Thursday, April 15, 2010

ચીનમાં ભૂકંપથી 589ના મોત

viral morbia

ચીનના ક્વિંગહાઇ પ્રાંતમાં આવેલા ભૂકંપથી ભારે નુકશાન થયું છે. જેમાં 589 લોકોના મોત થયા છે. સેંકડો લોકો ઘાયલ થાય છે તથા હજારો લોકો બેઘર બન્યા છે.



અધિકારીઓના કહેવા પ્રમાણે સ્થાનિક સમય પ્રમાણે સવારે 7.49 કલાકે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ ઉપર 7.1ની તિવ્રતાવાળાં આ ભૂકંપના કારણે અત્યારસુધીમાં 589 લોકોના મોત થયા છે. ભૂકંપ પછી અઢાર જેટલા આફ્ટર શોક પણ નોંધાયા છે.



ખૂબ જ શક્તિશાળી એવા આ ભૂકંપના કારણે અનેક ઘરને નુકશાન થયું છે તથા વિજળીના થાંભલા ઉખડી ગયાં છે. હાલ ચીનના લશ્કરના 700 જવાનોને રાહત અને બચાવ કાર્યની કામગીરીમાં લગાડવામાં આવ્યા છે. ઉપરાંત પાંચ હજાર જેટલા સ્વયંસેવકો પણ આ કામગીરીમાં સરકારની મદદ કરીરહ્યાં છે.

No comments: