Thursday, April 29, 2010
શાંતિ આપે તે જ શિક્ષા.........
આજે શિક્ષણ પદ્ધતિમાં ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધા હવે રાષ્ટ્રીય ચિંતાનો મુદ્દો બની ગઈ છે. નવી પેઢી હાલમાં ટકાવારી આવે તે માટે રેંન્કની હોડમાં વ્યસ્થ છે. માતા-પિતા બાળકની માનસિક સ્થિતિને સમજ્યા વગર તેને વધુ માર્ક્સ મેળવવાની દોડમાં દોડાવી રહ્યા છે.
આધુનિક શિક્ષણ પધ્ધતિથી તત્કાલીન પ્રતિભાઓ તો ઉભરી રહી છે પરંતુ આ પેઢીનું ભવિષ્ય શું હશે એની ચિંતા કરવી જરુરી છે. નવી પેઢી સંપૂર્ણ રીતે ભૌતિકતાની પાછળ છે, જીવનનું મૂલ્ય બદલાઈ ગયુ છે અને સૌથી મોટુ નુકસાન એ થયુ છે કે આ પેઢીની અંદર અશાંતિ છે.
તમામ સુખ, જરૂરિયાતોના સાધનો હોવા છતા તેની પાસે શાંતિ નથી. શિક્ષાના પ્રચાર પ્રસારના કારણે ઘણો લાભ થયો છે પરંતુ એક નુકસાન એ થયુ છે કે ભણેલા ગણેલા લોકો અશાંત થઈ ગયા છે. આજનું શિક્ષણ સેવાનું માધ્યમ હતું જે શોષણનું કારણ બની ગઈ છે.
દેવલોકવાસી આચાર્ય શ્રીરામ શર્માનું કહેવુ છે કે ફક્ત શિક્ષણ જ નહી વિદ્યાની પણ જરૂરી છે. શિક્ષા ફક્ત બાહ્ય જ્ઞાન પીરસે છે જ્યારે વિદ્યા આંતરિક અનુભૂતિઓ કરાવે છે. શિક્ષણ સંસ્થાનો, પુસ્તકો અને અન્ય ટેક્નિકલ માધ્યમો દ્વારા પ્રાપ્ત થાય છે જ્યારે વિદ્યાની શરૂઆત મૌલિક ચિંતનથી થાય છે.
શિક્ષા ફક્ત વિચાર આપે છે જ્યારે વિદ્યા વિચારોને આચાર સાથે જોડે છે. શિક્ષા માટે ઘણા શિક્ષકો મળી જશે પરંતુ વિદ્યા માટે ગુરુ શોધવા પડશે. વિદ્યા કહે છે કે થોડો સંયમ રાખો, આજના યુગમાં વ્યક્તિગત જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓને કાબુમાં રાખવી એજ સંયમ છે અને સદ્કાર્યનો વિસ્તાર કરવો એજ સેવા છે.
વિદ્યા પોતાની સાથે સંયમ અને સેવા લાવે છે. પરંતુ શિક્ષા ફક્ત લૂંટ અને શોષણ કરવાનું શીખવી રહી છે. શિક્ષાએ લોકોના મગજ અને ખિસ્સા તો ભરી દીધા પરંતુ વ્યક્તિત્વને ખોખલુ કરી નાંખ્યુ છે. શિક્ષા લોકોની આદતો બનાવે છે જ્યારે વિદ્યા સ્વભાવ તૈયાર કરે છે.
આદતો ધ્યાનમાં અડચણ ઊભી કરે છે જેના કારણે શિક્ષિત વ્યક્તિ મેડિટેશનમાં ઘણી મુશ્કેલી બાદ એકાગ્રતા સાધી શકે છે. આ સમયે વિદ્યાનો આશ્રય મળવાના કારણે તે વધુ યોગ્ય બની ધ્યાન મગ્ન થઈ શકશે. એવુ નથી કે શિક્ષા ફક્ત બિન ઉપયોગી છે અને ફક્ત વિદ્યા ઉપયોગી બને છે. પરંતુ બન્નેનો સમન્વય સાધવામાં જીવનના આનંદ અને સુખનું રહસ્ય છુપાયેલુ છે.
શાંતિ બહાર નહીં, પોતાની અંદર શોધો......................
ઘણા લોકો જીવનભર ખૂબ મહેનત કરતા હોય છે, જ્યારે તેઓ માનસિક રીતે થાકી જાય ત્યારે તીર્થો, પહાડો અથવા હીલ સ્ટેશનો તરફ જાય છે. શાંતિની શોધમાં તેઓ દુનિયાભરમાં ફરી વળે છે, પરંતુ એક સ્થળનો તેમને ક્યારેય વિચાર નથી આવતો. આ સ્થળ છે પોતાની જ ભીતરનું સ્થળ. જે શાંતિની શોધમાં દુનિયા ફર્યા તે તો આપણી અંદર જ છે. ફક્ત જરૂર છે તેને ઓળખવાની, તેને અપનાવાની અને આપણી અંદર જ જોવાની.
આપણે આપણી બધી શક્તિ શાંતિની શોધમાં વાપરી નાખીયે છીએ, શાંતિનો સીધો અને સરળ રસ્તો છે આપણી અંદરની ઊર્જાને બદલવાની. જેમણે શાંતિની શોધ કરવી છે તેઓએ તેમની પોતાની અંદરની ઊર્જાને ઓળખવી પડશે. આપણે મોટેભાગે આપણી ઊર્જાનો ઉપયોગ જ નથી કરી શકતા. આનો સૌથી સારો ઉપયોગ આને રૂપાંતર કરવાનો છે. આ ઊર્જા મોટે ભાગે તેના મૂળાધાર ચક્રમાં જ પડી રહેતી હોય છે. આને શ્વાસની સાથે કલ્પનાના ઉપયોગ વડે તળીયેથી ઉપરના ચક્રો તરફ લાવી સહસ્ત્રાર ચક્ર પર છોડવાની હોય છે.
કોઈપણ તનાવ વગર આને આપણી દીનચર્યામાં જોડી અને ધૈર્ય સાથે કરવું જોઈએ. ઊર્જા જેટલી ઊપરના ચક્રો પર હોય એટલા આપણે પવિત્ર રહીયે છીએ અને જેટલા આપણે પવિત્ર તેટલા વધારે શાંત બનીએ છીએ. આ માટે શાંતિની શોધ બહારની બદલે અંદર કરવી જોઈએ? પહેલા તો ઊર્જાને ઉપર લાવવી અને ત્યાર પછી તેના અવયવને રોકવું જોઈએ. ઊર્જાના બીનજરૂરી ઉપયોગને રોકવા ધ્યાનપૂર્વક મંત્રજપ કરવા જોઈએ. વ્યર્થ થતી ઊર્જા સાર્થક થઈ જશે.
જ્યારે તમે ઊર્જાને રૂપાંતરિત કરતા હશો ત્યારે પહેલી સમસ્યા બહારથી નહી તમારી પોતાની અંદરથી જ આવશે, અને આ કાર્ય કરશે તમારૂ મન. આ માટે તમારે તમારા મનથી હમેંશા સાવધાન રહેવુ પડશે. આ સિવાય આપણે બીજી પણ એક ભૂલ કરીએ છીએ, એ છે 'આપણા મનને પોતાનું સમજવું', જ્યારે આપણું મન તો આપણી આસપાસના વાતારણની મદદથી ઘડાય છે. માતા-પિતા, મિત્રો અને શિક્ષકો વગેરેનો આપણા મનના ઘડતર પાછળ ખૂબજ મોટો ફાળો હોય છે.
આપણા વિતેલા સમયે આપણા મનને બનાવ્યું છે. ભૂતકાળની યાદો આપણા વર્તમાનને જકડી રાખે છે, જેના કારણે આપણે ભૂતકાળ અથવા ભવિષ્ય સાથે જોડાયેલા રહીએ છીએ અને મન વર્તમાન સાથે સંબધ બાંધવામાં તકલીફ અનુભવે છે. મન જેટલું વર્તમાનમાં રહેશે એટલા આપણે શાંત રહીશું. આને જાગરણ કહેવામાં આવ્યુ છે. તેથી જાગૃત રહી ઊર્જાને ઉપર લાવીએ, પછી દુનિયાની કોઈ પરિસ્થિતિ તમને અશાંત નહી કરી શકે. જેને કારણે તમને આ બંને કામમાં મદદ થશે.
આપણે ભીતરથી અશાંત શા માટે બની જઇએ છીએ? ...
આપણે એટલું મોટું કામ નથી કરતા જેટલો મોટો કર્તા આપણી અંદર ઊભો કરી દઇએ છીએ. આપણો કર્તા ભાવ આપણા દ્વારા કરવામાં આવતા કાર્યથી અનેકગણો મોટો બનાવી દેવામાં આવે છે
દુનિયાની સાથે દોડવાની હોડ આપણી અંદર અશાંતિ ભરી દે છે. કેટલાય સફળ અને બહારથી સુખી દેખાતા યુવાઓની અંદરની ઘોર અશાંતિથી પીડાતા. તેમને ક્યારેય ચેન નથી પડતું, કોઇ વાતમાં મન નથી લાગતું. કેટલાક લોકો તો થોડી ક્ષણો માટે પણ એકાંતમાં રહેતા ગભરાવા લાગે છે.
બહારથી મજબૂત, સક્ષમ અને ઊર્જાવાન દેખાતા લોકો ક્યારેક અંદરથી નબળા પડી જાય છે. સંસાર કહે છે કે એકદમ સક્રિય બની જાવ, પણ સંસાર માત્ર બહારની સક્રિયતા પર ટકી જાય છે. આધ્યાત્મ કહે છે તમે બહારથી જેટલા સક્રિય બનો છો તેટલા જ અંદરથી નિષ્ક્રિય બની જાવ. જીવનની શુભ સંભાવનાઓ એક એવા વૃક્ષ સમાન હોય છે જેમાં જેટલું બહાર હોય છે તેટલું જ અંદર હોય છે. આપણે પોતાની જ જાત માટે ફરી એકવાર ભગીરથ બનવું પડશે. પોતાની જ જાત માટે પોતાની અંદર શાંતિની ગંગાનું અવતરણ કરવું પડશે. સવાલ થાય છે કે આપણે અંદરથી નબળા અને અશાંત શા માટે બની જઇએ છીએ? આવો, તે સમજીએ.
આપણે એટલું મોટું કામ નથી કરતા જેટલો મોટો કર્તા આપણી અંદર ઊભો કરી દઇએ છીએ. આપણો કર્તા ભાવ આપણા દ્વારા કરવામાં આવતા કાર્યથી અનેકગણો મોટો બનાવી દેવામાં આવે છે અને માટે જ આપણે પરેશાન થવા લાગીએ છીએ. કારણ કે હું કરી રહ્યો છું એ વિચારમાં અહંકાર જન્મ લઇ લે છે. અહંકારનો સ્વભાવ છે સંઘર્ષ કરાવવો. સ્વયંનો સ્વયં સાથે અને બીજા લોકો સાથે પણ. આ માટે જ્યારે બહાર કર્મ ચાલી રહ્યું હોય છે ત્યારે આપણી અંદર એક શાંતિ, સ્થિરતા અને મૌન હોવું જોઇએ. સીધી વાત છે કે આપણું મન નિષ્ક્રિય હોય, તન સક્રિય હોય.
વિજ્ઞાનના એક ઉદાહરણ દ્વારા સમજીએ. બળદગાડું, સાયકલ કે પછી ફરી રહેલો પંખો, આ બધું એક આધાર ઉપર ફરે છે. આધાર મધ્યમાં હોય છે જેને ચાક પણ કહેવામાં આવે છે. આધાર સ્થિર હોય છે અને ચક્ર ફરે છે. ત્યારે જ ગતિ થાય છે. જો આધાર પણ ફરવા લાગે તો સાયકલ, રેલગાડી અને પંખો હલવા લાગશે. આ પ્રકારે આપણું મન તે આધારની જેમ સ્થિર હોય અને દુનિયાદારીના કાર્યો તેની ઉપર પૈડાની જેમ ફરવા લાગે. આપણું કેન્દ્ર મૌન હોય અને પરિઘ સક્રિય રહે. આમ, કર્મ પૂર્ણ થશે અને શાંતિ પણ જળવાઇ રહેશે. સંતોના જીવનમાં આવું જ બને છે.
Wednesday, April 28, 2010
ઇશ્વર પોતાનો છે..........
મઘ્યમ માર્ગ કોઇ સિદ્ધાંત નથી, એ એક વિજ્ઞાન છે, જીવન જીવવાની રીત છે, શાંતિ અને સહજતાનો માર્ગ છે. અતિશયતા કે આત્યંતિકતાનો ત્યાગ કરવો એ જ મઘ્યમ માર્ગ છે.
સાધનાનો માર્ગ શાંતિનો માર્ગ છે. એ હોશ અને બોધપૂર્વક જીવવાનો માર્ગ છે, બુદ્ધે સાધનાની એક ખાસ દ્રષ્ટિ આપી છે. બુદ્ધ અદ્ભુત થયા — આકાશમાં ઊગેલા સૂર્ય જેવા, માનસરોવરમાં ખીલેલા કમળ જેવા, અંધારાંમાં પ્રજવલિત દીપક જેવા. હું બુદ્ધનો પ્રશંસક છું. મારા પર બુદ્ધનો પ્રભાવ રહ્યો છે. એમનો મઘ્યમ માર્ગ જીવન જીવવાનો વ્યવહારુ અને વૈજ્ઞાનિક માર્ગ છે. ભોગ અને યોગ વચ્ચે, કામના અને સાધના વચ્ચે સંતુલન બેસાડવાનું કામ મઘ્યમ માર્ગ કરે છે.
વિપશ્યના એક માર્ગ છે — સ્વયંના સત્ય સાથે સાક્ષાત્કાર કરવાનો માર્ગ. આપણે આપણી બેહોશીને સમજીએ, બેહોશીની જાળમાંથી બહાર નીકળીએ, જીવનની હકીકતોથી પરિચિત રહીએ અને પછી પોતાનું સહજ-સચેતન જીવીએ એ બહુ જરૂરી છે. હું સંબોધિમાં વિશ્વાસ રાખું છું. સંબોધિ એટલે હોશ અને બોધપૂર્વક જીવન જીવવાની દ્રષ્ટિ. એક મહાત્માએ એક સત્સંગી યુવકને સમજાવતાં કહ્યું, ‘દુનિયામાં કેવળ ભગવાન જ આપણા છે, બાકી કોઇ કોઇનું નથી. માતા-પિતાની સેવા અને પત્ની-બાળકોનું પોષણ કર્તવ્ય સમજીને કરો, એમાં ડૂબી જઇને, આસક્ત થઇને નહીં...’
યુવકે કહ્યું, ‘પરંતુ ભગવન્, મારાં માતા-પિતા મને એટલો પ્રેમ કરે છે કે એક દિવસ ઘરે ન જાઉં તો એમની ભૂખ-તરસ મરી જાય છે, ઊંઘ ઊડી જાય છે. વળી, મારી પત્ની તો મારા વગર જીવી જ ન શકે.’ મહાત્માએ યુવાનને પરીક્ષા કરવાનો રસ્તો સમજાવ્યો. એ મુજબ યુવક ઘરે જઇ ચૂપચાપ પલંગ પર સૂઇ ગયો. પ્રાણાયામ દ્વારા શ્વાસને મસ્તકમાં ઉપર ચડાવી એ લગભગ નિશ્ચેષ્ટ થઇ ગયો. ઘરવાળાઓએ એને મૃત માની રડવા-કકળવાનું શરૂ કરી દીધું. અડોશી-પડોશી અને સગાંવહાલાં ભેગાં થઇ ગયાં. એ જ સમયે મહાત્માજી આવી પહોંચ્યા. એમણે કહ્યું, ‘હું આને જીવતો કરી શકું છું. એક લોટો પાણી લાવો.’
