Friday, May 7, 2010

ફેશન જગતમાં કોને મળી શકે સફળતા ?...

જાતકની કુંડળીમાં શુક્ર શનિની યુતિ હોય તેને ફેશન જગતમાં સારું સ્થાન પ્રાપ્ત થાય છે. જે જાતકોનો શુક્ર સહુથી પ્રબળ હોય તે તો ટોચ પર પહોંચી શકે છે



success in fashion worldવર્તમાન સમયમાં ફેશન વિશ્વ સહુને આકર્ષનારો પ્રોફેશન બની ગયો છે. અનેક લોકો આ ક્ષેત્રમાં પ્રયાસ કરે છે. પણ સફળતા કોઇ-કોઇને જ મળે છે. ફેશનમાં સફળતા મેળવવા માટે શુક્ર ગ્રહ પ્રબળ હોવો જરુરી છે. શુક્ર અર્થાત્ જ્યોતિર્મંડળનો ચમકતો સિતારો. જેના જન્માક્ષરમાં શુક્ર તુલારાશિ યુક્ત, મીનરાશિ યુક્ત ઉચ્ચનો કે વૃષભરાશિ યુક્ત હોય તો ફેશન જગતમાં આવી વ્યક્તિ એક વિશેષ સ્થાન પ્રાપ્ત કરે છે. શુક્રની મહાદશામાં શુક્ર સહુથી વધુ અસરકારક હોય છે. શુક્ર માન-સન્માન, વૈભવ બધુ જ અપાવે છે.



જે જાતકની કુંડળીમાં શુક્ર શનિની યુતિ હોય તેને ફેશન જગતમાં સારું સ્થાન પ્રાપ્ત થાય છે. જે જાતકોનો શુક્ર સહુથી પ્રબળ હોય તે તો ટોચ પર પહોંચી શકે છે પણ જેનો શુક્ર નબળો હોય તે કેવી રીતે સફળતા મેળવી શકે ?



- મોટેભાગે સફળ વસ્ત્રો ધારણ કરવા.
- ચાંદીની ધાતુમાં હીરાનો નંગ પહેરવો.
- પોતાની સાથે કોઇ ચમકદાર વસ્ત્ર રાખવું.
- સફેદ મોજા પહેરવા.
- છોકરીઓ-મહિલાઓ સફેદ ચમકતા ચંપલ ધારણ કરે.
- સફેદ વાહનનો પ્રયોગ કરવો.


No comments: