ફેસબુક, ટિ્વટર અને ફ્લિકર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટનો ઉપયોગ કરવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સૌથી આગળ છે. અમેરિકાના અધિકારીઓ કૂટનીતિને આગળ વધારવામાં આ વેબસાઈટોને ઉપયોગી માને છે.
આ અધિકારીઓ આ વેબસાઈટો પર દિવસ-રાત ટ્વિટ કરતા રહે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા પી.જે.ક્રોલેએ જણાવ્યું કે, સમાજનો એક મોટા વર્ગ સુધી પહોંચવા અને સરકારની નીતિઓ પર તેમનો અભિપ્રાય જાણવા માટે આ વેબસાઈટો ઘણી ઉપયોગી છે.
આ સાઈટો પર ક્રોલેના બે હજાર ફોલોવર છે. તેમણે જણાવ્યું કે, અમેરિકાની સરકારની નીતિઓથી લોકોને માહિતગાર કરવાની સાથે-સાથે ભાવિ પડકારોનો સામનો કરવામાં પણ આ સાઈટો અસરકારક છે.
No comments:
Post a Comment