ઘરના લોકો મહાત્માજીનાં ચરણોમાં આળોટી પડ્યા. મહાત્માજી એ પાણીના લોટા પર હાથ રાખી કંઇ મંત્ર બોલ્યા અને યુવકના માથા પર ત્રણ વાર ફેરવી કહેવા લાગ્યા: આ પાણી કોઇ પણ પી લે. પીનારનું મૃત્યુ થશે, પણ યુવાન જીવિત થશે. આ સાંભળતાં જ બધા આંચકો ખાઇ ગયા. હવે મરે કોણ? બધા એકમેકનું મોં જોવા લાગ્યા અને બહાનાં બતાવવા માંડ્યા. માતા-પિતા કહેવા લાગ્યાં, ‘અમારો આ કંઇ એકમાત્ર દીકરો તો નથી કે એને માટે મરીએ.’ પત્નીએ કહ્યું, ‘મરનારની પાછળ કંઇ મરી તો ન જવાય.’ છેવટે મહાત્માજીએ કહ્યું, ‘તો હું પી લઉં આ પાણી?’
ઘરના બધા એકસાથે - એક સૂરમાં બોલી ઊઠ્યાં, ‘આપ ધન્ય છો, પ્રભુ! તમારું તો જીવન જ પરોપકાર માટે છે. તમે કૃપા કરો. તમે તો મુક્ત પુરુષ છો. તમારે માટે તો જીવન-મરણ બધું સમાન છે.’ યુવકે આથી વધુ કંઇ જોવું-સાંભળવું નહોતું. એ બેઠા થતાં બોલ્યો, ‘ભગવન્, તમારે હવે આ પાણી પીવાની જરૂર નથી. તમે મને આ પાણી દ્વારા જીવનનો સાચો બોધ આપ્યો છે, સંબુદ્ધ જીવનનો બોધ.’ યુવકે જીવનનો બોધ શીખી લીધો. શું આપણે પોતાના જીવનના સત્યની રૂબરૂ થઇશું?
(‘ધ વિપશ્યના’ પુસ્તકમાંથી)
સત્ય એ જ ઇશ્વર છે...........
ગાંધીજી એમના જીવન દરમિયાન ધર્મ/ઈશ્વર/સત્યને સમજવાનો અને પામવાનો જે ઉદ્યમ સતત કરતા રહ્યા અને એમની અનુભૂતિ જે રીતે એમનાં લખાણોમાં વ્યક્ત કરતા રહ્યા, એ થકી એમની ધર્મની ભાવના સ્પષ્ટ આકાર ધારણ કરતી ગઇ છે. એ ધર્મભાવના આપણને પણ સ્પર્શ કર્યા વગર રહેતી નથી.‘નવજીવન’ના તા.૮-૩-૧૯૨૫ના અંકમાં ગાંધીજી ઈશ્વરની જે સરળ ઓળખ આપે છે તેવી ઓળખ આપણને કદાચ ધર્મગ્રંથોમાં પણ ન મળે. ગાંધીજી જે રીતે ઈશ્વરને ઓળખાવે છે, એ રીત જો આપણે સ્વીકારી લઇએ તો ઈશ્વરનું સાંનિઘ્ય આપણે અનુભવવા લાગીએ.
મહાત્મા ગાંધીએ કહ્યું હતું, ‘મારું જીવન એ જ મારો સંદેશ.’ ગાંધીજી એવું તો કેવું જીવી ગયા, કે એમનું જીવન સૌને માટે આદર્શ સમાન ગણાય? એમના જીવનમાંથી સૌને સીધો અને સરળ બોધપાઠ મળે?
ગાંધીજીને આપણે ‘ગાંધીબાપુ’ કહીને નવાજયા અને ‘મહાત્મા’ કહીને એમને સંતની કોટીએ મૂક્યા. આવું કરવા માટેનાં અનેક કારણો મળી આવે પણ સૌથી પ્રથમ કારણ જે ગણાવી શકાય તે મારી દ્રષ્ટિએ : ગાંધીજીના વિચાર અને આચરણમાં જરાય તફાવત ન હતો. એ સાચું વિચારતા અને સાચું લાગે તેને આચરણમાં મૂકતા.
બાલ્યકાળમાં એમણે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયું. નાટક એમને ગમ્યું. ફરી ફરી જોવાનું મન થાય પણ વારંવાર તો કોણ જવા દે? એટલે એ નાટક મનમાં ને મનમાં સેંકડો વખત ભજવ્યું, વિચારતા રહ્યા કે હરિશ્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તિઓ ભોગવવી અને સત્યનું પાલન કરવું.
એમના મનમાં એ જ ધૂન ચાલી કે ‘હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ આમ સત્ય માટેની લગની ગાંધીજીને નાનપણથી લાગી હતી અને મોટા થતા ગયા તેમ એ લગની વધારે તીવ્ર થતી ગઇ.
‘ઈશ્વર સત્ય છે.’ એમ કહેતાં ગાંધીજીએ આગળ જતાં જણાવ્યું, ‘સત્ય એ જ ઈશ્વર છે.’ સત્ય પ્રત્યેની ગાંધીજીની અમાપ નિષ્ઠા જ અહીં પ્રગટ થાય છે.
ગાંધીજી એમના જીવન દરમિયાન ધર્મ/ઈશ્વર/સત્યને સમજવાનો અને પામવાનો જે ઉદ્યમ સતત કરતા રહ્યા અને એમની અનુભૂતિ જે રીતે એમનાં લખાણોમાં વ્યક્ત કરતા રહ્યા, એ થકી એમની ધર્મની ભાવના સ્પષ્ટ આકાર ધારણ કરતી ગઇ છે. એ ધર્મભાવના આપણને પણ સ્પર્શ કર્યા વગર રહેતી નથી.
‘નવજીવન’ના તા.૮-૩-૧૯૨૫ના અંકમાં ગાંધીજી ઈશ્વરની જે સરળ ઓળખ આપે છે તેવી ઓળખ આપણને કદાચ ધર્મગ્રંથોમાં પણ ન મળે. ગાંધીજી જે રીતે ઈશ્વરને ઓળખાવે છે, એ રીત જો આપણે સ્વીકારી લઇએ તો ઈશ્વરનું સાંનિઘ્ય આપણે અનુભવવા લાગીએ.
ચાલો જોઇએ, ગાંધીજી ઈશ્વરની ઓળખાણ કેવી આપે છે તે : ‘મારે મન ઈશ્વર એ સત્ય અને દયા છે, નીતિ છે, અભય છે, ઈશ્વર પ્રકાશ તથા આનંદનું ધામ છે અને છતાં આ સર્વથી ઊંચે તથા પર છે. ઈશ્વર અંત:કરણની પ્રવૃત્તિ છે, નાસ્તિકની નાસ્તિકતા પણ તે જ છે, પરમ પ્રેમસ્વરૂપ હોઇ ભગવાન નાસ્તિકને પણ જીવવા દે છે.
જેને મૂર્ત સ્વરૂપે ભગવાનની હાજરી જોઇએ તેની આગળ તે મૂર્ત સ્વરૂપે દર્શન દે છે. જેને તેનો ચરણસ્પર્શ જોઇએ છે તેને અર્થે દેહધારણ કરે છે. ભગવાન શુદ્ધ સત્ત્વ સ્વરૂપ છે. શ્રદ્ધાળુને તે કેવળ સત્ સ્વરૂપ છે.’ ગાંધીજીએ આપેલી ઈશ્વરની આ ઓળખાણ આપણી ભક્તિભાવનાને પુષ્ટ કરે તેવી છે.
સામાન્ય સંજોગોમાં તો આપણેય સત્ય બોલીએ છીએ, સત્યનું જ આચરણ કરીએ છીએ, પણ આપણા માટે કોઇ અડચણ ઊભી કરે નહીં ત્યાં સુધી જ! સત્ય બોલવાથી કોઇ અડચણ ઊભી થતી લાગે તો સત્યને તરછોડી દેતાં અચકાતા નથી.
‘સત્યનારાયણ’ની કથાનો પ્રસાદ જેમ આપણે હોંશપૂર્વક સ્વીકારીએ છીએ તેમ ‘સત્યનારાયણ’નો પણ સ્વીકાર કરવા લાગીએ તો કેવું?
તેઓ અંદરથી એકસમાન હોય છે.......
કેટલીક વખત આપણામાં બાહ્ય જીવન શૈલી એટલી હાવી થઇ જાય છે કે આપણી અંદર આપણો ધર્મ, પરમાત્મા, ગુરુ આવીને વસવાટ કરે છે અને આપણને જાણ પણ નથી થતી.
સંતો કે મહાપુરુષોનો સ્વભાવ એક સરખો હોય છે. આપણે હંમેશા તેમના બાહ્ય આવરણ પર નજર રાખીએ છીએ, અંદર સુધી ઉતરી નથી શકતા. સંતોને, મહાપુરુષોને જાણવા હોય તો તેમની અંદર ડોકિયું કરવાનો પ્રયત્ન કરો. કોઇ પણ ધર્મ હોય, કોઇ પણ પંથ હોય, કોઇ પણ સંપ્રદાય હોય, બધાનો ઉદ્દેશ છે માનવતાનું ઉત્થાન, સમાજનું કલ્યાણ અને રાષ્ટ્રની સેવા હોય છે. આ સિવાય કોઇ નવો ઉદ્દેશ નથી હોતો.
તમામ મહાપુરુષો અંદરથી એક જેવા જ હોય છે. તેમના ભક્ત, શિષ્ય, સંપ્રદાયના લોકો તેમને જે બાહ્ય આવરણ પહેરાવી દે છે તેના કારણે તે કંઇક અલગ જ દેખાય છે. પણ જેની અંદર પરમાત્માનો વાસ હોય તે અંદરથી એક સમાન બની જાય છે. જેને સાધનાની ભાષામાં વાસના શૂન્ય કહેવામાં આવે છે. અહીં વાસનાનો અર્થ છે પોતાનો અહંકાર. શ્રીકૃષ્ણએ સુંદર વાત કહી છે કે જે લોકો માનવતાના ઉત્થાન માટે જોડાયેલા છે, જે આધ્યાત્મને સાચા અર્થમાં જીવવાની કળા શીખવે છે એવા તમામ લોકો અંદરથી એક સમાન જ હોય છે.
નાનક, બુદ્ધ, મહાવીર, જીસસ, કૃષ્ણ અને રામ અંદરથી એક સમાન હતા. તેમનો ધ્યેય એક હતો, ક્રિયાઓ પણ એક, પણ જો આપણે બહારથી નિહાળીશું તો તે અલગ-અલગ નજરે ચડશે. આ મહાપુરુષો વાસ્તવમાં એક ઊર્જા છે, જે કરુણાના માર્ગે કોઇની અંદર જન્મ લે છે. આ માટે આપણે ધ્યાનમાં રાખવું જોઇએ કે આપણી અંદર જ્યારે આવી ઊર્જા આવે-તેનો જન્મ થાય તો આપણે સાવધાન રહી તે ઊર્જાને પકડી લેવી જોઇએ. કેટલીક વખત આપણે જાણી નથી શકતા અને આપણી અંદર આવી હસ્તીનો જન્મ થઇ જાય છે. બાહ્ય જીવન શૈલી એટલી હાવી થઇ જાય છે કે આપણી અંદર આપણો ધર્મ, પરમાત્મા, ગુરુ આવીને વસવાટ કરે છે અને આપણને જાણ પણ નથી થતી.
ઊર્જા પ્રવેશના આ સમયે જેટલા સજાગ રહેશો જીવનમાં તેટલો જ વધારે આનંદ મેળવી શકશો. આ માટે રોજ ઊંઘતી વખતે એકવાર દિવસભરના હિસાબમાં એ વાતનું ચિંતન કરો કે કઇ એવી ક્ષણો હતી કે આપે પોતાની જાતને તે ઊર્જાની નિકટ અનુભવી, આવી ક્ષણોનું સતત ચિંતન કરવા લાગો. એક દિવસ આ ચિંતન ક્રિયામાં બદલાઇ જશે.
તેઓ અંદરથી એકસમાન હોય છે...........
કેટલીક વખત આપણામાં બાહ્ય જીવન શૈલી એટલી હાવી થઇ જાય છે કે આપણી અંદર આપણો ધર્મ, પરમાત્મા, ગુરુ આવીને વસવાટ કરે છે અને આપણને જાણ પણ નથી થતી.
સંતો કે મહાપુરુષોનો સ્વભાવ એક સરખો હોય છે. આપણે હંમેશા તેમના બાહ્ય આવરણ પર નજર રાખીએ છીએ, અંદર સુધી ઉતરી નથી શકતા. સંતોને, મહાપુરુષોને જાણવા હોય તો તેમની અંદર ડોકિયું કરવાનો પ્રયત્ન કરો. કોઇ પણ ધર્મ હોય, કોઇ પણ પંથ હોય, કોઇ પણ સંપ્રદાય હોય, બધાનો ઉદ્દેશ છે માનવતાનું ઉત્થાન, સમાજનું કલ્યાણ અને રાષ્ટ્રની સેવા હોય છે. આ સિવાય કોઇ નવો ઉદ્દેશ નથી હોતો.
તમામ મહાપુરુષો અંદરથી એક જેવા જ હોય છે. તેમના ભક્ત, શિષ્ય, સંપ્રદાયના લોકો તેમને જે બાહ્ય આવરણ પહેરાવી દે છે તેના કારણે તે કંઇક અલગ જ દેખાય છે. પણ જેની અંદર પરમાત્માનો વાસ હોય તે અંદરથી એક સમાન બની જાય છે. જેને સાધનાની ભાષામાં વાસના શૂન્ય કહેવામાં આવે છે. અહીં વાસનાનો અર્થ છે પોતાનો અહંકાર. શ્રીકૃષ્ણએ સુંદર વાત કહી છે કે જે લોકો માનવતાના ઉત્થાન માટે જોડાયેલા છે, જે આધ્યાત્મને સાચા અર્થમાં જીવવાની કળા શીખવે છે એવા તમામ લોકો અંદરથી એક સમાન જ હોય છે.
નાનક, બુદ્ધ, મહાવીર, જીસસ, કૃષ્ણ અને રામ અંદરથી એક સમાન હતા. તેમનો ધ્યેય એક હતો, ક્રિયાઓ પણ એક, પણ જો આપણે બહારથી નિહાળીશું તો તે અલગ-અલગ નજરે ચડશે. આ મહાપુરુષો વાસ્તવમાં એક ઊર્જા છે, જે કરુણાના માર્ગે કોઇની અંદર જન્મ લે છે. આ માટે આપણે ધ્યાનમાં રાખવું જોઇએ કે આપણી અંદર જ્યારે આવી ઊર્જા આવે-તેનો જન્મ થાય તો આપણે સાવધાન રહી તે ઊર્જાને પકડી લેવી જોઇએ. કેટલીક વખત આપણે જાણી નથી શકતા અને આપણી અંદર આવી હસ્તીનો જન્મ થઇ જાય છે. બાહ્ય જીવન શૈલી એટલી હાવી થઇ જાય છે કે આપણી અંદર આપણો ધર્મ, પરમાત્મા, ગુરુ આવીને વસવાટ કરે છે અને આપણને જાણ પણ નથી થતી.
ઊર્જા પ્રવેશના આ સમયે જેટલા સજાગ રહેશો જીવનમાં તેટલો જ વધારે આનંદ મેળવી શકશો. આ માટે રોજ ઊંઘતી વખતે એકવાર દિવસભરના હિસાબમાં એ વાતનું ચિંતન કરો કે કઇ એવી ક્ષણો હતી કે આપે પોતાની જાતને તે ઊર્જાની નિકટ અનુભવી, આવી ક્ષણોનું સતત ચિંતન કરવા લાગો. એક દિવસ આ ચિંતન ક્રિયામાં બદલાઇ જશે.
Tuesday, April 27, 2010
ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશ...............
