેલા અહંકારને દૂર કરવો અને પ્રેમાળવૃત્તિ ધારણ કરવા પર કોઇ ધ્યાન જ નથી આપતું. પરિણામ એ આવે છે કે વિવાહ બાદ પતિ-પત્નીના સ્વરુપમાં બે મહત્વાકાંક્ષા અથડાઇ જાય છે, બે અસ્તિત્વ ભીડાઇ જાય છે.
આધુનિક સમયમાં નૈતિક મૂલ્યોનું જેટલું પતન થયું છે તેટલું કદાચ કોઇનું નહીં થયું હોય. સંબંધોની પ્રગાઢતા નબળી પડી રહી છે, સંબંધોના બંધન હવે ભારરુપ લાગવા લાગ્યા છે. યુવાનોને દાંપત્ય જીવન પણ ભારે અને ભવિષ્યમાં અડચણરુપ બનનારું લાગી રહ્યું છે. તેમણે સમજવું જોઇએ કે લગ્ન એક રિવાજ નહીં, સંસ્કાર છે જે જીવન માટે આવશ્યક જ નથી, લાભદાયક પણ છે.
વિવાહ જરૂરિયાત, શોખ કે મજબૂરી નથી એક દિવ્ય પરંપરા છે. એવી જીવન શૈલી છે જે આધ્યાત્મિક અને સાંસારિક લક્ષ્યમાં સાધક બને છે, બાધક નહીં. યાદ કરો શ્રીરામ વિવાહોત્સવ જેવા પાપન પ્રસંગોને, કંઇ નવું નથી, દરેકના વિવાહ થાય છે. પણ અહીંયા કંઇક અનોખી ઘટના ઘટી જેને દરેકના જીવન સાથે જોડી શકાય. રાજા જનકની સભામાં રાખવામાં આવેલું ધનુષબાણ તૂટ્યું ત્યારબાદ જ લગ્ન થઇ શક્યા હતા. ધનુષ્યની રચના અને સમગ્ર ક્રિયા અહંકારનું પ્રતીક છે, શ્રીરામે પહેલા અહંકાર તોડ્યો અને બાદમાં દાંપત્ય જીવનની શરુઆત કરી.
જો પોત-પોતાના અહંકારને સાથે રાખીને ગૃહસ્થીની શરુઆત થાય હોય તો ઘરને અશાંતિનો અડ્ડો કે ઉપદ્રવનો અખાડો બનતા કોઇ રોકી શકશે નહીં. આપણે ત્યાં લગ્ન પૂર્વે વર-વધુ માટે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે. ઘરને જાણે બજારમાં ફેરવી દેવાય છે. ખ્યાલ જ નથી રહેતો કે લગ્ન થવા જઇ રહ્યા છે કે કોઇ વ્યવસાય! દરેક રીત-રિવાજમાં દેખાડો એટલો ઉપર ચડી જાય છે કે આપણે ભૂલી જ જઇએ છીએ કે લગ્ન પ્રદર્શન પર નહીં પ્રેમ પર ટકે છે.
પતિ-પત્ની બનતા પહેલા અહંકારને દૂર કરવો અને પ્રેમાળવૃત્તિ ધારણ કરવા પર કોઇ ધ્યાન જ નથી આપતું. પરિણામ એ આવે છે કે વિવાહ બાદ પતિ-પત્નીના સ્વરુપમાં બે મહત્વાકાંક્ષા અથડાઇ જાય છે, બે અસ્તિત્વ ભીડાઇ જાય છે. જેના કારણે પોત-પોતાના સ્વપ્નો ચકનાચૂર થતા નજરે ચઢે છે. એકબીજા પર દોષારોપણની ક્રિયા આકાર લેવા લાગે છે. અને જીવનભર ચાલવા લાગે છે આ સિલસિલો. ફરી એકવાર શ્રીરામ-સીતાના વિવાહ પર નજર કરીએ... પહેલા અહંકાર તોડ્યો અને બાદમાં વરમાળા પહેરાવી, એટલે કે એકબીજાની દરેક ગતિવિધિની સ્વીકૃતિ સહર્ષ કરી. બાદમાં વિવાહરુપી બંધન થયું.
આ જ ક્રમ છે ભગવાન સાથે ભક્તિના મેળાપનો. શ્રીરામ-સીતા વિવાહ ભક્તિ ભગવાન સાથે જોડાય છે તેનો પર્વ છે. આપણે પણ આપણી ભક્તિને ભગવાન સાથે જોડવાનો આવો પ્રયાસ કરીએ અને આવા જ પ્રયાસને દાંપત્ય જીવનમાં ઉતારીએ, બાદમાં ગૃહસ્થી વૈકુંઠ બનશે ઝંઝટ નહીં.
No comments:
Post a Comment