ડેનેસ સરકારે આજે એવો ખુલાસો કર્યો હતો કે મોટાભાગના સેક્સ ટોય કેમિકલયુક્ત હોય છે, જેના ઉપયોગથી લાંબાગાળે નુકસાન થાય છે. જેના પગલે સરકારે સેક્સ ટોય બનાવતી કંપનીઓ સામે પગલાં લેવાની ઝુંબેશ ચલાવી છે.
ડેનિસ સરકાનું કહેવું છે કે મોટાભાગના પ્લાસ્ટિકના લિંગ અને બીજા અન્ય સેક્સ ટોયને નમણા અને નાજુક બનાવવા માટે વિશિષ્ટ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખુબ જ નુકસાનકારક હોય છે. આ અંગે સંસદમાં પર્યાવરણમંત્રી કેરિન એલમેને જણાવ્યું હતું આના ઉપયોગ બાદ તે સરળતાથી નષ્ટ થાય તેમ નથી. જેનાથી પર્યાવરણમાં અસમતુલા ઉભી થાય છે.
ડેનિસ એસોસીએશન સેક્સ એન્ડ સોસાયટી તેમજ બીજા અન્ય ગ્રુપ દ્વારા પણ સેક્સ ટોયમાં કેમિકલનો ઉપયોગ કરવા સામે પગલા લેવાની માંગ કરવામાં આવી ચૂકી છે. ખાસ કરીને પ્લાસ્ટીસાઈઝર સેક્સ ટોયમાં કેમિકલના ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની માંગ થઈ રહી છે.
ડેનિસ સરકારે તેની ઓનલાઈન ગ્રીનટીપ્સમાં જણાવ્યું છે કે સગર્ભા સ્ત્રીઓએ આવા સેક્સ ટોયનો ઉપયોગ ન કરે. જેનાથી તેમના બાળકને આડ અસર થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આવા પ્રકારના ડિલ્ડોસના ઉપયોગથી સામાન્ય રીતે સ્વાસ્થ્યને નુકસાન નથી કરતા, પરંતુ તેના લાંબા ગાળાના ઉપયોગથી તેમા રહેલા કેમિકલ કેંસર જેવી બિમારી નોતરી શકે છે.
No comments:
Post a Comment