ઈશુ મહ્દ અંશે ઈશ્વરના રાજ્ય (કિંગડમ ઓફ ગોડ)ની ચર્ચા કરતાં હતા. તેનો અર્થ એ થાય છે કે પૃથ્વી પર ઈશ્વરની સત્તા જ સૌથી વધારે બળવાન છે. ઈશુનું કહેવું હતું કે પૃથ્વી પર ઈશ્વરના રાજ્યની સ્થાપના શીઘ્ર થવાની છે. તેમનું કહેવું હતું કે મનુષ્ય, ઈશ્વર પ્રેમથી પવિત્ર થઈને ઈશ્વરમાં પૂર્ણ આસ્થા રાખીને ઈશ્વરના રાજ્યની સ્થાપના કરી શકે છે. તેઓ ઈશ્વરને પિતા અને સ્વયંને તેમના પુત્ર કહેતા હતા.
ખ્રિસ્તી ધર્મના મુખ્ય સંપ્રદાય અને શાખાઓ: ખ્રિસ્તી ધર્મમાં ઘણાં સંપ્રદાય છે. જેમાના મુખ્ય પંથો આ પ્રકારે છે-(1) એવોનિયાર (2) માર સિયોની (3) માની કબીર (4) રોમન કેથોલિક (5) યૌનિ ટેરિપન (6) યુટલ કેન (7) બાલકાનિયાં (8) પ્રોટ્રેસ્ટેન
ખ્રિસ્તી ધર્મના અનુયાયી ઈસ્ટરનો તહેવાર પ્રતિવર્ષ આ ઘટનાની સ્મૃતિમાં ઉજવે છે. ગુડ ફ્રાઈડે એ દિવસ સમજવામાં આવે છે કે જે દિવસે ઈશુનું મૃત્યુ થયું હતું. મૃત્યુના ત્રીજા દિવસે પુનર્જીવિત થઈને 40 દિવસો સુધી તેઓ પોતાના મિત્રો અને શિષ્યો સાથે રહ્યાં હતા અને અંતે સ્વર્ગમાં ગયા હતા.
ઉપનિષદ વેદનું મસ્તક છે...
સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદ નામના ગ્રંથોનો ઘણો મહત્વપૂર્ણ દરજ્જો છે. ઉપનિષદમાં સમાયેલા બહુમૂલ્ય અને ઉપયોગી જ્ઞાનને કારણે જ તેમને વેદોનો સાર કે વેદોનું મસ્તક પણ કહેવાય છે. આધ્યાત્મના વિષયમાં સર્વોચ્ચ સ્તરના સર્વશ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ માટે એક માત્ર પ્રમાણિક સાધન ઉપનિષદ ગ્રંથ છે.
ઉપનિષદના રચનાકાળ સંદર્ભે એકથી વધારે મત પ્રચલિત છે. વૈદિક સાહિત્યના પ્રકાંડ પંડિતો અને જ્યોતિષ ગણિતના જાણકાર લોકમાન્ય ટિળકે ઉપનિષદોના રચનાકાળ સંદર્ભે ઉલ્લેખ કર્યો છે. ટિળકે પોતાના સુપ્રસિદ્ધ પુસ્તક ગીતા રહસ્ય (પૃષ્ઠ-552)માં ઉપનિષદોનો રચનાકાળ ઈ.સ. પૂર્વે 1500થી 2000 વર્ષ અર્થાત 3510થી 4010 વર્ષ પહેલાની આસપાસનો ગણાવ્યો છે. જ્યારે સંસ્કૃત સાહિત્યના અન્ય વિદ્વાનો અને ઈતિહાસકારો માને છે કે આ મહાનતમ દુર્લભ પુસ્તકોને ચાર હજાર વર્ષોથી વધારે સમય પહેલા લખવામાં આવ્યા હશે.
વિદ્વાનોએ પોતાની વાતની સચ્ચાઈના પ્રમાણ તરીકે ઐતિહાસિક તથ્યો પણ પ્રસ્તુત કર્યા છે. આ પ્રમાણે ઘણાં સક્ષમ છે. માટે નિષ્કર્ષ તરીકે આપણે કહેવું જોઈએ કે હજારો વર્ષ પૂર્વે લખાયેલા ઉપનિષદ અમૂલ્ય જ્ઞાનનો અથાગ સાગર છે.
હિંદુ ધર્મનો વિશ્વ વિખ્યાત મહાન ગ્રંથ ગીતા...........
ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ દ્વારા વિશ્વને અપાયેલો અનુપમ ઉપહાર એટલે ગીતા. સમગ્ર વિશ્વમાં ગીતા નામના ગ્રંથને નિર્વિવાદ રૂપે સર્વોત્તમ કૃતિ માનવામાં આવે છે. એકમાત્ર ગીતામાં જ સમસ્ત ધર્મો અને માનવજીવનનો સાર સમાયેલો છે. આટલા નાના આકારમાં આટલું વિશાળ, વ્યાપક અને ગંભીર શાશ્વત જ્ઞાન પ્રદાન કરનાર અન્ય કોઈ ગ્રંથ નથી.
ગીતામાં સંપૂર્ણ ધર્મો અને સંપૂર્ણ ગ્રંથોનો નિચોડ સમાયેલો છે. ગીતા સાથે તુલના કરવામાં આવે, તો તેની સામે સમસ્ત સંસારનું જ્ઞાન તુચ્છ છે. ગીતામાં જીવન પ્રબંધનગીતા એક ઉચ્ચકોટિનું દર્શનશાસ્ત્ર છે. માનવજીવનના સર્વોત્તમ સદઉપયોગ દર્શાવનાર ગીતા જેવા અન્ય ગ્રંથો વિશ્વભરમાં ઉપલબ્ધ નથી.
માનવજીવનના સમસ્ત દુ:ખો, અભાવો, ભયો, આશંકાઓ અને જિજ્ઞાસાઓનું સંપૂર્ણ સમાધાન ગીતામાં સમાયેલું છે. આજ જીવન પ્રબંધન, સમય પ્રબંધન અને જીવન જીવવાની કળા શીખવા માટે વિશ્વભરમાં ગીતાની મદદ લેવામાં આવે છે. ચાહે કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયને માનનારો વ્યક્તિ હોય, તેણે જીવનમાં એક વખત ગીતાનું પૂર્ણ મનોયોગથી અધ્યયન કરવું જોઈએ. ગીતામાં નિશ્વિતરૂપથી માનવજીવનની સમસ્ત સમસ્યાઓનું અંતિમ અને સ્થાયી સમાધાન નિહિત છે.
હિંદુ ધર્મના આધાર ગ્રંથ વેદ........
હિંદુ ધર્મના પ્રામાણિક અને મૂળ ધર્મ ગ્રંથ વેદ છે. વેદનો અર્થ છે જ્ઞાન અથવા વિવેક. વેદ માનવ રચિત નથી, પરંતુ તે ઈશ્વર દ્વારા સુપાત્ર, યોગ્ય ઋષિ-મુનિઓને નિ:શબ્દ વાણીમાં પ્રદાન કરાયેલી અનુભૂતિઓનો લિપિબદ્ધ સંગ્રહ છે.
વેદોની સંખ્યા ચાર છે. જેના નામ આ પ્રકારે છે - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ તમામમાં ઋગ્વેદ સૌથી વધારે પ્રાચીન છે. ઋગ્વેદ સર્વકલ્યાણકારી પ્રાર્થનાઓનો સંગ્રહ છે. યજુર્વેદમાં યજ્ઞના વિધાનો અને કર્મકાંડનું વિવર છે. સામવેદમાં ઋગ્વેદની પસંદ કરાયેલી ઋચાઓને સંગીતબદ્ધ કરાઈ છે. જેનો વિશેષ યજ્ઞ પ્રસંગે સસ્વર સંગીતમય પાઠ કરવામાં આવે છે.
સામવેદ વિભિન્ન રાગ-રાગિણીઓનું ઉદગમ છે. અથર્વવેદ નીતિ સંબંધી સિદ્ધાંતોનું સંકલન છે. તેમાં આયુર્વેદ, વિજ્ઞાન, સ્વાસ્થ્ય, આયુ અને વૃદ્ધિ સંબંધી તથ્યોનું વિસ્તૃત વિવરણ છે.
તાઓ ધર્મ..............
તાઓ ધર્મનો શાબ્દિક અર્થ માર્ગ થાય છે. ચીનમાં તાઓ ધર્મનું સ્થાન બૌદ્ધ ધર્મથી પહેલા અત્યંત માન્ય અને પ્રચલિત હતું. આ એક જટિલ ધર્મ છે. જે ચીનીઓની વિશ્વ સંકલ્પના પર આધારિત છે.
તાઓ ધર્મ પ્રમાણે, મનુષ્ય અને પ્રકૃતિ, ન કેવળ એકબીજા પર નિર્ભર છે, પરંતુ તે બંનેમાં એટલો ઘનિષ્ઠ સંબંધ છે કે બંને એકબીજાને ઘેરાઈથી પ્રભાવિત પણ કરે છે.
તાઓ ધર્મનો ઉદભવ અને વિકાસ
તાઓ ધર્મની સ્થાપના લાઓત્સેએ કરી હતી. લાઓત્સે શબ્દનો શાબ્દિક અર્થ છે- પ્રાચીન આચાર્ય. લાઓત્સેનો જન્મ ઈ.સ.પૂર્વે છઠ્ઠી સદીમાં થયો હોવાનું માનવામાં આવે છે. તેમણે તાઓ-તી-ચાંગ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તાઓ ધર્મનો સાર છે. તાઓને જાણવો, સમજવો અને અનુભવ કરવો તથા તે પ્રમાણે આચરણ કરવું માનવજીવનનો ઉદેશ્ય છે.
લાઓત્સેનો મત હતો કે મનુષ્યના જીવનનો સર્વશ્રેષ્ઠ માર્ગ તાઓની શરણમાં જવું અને તમામ ઘટનાઓને પ્રકૃતિના નિયમ પ્રમાણે થવા દેવી. આ તાઓ ધર્મ સરળ જીવનના ગુણોને અપનાવવા અને સ્વાર્થનો પરિત્યાગ કરવાનું શિક્ષણ આપે છે.
ઈશ્વરનું સ્વરૂપ
ચીનવાસીઓની માન્યતા છે કે તાઓ શબ્દનો અર્થ ઘણો ગુઢ છે. તાઓ પરબ્રહ્મ છે, વિશ્વનું મૂળ છે, સ્વયં સિદ્ધ છે, અનાદિ છે, તેનું કોઈ નામ નથી, તેને ગ્રહણ કરવો, ચિંતન કરવો કઠિન છે. તેનું કોઈ સ્વરૂપ નથી, તે દરેકમાં છે, તે સૌથી ઉપર છે, તેવું ચીનના લોકો માને છે.
પ્રાચીન ચીનના લોકો એક જ દેવતાના ઉપાસક હતા. તે સમયે પરમાત્મા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેનો અર્થ શાસક થતો હતો. શાસક શબ્દથી પરમાત્માની સર્વોચ્ચતા સારી રીતે વ્યક્ત થાય છે.
રાજાની આજ્ઞા માનવાથી ઈશ્વર પ્રસન્ન થશે અને તેની આજ્ઞાનો ભંગ કરવાથી ઈશ્વર ક્રોધ કરશે. જ્યારે પ્રજા પાપ કરે છે, ત્યારે ઈશ્વર તેમને તોફાન, આંધી, દુકાળ વગેરે ઘટનાઓ સ્વરૂપે દંડ આપે છે.
તાઓ ધર્મ પ્રમાણે પાપ
તાઓ ધર્મ પ્રમાણે પાંચ પ્રકારના પાપ છે.
(1) માતા-પિતાની સેવા ન કરવી
(2) જુગાર રમવો અને દારૂ પીવો
(3) ધનને અત્યાધિક મહત્વ આપવું
(4) ભોગ-વિલાસ
(5) હિંસા કરવી, કોઈને સંતાવવું
ચીની ધર્મના મુખ્ય ઉપદેશ..........
1. જે ગુણનું નામ લેવામાં આવે તે એનું સાચું લક્ષણ નથી. જે સ્વર્ગમાંથી પહેલા અવતર્યુ હશે તે અવ્યક્ત છે.2. તાઓ અસીમ છે, તેના જ ઊંડાણ દ્વારા બધું ઉત્પન્ન થાય છે. તે અનાસક્ત છે. જેને કોઇ નથી જાણતું તે કેવી રીતે ઉત્પન્ન થયું?, તેનો જવાબ છે કે તે અનાદિ છે.3. અનાદિ કાળથી તાઓ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થઇ રહ્યું છે.તાઓને ગ્રહણ નથી કરી શકાતો. તાઓ અચિંતન છે, તેનું ચિંતન અઘરું છે. 4. મહાન તાઓ સર્વવ્યાપી છે, તે આ પાર પણ છે અને પેલે પાર પણ. સૃષ્ટિના દરેક જીવનું તેણે નિર્માણ કર્યું છે, તે જ સહુની રક્ષા કરે છે.5. જ્ઞાની પુરુષ તાઓને અનુસરે છે. સાધારણ મનુષ્ય તાઓના આશરે રહે છે. મૂર્ખ માણસ તાઓની મજાક ઉડાવે છે.6. આસક્તિ છોડી કાર્ય કરવું, કાર્ય કરતા રહેવું, થોડામાં વિશેષ અને વિશેષમાં થોડું નીરખવું, તમામ જીવ માટે મનમાં દયાની લાગણી જાળવી રાખવી વગેરે તાઓ શીખવે છે.7. કઠોર કાર્ય ત્યારે જ સફળ થશે જ્યારે મોટું કાર્ય પહેલા પૂર્ણ કરી લેવામાં આવે.8. નિર્માણ અને સંરક્ષણ કરવું, કર્મ કર્યા બાદ ફળની આશા ન રાખવી, પરોપકાર અને ન્યાય કરવો વગેરે બુદ્ધિના કાર્યો છે.9. ધનની પાછળ ન દોડવું, મનમાં વિરક્તા લાવવી. 10. જો ઘરને રત્નો કે સંપત્તિથી ભરી દેવામાં આવશે તો તેની જાળવણી માટેની ચિંતા ઊભી થશે, જ્યાં સંપત્તિ હશે ત્યાં અભિમાન અને ચિંતા ઉત્પન્ન થશે.11. જુગાર, દારૂ, ભોગવિલાસ, હિંસા, ધન-સંગ્રહ, મા-બાપની સેવા ન કરવી તથા અન્યોને હેરાન કરવા પાપ છે.
તાઓ ધર્મનો સાર: તાઓ ધર્મ પણ અન્ય ધર્મોની જેમ જ જીવન જીવતા શીખવે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી વગેરે ધર્મો હિંસાને અયોગ્ય ઠેરવે છે, ભોગ-વિલાસ માટે મનાઇ ફરમાવે છે, જુગાર, દારૂને તમામ ધર્મોએ ખરાબ ગણાવ્યા છે, દયા, કરુણા, સેવા જેવા કાર્યોને તમામ ધર્મોએ પ્રશંસનીય માન્યા છે, દરેક ધર્મમાં ઇશ્વરને અલગ-અલગ નામથી ઓળખવામાં આવ્યા છે, આ ઇશ્વર એક જ છે જે તમામ લોકોને જોડીને રાખે છે. એ જ શક્તિ મહાન છે જેણે મનુષ્યને જન્મ આપ્યો છે. તમામ ધર્મો માનવ દ્વારા જ બનાવવામાં આવ્યા છે. માત્ર વિચારની ભાષા અલગ છે, કોઇ પણ ધર્મ નફરત કરતા નથી શીખવતો. તાઓ ધર્મનો સાર પણ કંઇક આવો જ છે.
બૌદ્ધ ધર્મના અષ્ટાંગ માર્ગ..........
સંસારમાં આવવાનો તથાગતનો ઉદેશ્ય દીન-દુ:ખીઓની સેવા, અસહાયોની સહાયતા અને અરક્ષિતોની રક્ષા કરવાનો હતો. જે રોગી હોય કે જે બૌદ્ધ ધર્મને માનતા ન હોય તેમની સેવા કરવી, સહાયતા કરવી, ગરીબો, અનાથો અને વૃદ્ધોની સેવા, સહાયતા અને અન્યોને પણ તેવું કરવાની પ્રેરણા આપવી. ગૌતમ બુદ્ધના ઉપદેશોમાં એ આઠ ચરણોની પણ ગણતરી છે કે જેનું પાલન કરીને મનુષ્ય દુ:ખોના કારણોનો નાશ કરી શકે છે.
આ અષ્ટાંગિક માર્ગ આ પ્રમાણે છે.
(1) સમ્યક્ દ્રષ્ટિ, એ સમજ રાખવી કે જીવનમાં દુ:ખ છે અને તે દુ:ખ વિના કોઈ કારણ નથી. જો દુ:ખ છે, તો તેને દૂર પણ કરી શકાય છે. સુખની જેમ દુ:ખ પણ સ્થાયી નથી.
(2) સમ્યક્ સંકલ્પ, સત્કાર્યોને કરવાનો સંકલ્પ અને ન કરવા યોગ્ય કાર્યોને ન કરવાનો સંકલ્પ. અર્થાત્ શ્રેષ્ઠ અને સદાચારયુક્ત કર્મોને કરવાની દ્રઢ પ્રતિજ્ઞા અને ખોટા તથા દુરાચરણયુક્ત કર્મોને ન કરવાની દ્રઢ પ્રતિજ્ઞા સમ્યક સંકલ્પ છે.
(3) સમ્યક્ વચન, જૂઠું બોલવાથી બચવું, નિંદા અને ચાડિયાગીરી કરવાથી બચવું, કોઈને તકલીફ પહોંચાડનારી વાત કરવાથી બચવું. તથા વ્યર્થ અનાવશ્યક બકવાસ કરવાથી બચવું.
(4) સમ્યક્ કર્માંન્ત, કોઈપણ પ્રાણી પ્રત્યે મન, કર્મ અને વચનથી હિંસા ન કરવી, જે આપવામાં આવ્યું નથી, તેને ન લેવું. દુરાચારથી બચવું અને ભોગ-વિલાસના જીવનમાં અતિથી બચવું.
(5) સમ્યક્ આજીવિકા, ખોટી, અનૈતિક અને અધાર્મિક પદ્ધતિથી આજીવિકા પ્રાપ્ત ન કરવી. જો અનૈતિક અને અધાર્મિક રોજગારમાં લાગેલા હો, તો તેને છોડીને તુરંત પવિત્ર અને નૈતિક રોજગાર પ્રાપ્ત કરવો.
(6) સમ્યક્ વ્યાયામ, ખરાબ અને અનૈતિક આદતો અને લતોને છોડવાનો સાચા મનથી પ્રયત્ન કરવો જોઈએ. મનમાં જો પાપપૂર્ણ અને અનૈતિક ઈચ્છાઓ, ભાવનાઓ જાગૃત હોય, તો તેને દબાવવાનો પ્રયત્ન કરવો. મનમાં સારા ભાવ જગાડવા, વધારવા અને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. માટે સમ્યક્ વ્યાયામનું તાત્પર્ય છે કે પોતાના વ્યક્તિત્વની બુરાઈ અને કમીઓ દૂર કરવા તથા સદગુણોને ગ્રહણ કરવા અને વધારવા.
(7) સમ્યક સ્મૃતિ, તેનો અર્થ છે કે એ સત્યને હંમેશા યાદ રાખવું કે આ સાંસારિક જીવન ક્ષણિક છે. હંમેશા એ યાદ રાખવું કે આ શરીર પણ નશ્વર છે. ઘડપણ અને મૃત્યુ જ શરીરની અંતિમ નિયતિ છે. માટે જીવનની વાસ્તવિકતાઓને યાદ રાખીને વિષય-વિકારોનું દમન કરવું અને આત્મજ્ઞાનને વિકસિત કરવું જોઈએ.
(8) સમ્યક્ સમાધિ, ધ્યાનની એ અવસ્થા છે કે જેમાં મનની અસ્થિરતા, ચંચળતા શાંત હોય અને વિચારોનો વ્યર્થ ભટકાવ ન હોય. આ અવસ્થામાં શાંતિ અને એકાગ્રતાથી સ્વયંને જાણવાની કોશિશ કરવામાં આવે છે. આ અવસ્થામાં સુખ અને દુ:ખ બંનેથી અલિપ્ત રહેવાનું હોય છે.
માટે સારાંશ સ્વરૂપે આપણે કહી શકીએ કે ગૌતમ બુદ્ધે પોતાના અનુયાયીઓને કહ્યું છે કે તેમના ઉપદેશો પર વિશ્વાસ રાખે, બુદ્ધિથી તેને સમજવાનો પ્રયત્ન કરે અને દરેક ઉપદેશને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે, પવિત્રથી પવિત્ર જીવન વીતાવો તથા એકાગ્રતા અને ધ્યાનનો નિયમિત અભ્યાસ કરો.
બૌદ્ધ ધર્મની મુખ્ય શાખાઓ............
મહાત્મા બુદ્ધના અવસાનની કેટલીક સદીઓ બાદ તેમના શિક્ષણ, ઉપદેશો અને સિદ્ધાંતોને લઇને મતભેદો ઊભા થયા. તેનું પરિણામ એ આવ્યું કે બૌદ્ધ ધર્મ બે ભાગો એટલે કે બે શાખાઓમાં વહેંચાઇ ગયો, હીનયાન અને મહાયાન. બંને શાખાઓમાં બુદ્ધના સિદ્ધાંતોની પોતપોતાની દ્રષ્ટિ પ્રમાણે વ્યખ્યા કરવામાં આવી.
1. હીનયાન : આ શાખાનો અર્થ છે નાની સવારી. મૂળ રીતે બુદ્ધ ધર્મ આ હતો, જેણે બુદ્ધની શિક્ષા અને ઉપદેશોને મૂળ રુપમાં અપનાવ્યો. આને ‘દક્ષિણી બૌદ્ધ ધર્મ’ પણ કહેવાય છે. બૌદ્ધ ધર્મના મૂળ સિદ્ધાંત મૂળભૂત રીતે સનાતન હિન્દુ ધર્મમાંથી જ લેવામાં આવ્યા છે. માનવ જીવન દુ:ખોથી ભરેલું છે અને આ કષ્ટોની વૃદ્ધિ સ્વયં આત્મા દ્વારા થાય છે. આ આત્મા જ પુનર્જન્મના ચક્રમાંથી પસાર થાય છે. આ પુનર્જન્મનો અર્થ જ તમામ પ્રકારના દુ:ખોનો અંત છે.
હીનયાન શાખાના અનુયાયીઓએ બુદ્ધના પદચિહ્નોને જ બુદ્ધનું પ્રતીક માની લીધું છે. આ શાખાના ધાર્મિક ગ્રંથો પાલી ભાષામાં છે. બુદ્ધના સમયમાં પાલીભાષા લોકભાષા ગણાતી હતી.
2. મહાયાન : મહાયાનનો અર્થ છે મોટી સવારી. આ શાખામાં માનનારા લોકોએ બુદ્ધને ભગવાનનું રુપ આપી દીધું છે. આ શાખામાં માનનારા લોકોનો ઉદ્દેશ તમામ પ્રાણીઓના ઉદ્ધાર માટે બુદ્ધત્વની પ્રાપ્તિ છે. બૌદ્ધ ધર્મની આ શાખાને એકયાન, અગ્રયાન, બોધિસત્વયાન અને બુદ્ધયાનની સાથે-સાથે ઉત્તરી બૌદ્ધ ધર્મ પણ કહે છે.
સૈદ્ધાંતિક વિસ્તારની દ્રષ્ટિએ એ કહેવું મુશ્કેલભર્યુ રહેશે કે મહાત્મા બુદ્ધના ઉપદેશોનું વાસ્તવિક રુપ બૌદ્ધ ધર્મની કઇ શાખામાં વધારે ઉતરેલું છે. હાલમાં મોટાભાગના વિશ્વમાં ‘મહાયાન’ મતમાં માનવાવાળાઓની સંખ્યા વધારે છે. ચીન, તિબેટ, કોરીયા અને મોંગોલિયામાં મહાયાન વધારે પ્રચલિત છે. જ્યારે બર્મા, શ્રીલંકા, કમ્પૂનિયામાં હીનયાનને માનવામાં આવે છે.
તે આઠ, જેમનાથી મોત પણ ડરે છે............
કહેવત છે કે મૃત્યુ સામે કોઇનું ચાલતું નથી. પરંતુ દરેક નિયમ અને સિદ્ધાંત સામે કોઇને કોઇ અપવાદ ચોક્કસ હોય છે. અપવાદની આ સર્વ વ્યાપકતાથી મૃત્યુ પણ બચી શક્યું નથી. આજે જો કોઇને એમ કહેવામાં આવે કે આ પૃથ્વી પર કોઇ એવું પણ છે જે હજારો વર્ષથી જીવી રહ્યું છે તો આશ્વર્ય ચોક્કસ થશે. તે કોઇ એક નથી, આઠની સંખ્યામાં છે. તે મહાપ્રાણધારી અમર આત્માઓને ચિરંજીવીના નામથી ઓળખવામાં આવે છે. વિશ્વાસ નહીં આવે, પણ જે કહેવામાં આવી રહ્યું છે તે સત્ય છે. પ્રામાણિક છે અને શાસ્ત્રસમ્મત હોવાની સાથે વિજ્ઞાન પણ તેની સાથે સહમત છે. તેમના નામ નીચે પ્રસ્તુત છે.
1. માર્કંડેય - તેઓ અતિ પ્રાચીન મુનિ છે, કલ્પનામાં પણ તેમનો અંત સંભવ નથી. 2. વેદ-વ્યાસ - તેઓ બ્રહ્મર્ષિ છે. તેમણે ચારેય વેદોનું સંપાદન અને પુરાણોનું લેખન કાર્ય કર્યું છે. 3. પરશુરામ- ઈશ્વરના ચોવીસ અવતારોમાંનો એક, જે પૃથ્વીને 18 વખત ક્ષત્રિય વિહીન કરવા માટે પ્રસિદ્ધ છે. 4. રાજા બલિ- પોતાનું સર્વસ્વ ભગવાન વામનને દાન કરી દેનાર મહાદાનીના રુપમાં વિખ્યાત થયા. તેમની ભક્તિથી પ્રસન્ન થઇ સ્વયં ભગવાન વિષ્ણુ તેમના દ્વારપાલ બન્યા.5. હનુમાન- ભગવાન શિવનો 11મો રુદ્રઅવતાર, ભગવાન શ્રીરામના પરમ ભક્તના રુપમાં પ્રસિદ્ધ.6. વિભીષણ - લંકાના રાજા રાવણના અનુજ, જેમણે રામ-રાવણ યુદ્ધમાં ધર્મનો પક્ષ લઇને શ્રીરામનો સાથ આપ્યો.7. કૃપાચાર્ય- મહાભારત કાળના આચાર્ય જેઓ કૌરવો અને પાંડવોના ગુરુ હતા.8. અશ્વત્થામા- કૌરવો અને પાંડવોના આચાર્ય દ્રોણાચાર્યના સુપુત્ર હતા. તેમના મસ્તક ઉપર મણી જડેલો હતો
શીખ ધર્મના પ્રમુખ ઉપદેશો...
(2) જે દુષ્ટ કર્મો છે તે પેટમાં કીડા બને છે અને શુભ કર્મ શુભ ગુણોમાં પરિવર્તિત થાય છે.
(3) જે લોકો પરમાત્માને ભજતા નથી તેઓ આવાગમન એટલે કે જન્મ-મરણના ચક્રમાં ફસાયેલા રહે છે.
(4) જે તીર્થ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે છે, તેમાં સ્નાન કરવું જોઈએ.
(5) મહાત્માઓના સત્સંગથી જન્મ-મરણની સાંકળ ટૂટે છે. સત્સંગ અને ભજન ક્યારેય ભૂલવા ન જોઈએ.
(6) અહંકારથી હંમેશા દૂર રહેવું જોઈએ.
(7) પોતાને નાના માનીને ચાલવું જોઈએ. કોઈને દુ:ખ ન પહોંચાડવું જોઈએ.
(8) જેવી રીતે માછલી જાળમાં ફસાતા પકડાય છે, તેવી જ રીતે મનુષ્ય પણ લોભની જાળમાં ફસાય છે.
(9) પરમાત્મા જ મનુષ્યોને શક્તિ અને મહત્વ પ્રદાન કરે છે.
(10) જ્યારે જ્ઞાનનેત્રથી પ્રભુના દર્શન થાય છે, ત્યારે જન્મ-મરણનો મેલ એટલે કે પાપ કપાઈ જાય છે.
(11) ફિરત-ફિરત મેં હારિયોં, ફિરિયોં તબ શરણાઈ. નાનક કી પ્રભુ વિનતી, અપની ભક્તિ લાઈ. અર્થાત્ હે પરમાત્મા હું અનેક જન્મોમાં ફરતાં-ફરતાં હારી ગયો અંતે થાકીને તારી શરણે આવ્યો છું. મારી પ્રાર્થના છે કે હવે તારી ભક્તિ છોડીને ક્યાંય ન જાઉં.
(12) પ્રભુ પ્રાપ્તિના માર્ગમાં સુખ ભોગ, રોગ સમાન છે અને દુ:ખ પ્રભુકૃપા સમાન છે. સુખમાં પ્રભુની યાદ નથી આવતી અને દુ:ખમાં જ પ્રભુ યાદ આવે છે.
(13) સત્સંગ મનુષ્યનો અહંકાર મિટાવે છે.
(14) જો કોઈ મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાહતો હોય, તો તેણે ગુરુમુખોંની સેવા કરવી જોઈએ.
(15) જો કોઈ મનુષ્ય જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થવું હોય, તો તેણે સંતોના ચરણોમાં જવું જોઈએ.
(16) હે જીવ! સુંદર રામને યાદ કર તેમણે તને સુંદર બનાવી દેખાડયો છે.
(17) જ્યાં સુધી મનમાંથી જૂઠ, નિંદા, લોભ, લાલચ દૂર નહીં થાય, ત્યાં સુધી શાંતિ નહીં મળે.
(18) ગુરુભક્તિ અને સત્ય બોલવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.
(19) જેણે વ્યાપક પ્રભુને ઓળખી લીધો છે, તે જ સતગુરુ છે.
(20) સતગુરુ શીખની રક્ષા કરે છે, સેવક પર કૃપા કરે છે.
(21) ગુરુ કાલે દર્શન આપનાર છે, ગુરુચરણનો સ્પર્શ કરવાથી પવિત્રતા પ્રાપ્ત થાય છે.
(22) અભિમાની નરકને પ્રાપ્ત કરે છે.
(23) સંતની નિંદા કરનારો એવી રીતે તડપે છે કે જેવી રીતે જળ વગર માછલી તડપે છે.
(24) સત્સંગમાં પ્રભુ પ્રેમના અણમોલ મોતી છે.
(25) કંગાળ માટે પ્રભુનામ ધન સમાન અને નિરાશ્રિત માટે સહારા સમાન છે.
શીખ મત અને હિંદુત્વ: શીખ ધર્મ અને હિંદુત્વ બે નહીં, પણ એક જ ધર્મ છે. હિંદુત્વનો એ સ્વભાવ છે કે તેના પર જ્યારે જેવી વિપત્તિ આવે છે, ત્યારે તેવું સ્વરૂપ તે પોતાની અંદરથી પ્રગટ કરે છે. ઈસ્લામી હુમલાનથી બચવા માટે અથવા તેને માકૂલ જવાબ આપવા માટે હિંદુત્વએ ઈસ્લામના અખાડામાં જે રૂપ પ્રગટ કર્યું, તે શીખ કે ખાલસા ધર્મ છે. શીખ ગુરુઓએ હિંદુ ધર્મની રક્ષા અને સેવા માટે પોતાની ગરદનો કપાવી છે. પોતાના જીવનના બલિદાન દીધા તથા તેમણે પોતાનું જે સૈનિક સંગઠન ઉભું કર્યું, તેનું લક્ષ્ય પણ હિંદુ ધર્મને જીવિત અને જાગરુક રાખવાનું હતું. તેના કારણે શીખ સમગ્ર ભારત વર્ષમાં હિંદુઓના પ્રિય છે.
શીખ ધર્મનો ઉદભવ...
ગુરુનાનક દેવજીએ અકાળ પુરુષનું જેવું સ્વરુપ પ્રસ્તુત કર્યુ છે, તે મુજબ અકાળ પુરુષ એક છે, તેના જેવું કોઇ બીજુ હોઇ શકે નહીં. તે દરેકમાં એકસમાન રૂપમાં વસેલો છે. તે અકાળ પુરુષનું નામ અટલ છે. એ અકાળ પુરુષ જ સૃષ્ટિ નિર્માતા છે...
અલગ-અલગ શબ્દકોશોમાં આપેલા અર્થ અનુસાર શીખ ધર્મનો અર્થ છે શિષ્ય, ચેલા, ગુરુનાનકના પંથના અનુયાયી, નાનકદેવના અનુયાયીઓનો એક વર્ગ. શીખ ધર્મ પણ જૈન ધર્મની જેમ હિન્દુ ધર્મની નજીકના ઘર્મોમાંનો એક છે. અર્થાત્ શીખ ધર્મ એટલે હિન્દુ ધર્મ સાથે સમાનતા કે એકરુપતા રાખે તેવો ગ્રંથ.
વાસ્તવમાં શીખ ધર્મગુરુઓ પર આધારિત ધર્મ છે. આ ધર્મના પ્રણેતા ગુરુનાનક દેવ છે. ગુરુનાનક દેવ શીખ ધર્મના પહેલા ગુરુ છે. આ ધર્મમાં બહુદેવતાવાદની માન્યતા નથી. શીખ ધર્મ માત્ર અકાળ પુરુષમાં માને છે. તે ‘એક ઇશ્વર’ અને ગુરુદ્વારા પર આધારિત ધર્મ છે. આ ધર્મમાં મહદ્અંશે ગુરુ મહિમા પૂજનીય અને દર્શનીય માનવામાં આવી છે.
ગુરુનું માધ્યમ દ્વારા જ અકાળ પુરુષ સુધી પહોંચે છે.
ગુરુનાનક દેવજીએ અકાળ પુરુષનું જેવું સ્વરુપ પ્રસ્તુત કર્યુ છે, તે મુજબ અકાળ પુરુષ એક છે, તેના જેવું કોઇ બીજુ હોઇ શકે નહીં. તે દરેકમાં એકસમાન રૂપમાં વસેલો છે. તે અકાળ પુરુષનું નામ અટલ છે. એ અકાળ પુરુષ જ સૃષ્ટિ નિર્માતા છે, સંસારની નાની-મોટી વસ્તુઓનું નિર્માણ પણ તેમણે જ કર્યુ છે. તેના દ્વારા બનાવવામાં આવેલી તમામ વસ્તુઓમાં પણ તેનો વાસ રહે છે. અર્થાત્ સૃષ્ટિના કણ-કણમાં તેનો વાસ રહે છે. તે સર્વશક્તિમાન છે, તેને કોઇનો ડર નથી હોતો કે ન તો તેને કોઇની સાથે દુશ્મનાવટ હોય છે.
તે અકાળ પુરુષનું અસ્તિત્વ બંધન મુક્ત હોય છે. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ જેવું વિભાજન તેના માટે કોઇ મહત્વ નથી ધરાવતું. બાળપણ, યૌવન, વૃદ્ધવસ્થા અને મૃત્યુનો પણ તેના પર કોઇ પ્રભાવ નથી પડતો. અકાળ પુરુષ કોઇ યોનિમાં જન્મ નથી લેતો અર્થાત્ તે જન્મ-મરણથી પર છે. તેને કોઇએ નથી બનાવ્યો કે ન તો તેને કોઇએ જન્મ આપ્યો છે. તે સ્વયં પ્રકાશિત છે. આવા પ્રભુ ગુરુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે.
શીખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવ છે. તેમનો જન્મ 15 એપ્રિલ 1469ના રોજ પંજાબના શેખપુરા જિલ્લાના તલવંડીમાં થયો હતો. તેમનો સમય ઇસ 1469થી 1538 સુધીનો રહ્યો છે. તેમના પિતાનું નામ કલ્યાણદાસ, માતાનું નામ તૃપ્તાજી હતું. તેઓ બાળપણથી જ શાંત અને બુદ્ધશાળી હતા. તેમણે પોતાના શરૂઆતી જીવનમાં ખેતી, વેપાર જેવા કાર્યો કર્યા હતા. જેમ-જેમ ભક્તિ અને ધર્મમાં તેમનું મન પરોવાતુ ગયું તેમ-તેમ તેઓ ધાર્મિક યાત્રાઓ પર જવા લાગ્યા. તેમણે ગૃહ ત્યાગ કરી વિશ્વભ્રમણ કર્યું. તેમણે હિન્દીની સાથે સંસ્કૃત અને ફારસીનો અભ્યાસ પણ કર્યો હતો. નાની ઉંમરથી જ તેમને ભગવાન પ્રત્યે વિશેષ લગાવ હતો. ગુરુનાનક જ શીખ ધર્મના પ્રણેતા અને આધારસ્તંભ છે.
ગુરુનાનકની પ્રસિદ્ધ રચનાનું નામ જપુજી છે. જે રીતે હિન્દુઓ ગીતા પર, મુસ્લિમો કુરાન પર, પારસી ગાથા પર તેમજ બૌદ્ધ ધમ્મપદ પર શ્રદ્ધા રાખે છે તેમ શીખ ધર્મના અનુયાયીઓ જપુજી પર શ્રદ્ધા રાખે છે. શીખધર્મના પહેલા ગુરુ નાનકદેવજીના તમામ ઉપદેશોનો સાર આ ગ્રંથમાં છે. આ ધર્મમાં માનનારા લોકો દરરોજ જપુજીનું પઠન કરે છે. તે ગુરુમુખી લિપિમાં લખાયા છે. તે સમયથી જ આ લિપિ પ્રચલનમાં આવી છે. શીખ ધર્મના મુખ્ય ધર્મગ્રંથ ‘ગ્રંથ સાહિબ’નું સંકલન અને સંપાદન ઇસ 1604માં પાંચમા ગુરુ અર્જુનદેવે કર્યુ.
આ ગ્રંથમાં શીખ સંપ્રદાયના પાંચ ગુરુ અને ગુરુ તેજબહાદુરના વચનો તેમજ પદો સંગ્રહિત છે. શીખ ધર્મના દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહજી સાહિત્યના વિદ્વાન, કવિઓના સહાયક અને સંરક્ષક હતા, સ્વયં પોતે પણ એક સારા કવિ હતા. તેમની તમામ રચનાઓને શીખો ‘દશમ ગ્રંથ’ના નામે ઓળખે છે. ગુરુ ગોવિંદસિંહજીના મનમાં હિન્દુ ધર્મ અને દેવી-દેવતાઓ માટે ભારે શ્રદ્ધા હતી. તેમણે ‘રામાયણ’ ગ્રંથની રચના પણ કરી જે પાછળથી ‘ગોવિંદ-રામાયણ’ના નામે પ્રકાશિત થઇ.
શીખ ધર્મ મૂળરુપે ભારતીય ધર્મ છે. તેનો જન્મ અને ફેલાવો ભારતમાં થયો. આ ધર્મના સર્વાધિક અનુયાયીઓ ભારતમાં જ જોવા મળે છે. વિશ્વભરમાં આ ધર્મના અંદાજે 3 કરોડ અનુયાયીઓ છે. ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ-પૂર્વી એશિયા, અને યુરોપમાં શીખ ધર્મના અનુયાયી છે.
ઈસ્લામ ધર્મનો ઉપદેશ....
ઈસ્લામ ધર્મ પ્રમાણે, જન્નતનો રસ્તો દર્શાવતા હદીસ કહે છે કે બંદા, તું મને છ વાતોનો વિશ્વાસ અપાવ, હું તને જન્નત આપીશ. આ છ વાતો છે-(1) સાચું બોલવું(2) પોતાનો વાયદો પૂરો કરવો (3) બદચલનીથી બચવું (4) અમાનતમાં પૂરા ઉતરવું (5) કોઈના પર ખરાબ નજર ન નાખવી (6) કોઈના પર જુલ્મ ન કરવી. આ છ બાબતો સિવાય હદીસનું એમ પણ કહેવું છે કે જેના પાડોશીઓ દુ:ખી હોય, તે સાચો મુસલમાન નથી. જે સ્વાર્થી છે, ઈશ્વરને માનતો નથી, તે મુસલમાન નથી.
યહુદી ધર્મનો જન્મ ....
શબ્દકોશમાં આપવામાં આવેલા અર્થ પ્રમાણે યહુદી એટલે યહુદ દેશના નિવાસી, યહુદ દેશની શામી જાતિ, યહુદ દેશ વગેરે છે. યહુદી ધર્મના વિષયમાં જોઈએ તો ખબર પડશે કે યહુદી ધર્મ ત્રણ હજાર વર્ષ પહેલાનો હિબ્રુ લોકોનો ધર્મ છે. યહુદીઓનું જન્મ સ્થાન અરબ હતું. ત્યાંથી તે ધીરે ધીરે પેલસ્ટાઈનમાં જઈને વસ્યો.
યહુદી ધર્મનો ઉદભવ, વિકાસ અને ઈતિહાસ
હઝરત નૂહના વંશજ યહુદીઓ તરીકે ઓળખાયા. યહુદીઓનું જન્મ સ્થાન અરબ હતું. ત્યાંથી તેઓ ધીરે ધીરે પેલેસ્ટાઈનમાં જઈને વસ્યા હતા. તેમના નેતા હઝરત મૂસા હતા. તેમણે ઘણાં બધાં યહુદીઓને મિસરવાસીઓની આધીનતામાંથી છુટકારો અપાવ્યો હતો. મૂસાના મૃત્યુ પછી જોશુઆ તેમના નેતા બન્યા હતા. તેમના નેતૃત્વમાં યહુદીઓ અને પેલેસ્ટાઈનના મૂળ નિવાસીઓ વચ્ચે યુદ્ધ થયું હતું. કેટલાંક સમય બાદ બંને વચ્ચે સમજૂતી થઈ હતી. બંનેના મેળજોડથી હિબૂર સભ્યતાનો વિકાસ થયો હતો.
મૂસાના પહેલા હિબ્રુ કબીલાના લોકો અનેક દેવતાઓને માનતા હતા. હકીકતમાં હિબ્રુ ધર્મનો વિકાસ કેટલાંય ચરણોમાં થયો છે. અનેક દેવતાઓમાં વિશ્વાસ રાખવાની સાથે સાથે લોકો અનેક પ્રકારના અંધવિશ્વાસોને પણ માનતા હતા. મૂસાએ વિવિધ કબીલાઓ વચ્ચે એકતા સ્થાપિત કરી હતી અને તેમને સંગઠિત કર્યા હતા. આ લોકોએ એક દેવતાના સ્વરૂપમાં યાહવેહ અથવા જેહોતાને પોતાના ઈશ્વર માન્યા હતા. આ પ્રકારે લોકો આધ્યાત્મિક જાગૃતિ તરફ વળ્યા હતા.
યહુદીઓનો વિશ્વાસ છે કે ખુદ ઈશ્વરે મૂસાના માધ્યમથી તે લોકોને ઉપદેશ આપ્યો હતો. તે ઉપદેશોમાં એકેશ્વરવાદમાં વિશ્વાસ રાખવાની વાત પર જોર દેવામાં આવ્યું હતું. સાથે જ વિશિષ્ટ પ્રજા (જેવું કે હિબ્રુ લોકો પોતાને કહેતા હતા)ના જીવનોને નિર્દેશિત કરનારા નિયમો પ્રત્યે પણ આ ઉપદેશમાં આસ્થા પ્રગટ કરવામાં આવી હતી.
ઈબ્રી અને હિબ્રુ
જૂનું બાઈબલ યહુદીઓનો ધર્મગ્રંથ છે. તેમાં લખ્યું છે કે પરમેશ્વર યહોબાએ અબ્રાહમને કહ્યું હતું કે પોતાનો દેશ, જન્મભૂમિ અને પિતાના ઘરને છોડીને તું એ દેશમાં તું ચાલ્યો જા, જે હું તને દેખાડું છું. હું તારી પાસે એક મોટી જાતિ બનાડાવીશ, તને આશિર્વાદ આપું છું, તારું નામ ઊંચુ થશે. સંસારના તમામ લોકો તારી પાસેથી આશિર્વાદ લેશે.
પ્રભુ યાહોબાના આ કથનને સાંભળીને અબ્રાહમે પોતાની પત્ની અને પુત્ર તુલને પોતાની ધન-સંપત્તિ સાથે લઈને કનાન પ્રદેશમાં ચાલી નીકળ્યો અને સૌની સાથે કનાન પ્રદેશમાં ગયો. કનાનના રહેવાસીઓએ અબ્રાહમને ઈબ્રી કહ્યો હતો. ઈબ્રી અર્થાર્ત એ લોકો જે દઝલા અને ફરાઝ નદીના પેલા પારથી આવ્યા છે. ઈબ્રીનું કુંટુંબ ઈબ્રીસ તરીકે ઓળખાયું અને તેનું અપભ્રંશ થયું, હિબ્રુ.
યહુદી ધર્મના પંથ
અન્ય ધર્મોની જેમ યહુદી ધર્મમાં પણ પંથો છે. યહુદી ધર્મમાં મુખ્યત્વે ત્રણ પંથો છે.
(1) કટ્ટર પંથ
(2) ઉદાર પંથ
(3) સુધાર પંથ
ઈશ્વર દર્શન
એક દિવસ મૂરા હોરેવ પર્વત પાસે બકરિયો ચરાવી રહ્યો હતો, ત્યારે તેને ઈશ્વરની વાણી (અયાઝ) સંભળાઈ કે ઈઝરાયલી લોકોનો ઉધ્ધાર કર. ઈઝરાયલી લોકો મિસરના લોકોના દાસ છે, દુ:ખી છે. તેમને અહીંથી એ દેશમાં લઈ ચાલ કે જેને આપવાનું મે તારા પૂર્વજોને વચન આપ્યું છે. જ્યારે મૂસાએ તે દૈવીય વાણીને પૂછયું કે તમે કોણ છો? ત્યારે જવાબ મળ્યો કે એહે અશેર એહે (હું એ જ છું કે જે હું છું.) તેને જ કહે છે યહોવા (તે જ છે તે) સર્વવ્યાપક ઈશ્વર.
જૈન ધર્મમાં તીર્થંકર................
જૈન ધર્મમાં જે ‘જિનો’ કે મહાત્માઓને તીર્થંકર કહેવમાં આવે છે, જેઓ આ સંસારના અસંખ્ય જીવોના તારણહાર બન્યા છે. કિનારાને તીર્થ કહેવાય છે. ધર્મરુપી તીર્થના પાલનકર્તા તીર્થંકર કહેવાય છે. જૈન ધર્મના તીર્થંકરો આ પ્રમાણે છે:
1. શ્રી ઋષભ દેવ
2. શ્રી અજિતનાથ
3. શ્રી સંભવનાથ
4. શ્રી અભિનંદન
5. શ્રી સુમતિનાથ
6. શ્રી પદમપ્રભુ
7. શ્રી પાશ્વનાથ
8. શ્રી ચંદ્રપ્રભ
9. શ્રી પુષ્પદંત
10. શ્રી શીતલનાથ
11. શ્રી શ્રેયાંસનાથ
12. શ્રી વાસુપૂજ્ય
13. શ્રી વિમલનાથ
14. શ્રી અનંતનાથ
15. શ્રી ધર્મનાથ
16. શ્રી શાંતિનાથ
17. શ્રી કુન્થુનાથ
18. શ્રી અરહનાથ
19. શ્રી મલ્લીનાથ
20. શ્રી મુનિ સુવ્રત
21. શ્રી નિમિનાથ
22. શ્રી અરિષ્ટનેમિ
23. શ્રી પાશ્વનાથ
24. શ્રી મહાવીર સ્વામી
આ શીખવાડે છે, જૈન ધર્મ....
જૈન ધર્મનો સાર એ છે કે મનુષ્યે સદૈવ સત્કર્મ કરવું જોઈએ. જીવનની દરેક ક્ષણ આત્મજ્ઞાન (કૈવલ્ય)ની પ્રાપ્તિમાં લગાવવી જોઈએ. સત્ય, પ્રેમ, અહિંસા, દયા,કરુણા, પરોપકાર અને સેવા જેવા ઉચ્ચ સાત્વિક ગુણોને જીવનમાં અવશ્યપણે અપનાવવા જોઈએ. ભોગ-વિલાસથી દૂર રહીને પ્રત્યેક કર્મ પવિત્ર અને સાત્વિક જ કરવું જોઈએ. નૈતિક જીવન અપનાવીને જ મનુષ્ય આ માયા (જન્મ-મરણનું ચક્ર)ના બંધનથી મુક્ત થઈ શકે છે.
જૈન ધર્મની મુખ્ય માન્યતાઓ અને સિદ્ધાંત: જૈન ધર્મના ધાર્મિક ઉપદેશ મૂલત: નૈતિક મૂલ્યો પર આધારિત છે. આ ઉપદેશોમાં મોટા ભાગે પાશ્વનાથ અને મહાવીરની શિક્ષાઓ છે. પાશ્વનાથજી પ્રમાણે, ચાર મહાવ્રતો છે-(1) અહિંસા (2) સત્ય (3) અસ્તેય (4) અપરિગ્રહ.
ચોવીસમા તીર્થંકર વર્ધમાન મહાવીરે આ ચાર મહાવ્રતોમાં બ્રહ્મચર્યને પણ જોડયું છે. આમ જૈન ધર્મના પાંચ મહાવ્રતો થયા છે. જૈન ધર્મમાં ભિક્ષુઓ માટે આ પાંચ મહાવ્રતોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. અહિંસા વાસ્તવમાં જૈન ધર્મનો મૂળ આધાર છે. મન,વચન અને કર્મથી કોઈને પણ દુ:ખ કે કષ્ટ ન પહોંચાડવી અહિંસા છે.
જીવધારીઓને ઈન્દ્રીયોંની સંખ્યાના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે. જેમની ઈન્દ્રીયોં જેટલી ઓછી વિકસિત છે, તેમને શરીર ત્યાગવામાં એટલું જ ઓછું કષ્ટ થાય છે. માટે જ એક ઈન્દ્રીય જીવો જેવા કે વનસ્પતિ,કંદ,ફૂલ-ફળ વગેરેને જ જૈન ધર્મીઓ ગ્રહણ કરે છે. જૈન ધર્મમાં આચાર-વિચારનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે. નાનામાં નાના વ્યવહાર માટે પણ ધાર્મિક અને નૈતિક નિયમોનું વિધાન કરાયું છે.
જૈન ધર્મની માન્યતાઓ: જૈન ધર્મની માન્યતાઓ પ્રમાણે, વિશ્વ સદૈવથી છે, સદૈવ રહ્યું છે અનમે સદૈવ બનેલું રહેશે. જૈન ધર્મ પ્રમાણે, આ વિશ્વ બે અંતિમો, સનાતન અને સ્વતંત્ર પદાર્થોમાં વિભક્ત છે. તે છે- (1) જીવ (2) અજીવ. આ પદાર્થોમાં એખ જડ છે અને એક ચેતન છે. જૈન ધર્મમાં અજીવના પાંચ પ્રકારો ગણાવ્યા છે. જે આ પ્રકારે છે-(1) પુદ્રલ (પ્રકૃતિ) (2) ધર્મ (ગતિ) (3) અધર્મ (અગતિ અથવા લય) (4) આકાશ (દેશ) (5) કાળ (સમય). જૈન ધર્મની માન્યતાઓ અનુસાર સંપૂર્ણ જીવધારી આત્મા અને પ્રકૃતિના સૂક્ષ્મ મિશ્રણથી બને છે. તેમની વચ્ચે સંબંધ જોડવાની કડી છે, કર્મ.
કર્મનો સિદ્ધાંત: કર્મના આઠ પ્રકાર અને અગણિત ઉપપ્રકાર છે. કર્મના ફળથી જોડાયેલા હોવાને કારણે આત્માને અનેક શરીર ધારણ કરવા પડે છે અને તેના કારણે આત્મા જન્મ-મરણના બંધનમાં ફસાય છે. જૈન ધર્મમાં પાશ્વનાથના ઉપદેશોને ચાતુર્યામ સમ્વર-સંવાદ કહે છે. આ ચાતુર્યામ સંવાદ હતા. (1) હિંસાનો ત્યાગ (2) અસત્યનો ત્યાગ (3) સ્તેયનો ત્યાગ (4) પરિગ્રહનો ત્યાગ. મહત્વપૂર્ણ વાત એ છે કે પાશ્વનાથના પહેલા અહિંસા કેવળ તપસ્વીઓના આચરણમાં જ સામેલ હતી. પરંતુ પાશ્વનાથ મુનિએ અહિંસાને સત્ય, અસ્તેય અને અપરિગ્રહ સાથે જોડીને તમામ માટે વ્યવહારિક બનાવી દીધી છે.
જૈન ધર્મની મુખ્ય શાખાઓ ....
જૈન ધર્મના મુખ્ય બે પંથ એટલે કે શાખા છે. એક દિગંબર અને બીજી શ્વેતાંબર. દિગંબર એટલે દિક્(દિશા) + અંબર(વસ્ત્ર), જેનો અર્થ છે નગ્ન. અપરિગ્રહ અને ત્યાગનું આ ચરમ ઉદાહરણ છે. દિગંબર સ્વરુપનો આશય એટલે સંપૂર્ણ ત્યાગ. સંપૂર્ણ ત્યાગ એટલે કોઇ પણ પ્રકારનો સંગ્રહ નહીં, શરીરના વસ્ત્રનો પણ ત્યાગ.
જૈનોની દિગંબર શાખાની માન્યતા છે કે સ્ત્રીઓને મોક્ષ નથી મળી શકતો કારણ કે તેઓ વસ્ત્રોનો સંપૂર્ણ ત્યાગ કરી શકતી નથી. દિગંબરોના તીર્થંકરોની મૂર્તિઓ સંપૂર્ણ નગ્ન હોય છે. દિગંબર શાખાના અનુયાયીઓ શ્વેતાંબરો દ્વારા માન્ય રાખવામાં આવેલા અંગ સાહિત્યને પણ પ્રામાણિક નથી ગણતા.
શ્વેતાંબરનો અર્થ છે ‘શ્વેત(વસ્ત્ર) છે વસ્ત્ર જેનું તે’.શ્વેતાંબર શાખાના અનુયાયી વસ્ત્રોના સંપૂર્ણ ત્યાગ અર્થાત્ નગ્નતાને વધારે મહત્વ નથી આપતા. તેમના જૈનાલયોમાં સ્થાપવામાં આવેલી મૂર્તિઓ નગ્ન નથી હોતી.
જૈન ધર્મમાં ત્રીજી એક ઉપશાખા સુધારવાદી સ્થાનકવાસીઓની છે, જેઓ મૂર્તિ પૂજાના વિરોધી છે. આ શાખા સરળ, સ્વચ્છ વ્યવહાર તથા સાદગીની સમર્થક છે. તો વળી તેમની જ એક ઉપશાખા તેર પંથીઓની છે જેઓ ઉગ્ર સુધારક છે.
ક્રોધમાં માણસ અંધ કેવી રીતે બની બેસે છે ?...
ક્રોધમાં માણસ આંધળો થઇ જાય છે. કારણ કંઇ પણ હોઇ શકે છે. ઇચ્છિત કામ ન થવું, આશા પ્રમાણે પરિણામ ન મળવું, નુકસાન થવું...
ધાર્મિક પુસ્તકોમાં ક્રોધને મનુષ્યની પશુપ્રવૃત્તિઓમાં મહત્વનું સ્થાન પ્રાપ્ય છે. મોટાભાગના પ્રસંગોમાં ક્રોધને નિંદનીય જ ગણાવવામાં આવ્યો છે. જો થોડું ઊંડાણમાં વિચારવામાં આવે તો ખ્યાલ આવશે કે ક્રોધને નિંદનીય ગણાવવો યોગ્ય જ છે. કારણ કે સોમાંથી નવ્વાણું ઘટનાઓમાં ક્રોધ કરવા પાછળનું કોઇ યોગ્ય કારણ જ નથી હોતું. કોઇની સામાન્ય ભૂલ પર પણ ગુસ્સે ભરાઇ જવું, ભૂલોને આદત, પરિસ્થિતિ કે મજબૂરીનું નામ આપી નજરઅંદાજ કરવી, આ બધું માણસની પ્રકૃતિમાં વણાઇ ગયું છે.
કહેવત છે કે ક્રોધમાં માણસ આંધળો થઇ જાય છે. કારણ કંઇ પણ હોઇ શકે છે. ઇચ્છિત કામ ન થવું, આશા પ્રમાણે પરિણામ ન મળવું, નુકસાન થવું... આ બધા ક્રોધ માટેના મુખ્ય કારણો છે. જ્યારે માણસ ગુસ્સે ભરાયેલો હોય છે ત્યારે તે એક પ્રકારના નશામાં ડૂબેલો હોય છે. આવી પરિસ્થિતિમાં માણસ અસહજ બની જાય છે. તેના વ્યક્તિત્વના અન્ય ભાગો આવી પરિસ્થિતિમાં યોગ્ય રીતે કાર્ય નથી કરી શકતા. ક્રોધી વ્યક્તિનું માનસિક સંતુલન સવિશેષ પ્રભાવિત થાય છે જેના કારણે તે સાચું-ખોટું, ઉચિત-અનુચિતમાં ફરજ નિહાળવાની પોતાની ક્ષમતા ગુમાવી બેસે છે. જે વિવેક કે જ્ઞાન માણસને સાચા-ખોચાની સમજ આપે છે તે જ્ઞાન જ ક્રોધમાં સહુથી પહેલું નષ્ટ થઇ જાય છે. વિવેકને જ માણસની ત્રીજી અને અંતિમ આંખ કહેવાય છે, જ્યારે તેનો જ નાશ થાય ત્યારે મનુષ્યનો અંધાપો નિશ્વિત છે. તેના અંધ બનવાની દુખદ ઘટનાનો પુરાવો તે સ્વયં બને છે, જ્યારે તેને પસતાવો થાય છે.
ગુરુ બિન જ્ઞાન નહીં...........
ભારતીય પરંપરામાં ‘ગુરુ પૂજન’નું એક આગવું સ્થાન છે. તા.૭મી જુલાઇના રોજ ગુરુપૂર્ણિમા છે. આ પ્રસંગે ‘ધર્મદર્શન’ને સાધુ-સંતો કહી રહ્યા છે જીવનમાં ગુરુનું મહત્ત્વ કેમ છે?
- જગદગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ
મુક્તિ અપાવે તે ગુરુ
મનુષ્ય પ્રાણી કરતાં કંઇક વિશેષ છે. આહાર-નિદ્રા-ભય-મૈથુનમાં પશુ અને મનુષ્ય સમાન છે, પરંતુ મનુષ્યમાં એક વિશેષ તત્ત્વ છે જે મનુષ્યને બીજાથી જુદો પાડે છે તે છે વિવેક.
વિવેક એટલે સારા-નરસાનું જ્ઞાન. આ જ્ઞાન કોણ આપે? માત્ર ને માત્ર ગુરુથી જ જ્ઞાન પ્રાપ્ત થઇ શકે અને જ્ઞાન વગર મુક્તિ નથી. તેથી મુક્તિ માટે ગુરુની જરૂર છે.
- મહામંડલેશ્વર ભારતી બાપુ - અઘ્યક્ષ-જૂના અખાડા
શિષ્યની શંકાનું સમાધાન કરે છે ગુરુ
ઇશ્વર નિરંજન છે, નિરાકાર છે તેના સ્વરૂપનું દર્શન ગુરુ વડે જ થતું હોય છે તેવી વૈદિક પરંપરા આપણે ત્યાં સદીઓથી ચાલી આવે છે, કારણ કે શિષ્યના મનમાંથી શંકાઓનું સમાધાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ જ કરાવી શકે છે. જેનું સંપૂર્ણ આચરણ આદર્શ હોય એવા ગુરુનાં દર્શન માત્રથી શંકાઓનું સમાધાન થઇ જાય છે.
- પૂજય પ્રમુખસ્વામી મહારાજ
જીવ અને પરમાત્મા વચ્ચેનો સેતુ ગુરુ
આપણાં શાસ્ત્રોમાં ગુરુને સાક્ષાત્ પરબ્રહ્મનું સ્વરૂપ કહીને અપાર આદર આપવામાં આવ્યો છે. સાચા ગુરુ આપણા જીવનને શુદ્ધ કરીને આપણને પરમાત્માનો યોગ કરાવે છે. ગુરુ વડે મનુષ્ય આત્માનો સાક્ષાત્કાર કરીને પરમાત્માની સાચી ભકિત કરી શકે છે. ગુરુ જ જીવને શિવ બનાવે છે. ગુરુ જ જીવ અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે. ગુરુ સિવાય કયારેય યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થતું નથી.
- કથાકાર રમેશભાઇ ઓઝા (પૂજય ‘ભાઇશ્રી’)
શિષ્યના દુર્ગુણોનો સંહાર કરે તે ગુરુ
સંસારસાગરમાં આપણી નૌકાને સહી-સલામત કિનારે પહોંચાડવાનું કાર્ય સદગુરુ કરે છે. જેવી રીતે બ્રહ્મા સર્જન કરે છે. એવી જ રીતે ગુરુ સાચા શિષ્યનું સર્જન કરે છે. વિષ્ણુ ભગવાનની જેમ શિષ્યનું લાલન-પાલન કરે છે. શિષ્યને સાચા સદગુણો આપે છે અને શિવની જેમ શિષ્યની અંદર રહેલા દુર્ગુણોનો સંહાર કરે છે. આમ ગુરુ બ્રહ્મા-વિષ્ણુ-શિવ સ્વરૂપ છે.
- વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજી મહારાજ
માનવીને પ્રભુચિંતન તરફ વાળે છે ગુરુ
ગુરુ ચિંતામાં અટવાયેલા જીવોને પ્રભુના ચિંતન તરફ વાળે છે. ગુરુ કુશળ શિલ્પકાર છે, જે ભકતના હૃદયને ઘડી ભગવદાકાર સુંદર મૂર્તિ બનાવે છે. તે કુશળ નાવિક પણ છે, જે ભગવદ્ નામની નૌકામાં બેસાડી ભવસાગર પાર ઉતારે છે. ભક્તને ખોટા માર્ગેથી વાળવા ગુરુ કઠોરમાં કઠોર અને પોતાના ભકતોને પ્રેમ આપવા કોમળમાં કોમળ બને છે.
- આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ
શિષ્યને આઘ્યાત્મિક ઊચાઈ બક્ષે ગુરુ
જીવનમાં ગુરુ વ્યકિતને હિત-અહિત, સાચા-ખોટાનું જ્ઞાન કરાવીને પરમાર્થના માર્ગે આગળ લઇ જાય છે. સદગુરુ વ્યકિતના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનના પ્રકાશ તરફ લઇ જાય છે. સદગુરુ સદાચરણ દ્વારા શિષ્યને પ્રગતિના માર્ગે આગળ લઇ જાય છે. માત્ર ભૌતિક જ નહીં આઘ્યાત્મિક સ્તરે શિષ્યને અગ્રેસર કરે છે.
- આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજ
સ્વાર્થ ત્યજાવી પરમાર્થના પંથે લઇ જાય ગુરુ
સ્વાર્થના સંકુચિત માર્ગનો ત્યાગ કરાવે અને પરમાર્થના પંથે આગળ લઇ જાય તે માટે જીવનમાં ગુરુની આવશ્યકતા છે. સનાતન ધર્મમાં ગુરુનું સ્થાન મોખરે છે અને તે રહેશે જ. ભારતીય પરંપરામાં તો ગુરુને ભગવાનની ઉપમા અપાઇ છે. ગુરુ માત્ર લૌકિક જ નહીં પારલૌકિક માર્ગે આગળ વધવામાં મદદરૂપ થાય છે.
- જશોમતીનંદનપ્રભુજી - અઘ્યક્ષ-ઇસ્કોન-ગુજરાત
તત્ત્વદર્શન કરાવે તે ગુરુ
ગુરુએ પોતાની સાધના દ્વારા આઘ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે માટે તેમને તત્ત્વદર્શી કહેવામાં આવે છે. ભગવાન શ્રીકòષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે - આ જ્ઞાન જાણવા માટે તું તત્ત્વદર્શી ગુરુનું શરણ લઇ તેમને પ્રણામ કરી તેમની સેવા કરી, નમ્રતાપૂર્વક પૂછ કેમ કે તેમણે તત્ત્વનાં દર્શન કર્યા છે માટે તે તને પણ તત્ત્વદર્શન કરાવશે.
- ડો.પ્રણવ પંડયા - અઘ્યક્ષ-ગાયત્રી પરિવાર
સન્માર્ગે લઈ જાય તે ગુરુ
મનુષ્યત્વની ઓળખ આપીને સન્માર્ગે લઇ જવા માટેની માર્ગદર્શક સત્તા એટલે ગુરુ. સદગુરુ શિષ્યને સંસારના ભવબંધનમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવે છે. ભૌતિક મોહ-બંધનમાંથી મુક્તિ અપાવે અને આત્મિક માર્ગે આગળ વધવા માટે સદગુરુનું સાંનિઘ્ય પ્રાપ્ત કરવું આવશ્યક છે. સદગુરુની સહાયથી જ પરબ્રહ્મ સાથેનું જોડાણ શકય બને છે.
- મહામંડલેશ્વર રામેશ્વરદાસજી - મહંત જગન્નાથજી મંદિર
સર્વાંગીણ પ્રગતિ કરાવે ગુરુ
ગુરુ જીવનમાં એક માર્ગદર્શક બનીને આવે છે. પ્રાચીનકાળથી ભારતીય પરંપરામાં ગુરુને સર્વોચ્ચ પદ અપાયું છે તેનું કારણ છે કે જો શિષ્ય સાચો પથ ભૂલી જાય તો તેને સત્પંથ તરફ આગળ લઈ જાય છે અને જો શિષ્ય સન્માર્ગગામી હોય તો તેને ગતિ પ્રદાન કરે છે. તેનાથી વ્યકિત સર્વાંગીણ પ્રગતિ કરે છે માટે જીવનમાં ગુરુનું આગવું મહત્ત્વ છે.
‘ગુ’ શબ્દનો અર્થ થાય છે અંધકાર (અજ્ઞાન) અને ‘રુ’ શબ્દનો અર્થ થાય છે પ્રકાશ (જ્ઞાન). અજ્ઞાનને નષ્ટ કરવાવાળો જે બ્રહ્મરૂપ પ્રકાશ છે તે ગુરુ છે એમાં કોઇ સંશય નથી. - શ્રી ગુરુગીતા
પ્રશંસાનો ભોગ પહેલા પ્રભુને ધરાવો...
પોતાના પ્રતિ કરવામાં આવેલી પ્રશંસાનો ભોગ પણ પરમાત્માને ધરાવવો જોઇએ.
પ્રશંસા સહુને પ્રિય હોય છે. પણ પ્રશંસાથી નુકસાન એ થાય છે કે તે આપણી અંદર ક્યાંક ને ક્યાંક અહંકારના બીજ રોપવાનું શરુ કરી દે છે. ખુબ ઓછા એવા લોકો હોય છે જે પ્રશંસાને પચાવી જાણે છે. બાકી મોટાભાગના કિસ્સાઓમાં એવું જ થાય છે કે પ્રશંસાનો વધારે પડતો ધોધ માણસમાં અભિમાનનું સ્વરુપ જન્માવે છે. હનુમાનજીએ આનાથી બચવાનો સહુથી સરળ ઉપાય બતાવ્યો છે, જેનાથી આપણે પ્રશંસા પણ મેળવી શકીશું અને અહંકાર પણ આપણાથી દૂર રહેશે.
અનેક પરિવારોમાં ભોજન પહેલા ભગવાનને ભોગ લગાવવાની પરંપરા છે. શાસ્ત્ર કહે છે ધાન-દોષ(અન્નનો ખરાબ પ્રભાવ) દૂર કરવા માટે ભોજન કર્યા પહેલા પરમાત્માને તે સમર્પિત કરવું જોઇએ. ભગવાનને ભોજન અર્પિત કર્યા બાદ તે પ્રસાદ બની જાય છે. જીભના ભોજનને તો આપણે ભગવાનને અર્પિત કરીએ છીએ પણ જ્યારે આપણને આપણા કર્મનું ભોજન એટલે કે પ્રશંસા પીરસવામાં આવે છે ત્યારે આપણે ભગવાનને ભૂલી જઇએ છીએ. પોતાના પ્રતિ કરવામાં આવેલી પ્રશંસાનો ભોગ પણ પરમાત્માને ધરાવવો જોઇએ.
એક ભક્તનો પ્રસંગ છે. તેને સમાજમાંથી વધારે પ્રશંસા પ્રાપ્ત થઇ તો તેણે ભગવાનને પીરસી દીધી. ભગવાન પણ મજાકના મૂડમાં આવી ગયા અને ભક્તની પરીક્ષા કરવા પૂછ્યું કે આ ભોજન તું મને કુપથ્ય માનીને ધરાવે છે કે સુપથ્ય માનીને? ભક્તનો જવાબ હતો મારા માટે તો તે પરહેજ(કુપથ્ય) જ છે, પ્રશંસા પચાવવી વિષ કરતા પણ વધારે અઘરું છે, પણ આપ તો પ્રશંસા પચાવી શકશો. હું જો બારોબાર પ્રશંસાનું ભોજન કરી લઇશ તો અહંકારની બીમારીથી ઘેરાઇ જઇશ.
સમજવાની વાત એ છે કે જો જીવનમાં વિજય અને સફળતા મળે તો પહેલા પ્રભુને પીરસવામાં આવે, ત્યારબાદ જે પ્રસાદી આપણને મળે છે તેમાંથી અહંકારની સંભાવના સમાપ્ત થઇ જાય છે. અહીં એ પણ સમજી લેવું કે આપણે ત્યાં પ્રસાદીના કેટલાક કાયદા છે. સહુ પ્રથમ ભગવાનને ચઢાવવી, પછી લોકોને વહેંચવી, બાદમાં પોતે ગ્રહણ કરવી. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યુ છે કે પ્રસાદના કિસ્સામાં હાથમાં જેટલો બચી જાય તેને જ પોતાનો હિસ્સો માનવો. ભોજનના સંદર્ભમાં આ અઘરું લાગી શકે પણ પ્રશંસાના ભોજનમાં ભોગ લગાવીને, પ્રસાદ બનાવી, વહેંચી બાદમાં પોતે ગ્રહણ કરવો.
શું આપની કુંડળીમાં છે આવો ધનયોગ?........
ધનના કારક ગ્રહ સૂર્ય અને ગુરુ હોય છે. આ માટે સીધો નિયમ છે કે જન્મકુંડળીમાં જ્યારે સૂર્ય અને ગુરુ ઉચ્ચના હોય અને સારા ભાવમાં બેઠેલા હોય તો તે વ્યક્તિને ધનવાન બનાવે છે.
આ સંસારમાં કેટલાક અપવાદોને છોડીને દરેક વ્યક્તિ ધનવાન બનવા ઇચ્છે છે. ધન વ્યક્તિને સુખ, આનંદ, સુવિધા અને સામાજિક સુરક્ષા આપે છે. આજે વિશ્વમાં ધનવાન લોકોની સંખ્યા એટલી ઓછી છે કે તેમની સુચિ બનાવવી સરળ છે. આની સરખામણીમાં ગરીબ લોકોની સંખ્યા વધારે છે. તો કેટલાક લોકોની આવક એટલી છે કે તે સમાજમાં સન્માનિત અને આદર્શ જિંદગી જીવી શકે છે. પણ ત્રણેય વર્ગોને જુઓ તો માલુમ પડશે કે દરેકમાં એક સમાનરુપે ધન મેળવવાની ઇચ્છા હોય છે.
ધન અને આવકના આધાર પર લોકોને અલગ-અલગ શ્રેણીમાં વહેંચી શકાય છે- અતિધનિક, ઉચ્ચ મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ અને એકદમ ગરીબ. આ અંતર જોઇને વિચાર આવશે કે જ્યારે બધાજ માનવો સમાન છે ત્યારે આવો ભેદ શા માટે!
એવું પણ નથી કે કોઇ વ્યક્તિ ધન મેળવવાનો પૂરો પ્રયત્ન નથી કરતી. જ્યાં સુધી પૈસા કમાવાની વાત છે, દરેક વ્યક્તિ ઇચ્છાનુસાર કાર્ય કરવા માટે સ્વતંત્ર છે. આ જ કારણ છે કે કોઇ વ્યક્તિ ઈમાનદારીથી ધન પ્રાપ્ત કરવા ઇચ્છે છે અને કોઇ વ્યક્તિ ધન મેળવવા માટે અપરાધનો માર્ગ અપનાવે છે. ધન કમાવવાના પ્રકારોની પસંદગી પાછળ વ્યક્તિ-વ્યક્તિની માનસિકતા અલગ હોય છે. આ અલગ માનસિકતાને જ્યોતિષ વિજ્ઞાનની દ્રષ્ટિથી જાણી શકાય છે.વ્યક્તિની જન્મકુંડળીમાં બનતા ગ્રહયોગ દ્વારા તેની ભૂતકાળ અને ભવિષ્યની આર્થિક પરિસ્થિતિનો તાગ મેળવી શકાય છે.
ધનયોગ માટે જન્મકુંડળીનો દ્વિતિય, છઠ્ઠો અને દસમો ભાવ મહત્વપૂર્ણ હોય છે. તેની સાથે 7મા અને 11મા ભાવના ગ્રહયોગ પણ જોવામાં આવે છે. જન્મકુંડળીમાં બીજો ભાવ પોતાની જાતે કમાયેલું ધન, છઠ્ઠો ભાવ ઋણ કરીને મેળવેલું ધન અને દસમો ભાવ નોકરી કે રોજગાર દ્વારા કમાયેલા ધનનો નિર્ધારક હોય છે.
ધનના કારક ગ્રહ સૂર્ય અને ગુરુ હોય છે. આ માટે સીધો નિયમ છે કે જન્મકુંડળીમાં જ્યારે સૂર્ય અને ગુરુ ઉચ્ચના હોય અને સારા ભાવમાં બેઠેલા હોય તો તે વ્યક્તિને ધનવાન બનાવે છે.
આ પ્રકારે સૂર્ય અને ગુરુની ઉપસ્થિતિના આધારે જો દ્વિતિય ભાવના ગ્રહયોગની સ્થિતિ મજબૂત હોય ત્યારે પૈતૃક સંપત્તિ કે રોકાણ દ્વારા ધન પ્રાપ્ત થાય છે.
જ્યારે છઠ્ઠો ભાવ બીજા અને દસમા ભાવની સરખામણીમાં મજબૂત હોય છે ત્યારે વ્યાજ દ્વારા ધનની પ્રાપ્તિ થાય છે.
જો દસમો ભાવ દ્વિતિય અને છઠ્ઠા ભાવથી મજબૂત હોય તો વ્યક્તિને અનેક સ્ત્રોતોમાંથી ધન પ્રાપ્તિ થાય છે.
જ્યારે બારમો ભાવ મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિ ઉધારમાં લીધેલું ધન ચૂકવી શકતી નથી. દેવાદાર બની જાય છે.
ધનયોગ માટે એક મહત્વપૂર્ણ નિયમ છે કે સૂર્યનો શત્રુગ્રહ શનિ બીજા ભાવમાં બેઠેલો નથી હોતો, તેની સામાન્ય દ્રષ્ટિ પણ નથી પડતી. આ સાથે જ લગ્નના દ્વિતિય ભાવ અને ચંદ્રની સાથે તેનો યોગ બનતો નથી.
દ્રષ્ટિકોણ બદલો, દ્રષ્ટિ આપોઆપ બદલાઇ જશે....
માણસની ખુબીઓ, તેની ક્ષમતાઓને જાતિ-પાતિ, દેશ, કાળ, પરિસ્થિતિ અનુસાર ખુલ્લા મનથી સ્વીકારવી જોઇએ.
માનવીય વ્યવહાર છે કે આપણે જેના વિશે જે સાંભળીએ છીએ, તેના માટે તે મુજબ જ આપણું માનસ તૈયાર કરી લઇએ છીએ. કોઇના વિશે ખરાબ સાંભળ્યું હોય તો આપણે હંમેશા તેની અંદર ભૂલો શોધ્યા કરીશું. પોતાની દ્રષ્ટિ બદલો, સારું જોવાનો પ્રયાસ પણ કરો, આપને તે મનુષ્યના સારા કર્મો-સારા ગુણો પણ દેખાશે.
પોતાની ઉપલબ્ધિઓની પાછળ ઉપયોગમાં લીધેલા સાધનોની શુદ્ધતા પ્રત્યે અત્યંત સાવધાન રહો. આપના દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોની નિયત પરિણામ ઉપર અસર કરશે. શહેનશાહ અકબરના ગુણ ગાતા સ્વામી રામતીર્થ કહેતા હતા અકબર અબ્દુલ ફઝલ, પોર્ટુગીસના પાદરી, મોટા-મોટા હિન્દુ પંડિતોના દિલમાં રાજ કરતા હતા. આ તમામની નજરમાં અકબર એક આધ્યાત્મિક માણસ હતા. અકબરની દિનચર્યા હતી નમાઝ, રોઝા તસબીહ(માળા), તોબા(પશ્વાતાપ) અને ઇસ્તગફાર(ક્ષમા પ્રાર્થના).
વાસ્તવમાં રામતીર્થ જે તરફ ઇશારો કરી રહ્યા હતા તે આપણા કામની જ વાત છે. અકબરને જીવનમાં સતત સફળતા પ્રાપ્ત થતી રહી. એકલતામાં અકબરને ખ્યાલ આવતો હતો કે ધન મારો સેવક, વૈભવ અને અનુચર બની ગયું છે. આખરે આટલી તાકાત મારા હૃદયમાં ક્યાંથી આવે છે, કોણ આપે છે?
આ માટે જ સૂફી સંતોની સંગત તેમને પસંદ હતી. તેમની આવી સફળતા ઉપર રામતીર્થની ટીપ્પણી હતી કે શું ભોગવિલાસ અને કામયાબી એક સાથે ટકી શકે છે! રામતીર્થનો સંકેત છે કે સફળ મનુષ્યના જીવનનો શુભ પક્ષ જોવામાં આવે તો આપણે પણ આપણા સફળ થવાના ઇરાદા મજબૂત બનાવી શકીએ છીએ. દરેક રાજાની આલોચના કરી શકાય છે અને કરવામાં આવી પણ છે. અકબરની આસપાસ પણ આરોપો ઘેરાયેલા રહેતા હતા. રામતીર્થ અકબરના નામે કહી ગયા કે યોગ્યતા અને સફળતાને માત્ર આલોચનાઓ દ્વારા ન પારખશો. માણસની ખુબીઓ, તેની ક્ષમતાઓને જાતિ-પાતિ, દેશ, કાળ, પરિસ્થિતિ અનુસાર ખુલ્લા મનથી સ્વીકારવી જોઇએ.
સફળતા માટે આવશ્યક છે ઉત્તમ સ્વાસ્થ્ય ....
શુદ્ધ ભોજન સ્વચ્છ વાતાવરણમાં સારા ભાવ સાથે કરવામાં આવે તો શરીર પર અનુકૂળ અસર કરે છે અને પરિણામ રુપે હનુમાનજી જેવું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
ભાગમભાગ વાળી દિનચર્યામાં સહુથી વધારે ચિંતા જો કોઇની થાય તો તે છે તબિયત. હરીફાઈના જમાનામાં આગળ વધવાની ઘેલછા પાછળ આપણે આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખવાનું ચૂકી જઇએ છીએ. અનિયમિત દિનચર્યા અને અનિયમિત આહાર લગભગ દર બીજા યુવાની ચિંતા છે. સ્વાસ્થ્યને સારું રાખવાની શીખ આપણે હનુમાનજી પાસેથી લેવી જોઇએ.
જો તેમના જીવનમાં ડોકિયું કરવામાં આવે તો સફળતા અને સ્વાસ્થ્ય બંનેનું મહત્વપૂર્ણ સૂત્ર આપણને મળશે. સતત કાર્યમાં ડૂબેલા રહેવું, પરિશ્વમની સાથે-સાથે આપણી પોતાની તબિયતનું ધ્યાન રાખવું એ પણ એક પ્રકારનો યોગ છે. સફળતા માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે. હનુમાનજીનું સ્વાસ્થ્ય આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. રામાયણના સુંદરકાંડમાં તેમના સ્વાસ્થ્યનું રહસ્ય લખવામાં આવ્યું છે. સીતાજીને મળ્યા બાદ જ્યારે તેમને ભૂખ લાગે છે ત્યારે તેઓ સીતામાતાને નિવેદન કરે છે અને સીતાજી તેમને કહે છે,
દેખી બુદ્ધિ બલ નિપુન કપિ કહેઉ જાનકીં જાહુ.
રઘુપતિ ચરણ હૃદયં ધરિ તાત મધુર ફલ ખાહુ.
હનુમાનજીને બુદ્ધિ અને બળ બંનેમાં નિપુણ જોઇને જાનકીજીએ કહ્યું જાઓ તાત શ્રી રઘુનાથજીને હૃદયમાં વસાવી મીઠા ફળ આરોગો. અને હનુમાનજીએ ફળ ગ્રહણ કર્યા.
અહીં સંદેશ એ છે કે મનુષ્યે ફળાહારી કે શાકાહારી બનવું જોઇએ. શાકાહાર શરીરને સ્વસ્થ રાખે છે અને શ્રીરામને હૃદયમાં રાખીને ફળ આરોગવાનો અર્થ એ છે કે શુદ્ધ સ્વસ્થતા સાથે ભોજન કરવું.
શુદ્ધ ભોજન સ્વચ્છ વાતાવરણમાં સારા ભાવ સાથે કરવામાં આવે તો શરીર પર અનુકૂળ અસર કરે છે અને પરિણામ રુપે હનુમાનજી જેવું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. મહાભારતના સમયે જ્યારે પાંડવો પોતાનો વનવાસ ગાળી રહ્યા હતા ત્યારે ભીમ દ્રૌપદી માટે ફૂલ લાવવાના ઉદ્દેશ સાથે વનમાં પ્રવેશ કરે છે. તેમને કેળાનો બગીચો દેખાય છે. ભીમની ગર્જના સાંભળી જંગલના પશુ-પક્ષીઓ ભાગી જાય છે. આ વનમાં હનુમાનજી પણ રહેતા હતા. તેઓ માર્ગમાં વિશ્રામ કરી રહ્યા હતા. ભીમે તેમને ઓળખ્યા નહીં અને તેમની સામે પડ્યા . એટલું જ નહીં આગળ જવાનો માર્ગ પૂછવા લાગ્યા. હનુમાનજીએ તેને કહ્યું કે જો આપ ઇચ્છો તો મારી પૂંછડી દૂર કરી શકો છો. ભીમને અહંકાર હતો, તેણે હનુમાનની પૂંછડી દૂર કરવાનો પ્રયાસ કર્યો પણ તે સહેજ પણ હલી નહીં. ભીમે જ્યારે હનુમાનજીનો પરિચય પૂછ્યો ત્યારે હનુમાનજીએ પોતાનું નામ જણાવ્યું. ભીમનો અહંકાર દૂર થયો. એક યુગ વિત્યો હોવા છતાં હનુમાનજીનું સ્વાસ્થ્ય જેમનું તેમ હતું.
...તો સફળતા સુધી પહોંચવામાં સરળતા રહેશે....
આજની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે કંઇક પાછળ મૂકતા જઇએ છીએ. કંઇક છે જે આપણાથી દૂર જઇ રહ્યું છે. ભોતિક સફળતા અને સંસાધન જેટલા નજીક આવી રહ્યા છે, માનસિક સુખ અને શાંતિ એટલા જ દૂર જઇ રહ્યા છે. કુટુંબ પણ વિખરાઇ રહ્યું છે અને માણસને લગભગ નીચોવી નાખનારી જીવનશૈલીમાં આપણા માટે અનેક ખતરા ઊભા થઇ ગયા છે.
હવે લગભગ એ માની લેવામાં આવ્યું છે કે જે 10થી 15 કલાક કાર્ય કરવાની તૈયારી બતાવશે તે જ સફળ થશે. મોટા શહેરોમાં તો કામના આ કલાકોમાં સતત વધારો થઇ રહ્યો છે. કાર્યનું દબાણ અને તણાવ એટલી હદ સુધી વધી જાય છે કે ઊંઘ સ્વપ્ન અને ઘર ધર્મશાળા બની જાય છે. આવવું અને જવુંની જિંદગી વચ્ચે ઘર ઉપેક્ષિત બની ગયું છે. આ બધામાં એક મોટો ખતરો જોવા મળી રહ્યો છે કે યુવા પેઢી અત્યારે સમય-કલાકોને મુઠ્ઠીમાં દબાવીને પોતાની બંધ મુઠ્ઠીને ઊર્જા ઉત્સાહનો પ્રતીક બનાવી બંધ રાખી રહી છે તે જો પોતાની જીવનશૈલી ન બદલે તો તેને સામુહિક આત્મહત્યાની તૈયારી માની લેવી જોઇએ.
40 વર્ષ સુધી કાર્ય કરનારા લોકો પોતાના શરીરને 20 વર્ષમાં જ સમાપ્ત કરી લેશે. ઢળતી ઉંમરના જે પડાવ પર શરીરને જે રીતે આરામ આપવો જોઇએ તે સમયે શરીર બીમારીઓનું ઘર બની બેસશે. પણ વ્યાવસાયિકતાના આ યુગમાં જો અત્યંત કામ કરવું હોય તો તેનો એક જ તોડ છે, જીવનશૈલીને આધ્યાત્મિક બનાવી દો. આધ્યાત્મમાં શરીરને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાધનામાં તો સૌ પ્રથમ શરીર જ સહાયક હોય છે. શરીર ત્યારે બાધક બને છે જ્યારે તેને સઘળું માની લેવામાં આવે છે અને મન બ્રિજના રુપમાં શરીરને આત્મા સાથે ચોંટાડી દે છે. અહીંથી જ બીમારી અને અશાંતિનો જન્મ થાય છે.
મહાવીર સ્વામીએ કહ્યું છે આરુહવિ અંતરપ્પા, બહિરપ્પા છંહિઉણ તિવિહેણ | ઝાઇજ્જઇ પરમપ્પા, ઉપઇટઠં જિણવરિંહેહિં || અર્થાત્ તન, મન, વચન, કાયામાંથી બાહ્ય આત્માને છોડીને અંતરાત્મામાં આરોહણ કરી પરમાત્માનું ધ્યાન ધરો. સંક્ષિપ્તમાં તેનો અર્થ એ છે કે શરીરને અંદર ઉતારવામાં આવે અને મન: સ્થિતિ અનુસાર શરીર દ્વારા બહારથી કાર્ય કરાવવામાં આવે. આ પ્રક્રિયાનું નામ ધ્યાન છે અને દરેક ધર્મએ ધ્યાનને માન્યતા આપી છે. કારણ કે ધ્યાન વગર માત્ર શરીરની મદદ દ્વારા કરવામાં આવેલી યાત્રા એક દિવસ અસફળતામાં બદલાઇ જશે.
કર્મનો મહિમા અને સુખ-દુખ.....
જૂની સર્વવિદિત કહેવત છે જેસી કરની, વેસી ભરની અર્થાત્ જેવું કરો, તેવું ભરો. આ વાત ભગવાન મહાવીરે કહી છે. કોઇ સાવ સામાન્ય મહેનત કરીને પણ વધારે સફળતા મેળવી જાય છે તો કોઇ અત્યંત મહેનત કરીને પણ અસફળતા મેળવે છે. ભારતીય સંસ્કૃતિમાં આ બધું પૂર્વે કરેલા કાર્યો પર આધારિત છે. ભગવાન મહાવીરે મનુષ્ય જીવનમાં સુખ-દુખ કેમ? આ રહસ્યની શોધ કરી અને તપના બળ પર તેમને એ જ્ઞાન થયું કે આપણે પોતે જ સુખ અને દુખનું કારણ છીએ. કોઇ અન્ય આપણને સુખી કે દુખી નથી કરી શકતું. તેમ છતાં જો કોઇ આપણું ખરાબ કરે છે, તે એ વ્યક્તિના ખરાબ કર્મોમાં ગણના પામે છે. પણ તેની સફળતા આપણા ખરાબ કર્મોનું ફળ નથી.
બ્રહ્મચારી માટે કંઇ પણ અશક્ય નથી ....
જ્યાં ઇન્દ્રિયોનું સુખ થોડી જ ક્ષણોમાં નષ્ટ થઇ જાય છે ત્યાં બ્રહ્માનંદ સ્થાયી અને ચિર બનીને રહે છે.
બ્રહ્મચર્ય એક એવો અદભૂત શબ્દ છે જેનાથી ભાગ્યે જ કોઇ અપરિચિત હશે. બ્રહ્મચર્યના વાસ્તવિક અને પૂર્ણ મહત્વને સમજાવવું દુનિયાની કોઇપણ જ્ઞાત કે અજ્ઞાત ભાષામાં સંભવ નથી. બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મની સાથે રહેવું કે બ્રહ્મને અનુકૂળ આચરણ કરવું. માટે જે ક્ષમતાઓ બ્રહ્મ પાસે હોય છે તે જ બ્રહ્મચારીમાં પણ વિકસિત થવા લાગે છે. બ્રહ્મચારી તે છે જે મન, વચન અને કર્મથી પૂર્ણ પવિત્રતા અને શુચિતાનું આચરણ કરે છે. બ્રહ્મચારી તમામ સંસારિક સુખોમાંથી વિરક્ત થઇને બ્રહ્માનંદમાં વિચરણ કરે છે. ઇન્દ્રિય સુખોમાં સંભોગ સુખને સર્વોપરિ માનવામાં આવ્યું છે પણ બ્રહ્માનંદ સંભોગ સુખ કરતા અનેક ગણો વધારે આનંદ દાયક હોય છે. જ્યાં ઇન્દ્રિયોનું સુખ થોડી જ ક્ષણોમાં નષ્ટ થઇ જાય છે ત્યાં બ્રહ્માનંદ સ્થાયી અને ચિર બનીને રહે છે.
ધનવાન બનવાના ગુપ્ત રહસ્યો.....
જો કોઇ પોતાની જ કથામાં દર્શક બનીને બેસી જાય તો કથાને રોકવા સિવાય અન્ય માર્ગ પણ શું હોય!
નિર્ધનતાના વિષયમાં કોઇ મહાપુરુષે ઉત્તમ વાત કહી છે. તેઓ લખે છે, “નિર્ધનતાને કારણે મનુષ્યને શરમ અનુભવવી પડે છે, શરમ હોય ત્યાંથી પરાક્રમ નષ્ટ થાય છે, પરાક્રમ નષ્ટ થવાથી અપમાન થાય છે, અપમાનને કારણે દુખ સહન કરવું પડે છે, દુખને લીધે શોક થાય છે, શોકથી બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ ન હોવાથી મનુષ્યનો નાશ થઇ જાય છે. સાચી વાત છે કે નિર્ધનતા તમામ મુશ્કેલીઓનું કારણ છે.” આ વાંચીને કોઇ વિચારશે કે કોઇ જાણી જોઇને થોડી નિર્ધન રહે છે, આ તો બધી નસીબની વાત છે. માનીએ કે નસીબ જેવી પણ કોઇ વસ્તુ હોય છે, પણ ખરાબ નસીબ પણ તેનું જ બદલાઇ શકે જે કંઇ પ્રયાસ કરે. જ્યારે કોઇ માણસ પોતે જ પ્રયાસ નહીં કરે તો તેના ખરાબ નસીબને બદલવાની કોઇની તાકાત નથી. જો કોઇ પોતાની જ કથામાં દર્શક બનીને બેસી જાય તો કથાને રોકવા સિવાય અન્ય માર્ગ પણ શું હોય!
શાસ્ત્ર શું કહે છે: ભારતીય ધર્મ અધ્યાત્મમાં મનુષ્ય જીવનના કુલ ચાર જમા પુરુષાર્થોમાં ‘અર્થ’ એટલે કે ધનનો સમાવેશ કરી તેની મહત્તા અને ઉપયોગિતાને પ્રમાણિત કરવામાં આવી છે. તેમાં ધનનું મૂલ્ય જ નથી દર્શાવ્યું તેને મેળવવાના સફળ માર્ગો પણ દર્શાવ્યા છે. જે આ પ્રમાણે છે.
‘ઉદ્યોગિનંપુરુષસિંહમુપૈતિ લક્ષ્મી’
એટલે કે લક્ષ્મી ઉદ્યોગી સિંહ પુરુષોને જ પ્રાપ્ય બને છે. ભાગ્યના નામે રોદણા રોવા વાળા લોકો ધનથી દૂર રહે છે. ધન તે જ મેળવી શકે છે જેઓ સાહસી, પરિશ્રમી, ઉદ્યમી હોય અને પોતાના કાર્યોને ઈશ્વરની દેન સમજતા હોય.
ધન આવે ત્યારે મનને સંભાળી લેવું............
આજકાલ ધન કમાવવું સરળ છે પણ તેનું સાચું રોકાણ મુશ્કેલ છે. મોટાભાગના લોકોની સાથે બને છે એવું કે તેઓ ધન તો પુષ્કળ કમાય છે પણ તેનું યોગ્ય રોકાણ નથી કરી શકતા. પરિણામે તેઓ ફરીથી ધન ગુમાવી દે છે. જ્યારે ધન આવે ત્યારે મન-બુદ્ધિને જાગૃત કરી લો. નહીં તો આપનો પુરુષાર્થ નિષ્ફળ નીવડશે.
ધન કમાવવામાં જેટલી અક્કલ લાગે છે તેનાથી વધારે મગજ દોડાવવાની આવશ્યકતા હોય છે તેના રોકાણ અને બચત પાછળ. એવું માનવામાં આવે છે કે ધનના વ્યવહારિક પક્ષમાં તો આજકાલ બધા સમજદાર થઇ ગયા છે. હવે તો એવું માનવામાં આવે છે કે બાળક જન્મે છે ત્યારથી જ તેનામાં ધન-દૌલતની સમજ આવી જાય છે. પણ જો ધનના આધ્યાત્મિક પક્ષ વિશે તેને સમજાવવામાં નહીં આવે તો તે ધન સુખ કરતા વધારે દુખનું કારણ બની જશે.
અમીરી અને પૈસા પોતાની સાથે પ્રદર્શન અને દેખાડાની ટેવ લઇને આવે છે. અહીંથી જ જીવનમાં આળસ અને વ્યયનો આરંભ થઇ જાય છે. દુર્વ્યસન દૂર રહીને આ બંને બાબતોની પ્રતિક્ષા કરી રહ્યું હોય છે, કે ક્યારે માણસ આળસ, વ્યયના ઘરેણા પહેરે અને આપણે તેની અંદર પ્રવેશ કરી લઇએ. જ્યારે જીવનમાં બહારથી ધન આવી રહ્યું હોય ત્યારે સમયસર આપણે અંદરના ઘનને ઓળખી લેવું જોઇએ. જ્યારે આપણે ધનની બાહ્ય વ્યવસ્થા કરી રહ્યા હોઇએ ત્યારે મનની અંદરની વ્યવસ્થાઓ માટે પણ સજાગ રહેવું જોઇએ.