હવે વિજ્ઞાન એ નિર્ણય પર પહોંચ્યું છે કે આ સમસ્ત સૃષ્ટિને કોઇ અજ્ઞાત શક્તિ સંચાલિત કરી રહી છે.
આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન પદાર્થના વિષયમાં શોધખોળ કરે છે અને આધ્યાત્મ ચેતનાના વિષયમાં. બંનેનું મહત્વ ઉપયોગિતા અને ઉપલબ્ધિઓમાં પોત-પોતાના સ્થાને અત્યંત મહત્વપૂર્ણ છે.
વિશ્વના એક સુવિખ્યાત વૈજ્ઞાનિકે ભવિષ્યવાણી કરી છે કે હવે પછીની શતાબ્દીમાં ધર્મને વિજ્ઞાનનું અને વિજ્ઞાનને ધર્મનું અભિન્ન અંગ અને સહયોગી માની લેવામાં આવશે. વિજ્ઞાન અને ધર્મના સમન્વયથી માનવીય પ્રગતિનો સંતુલિત આધાર બની શકશે.
આજે આપણે જોઇ શકીએ છીએ કે વિજ્ઞાનની જુદી-જુદી શાખાઓમાં નિષ્ણાત મૂર્ધન્ય વૈજ્ઞાનિક પણ ભારતીય આધ્યાત્મના ક્ષેત્રમાં વર્ણિત ઋષિ-સિદ્ધિઓના આધાર શોધવા પાછળ વ્યસ્ત છે. પ્રયાસને અનુરુપ સફળતા પણ મળી રહી છે. અને આધ્યાત્મિક શક્તિઓને વિજ્ઞાન સમાન માનવામાં આવી રહી છે. હવે વિજ્ઞાન એ નિર્ણય પર પહોંચ્યું છે કે આ સમસ્ત સૃષ્ટિને કોઇ અજ્ઞાત શક્તિ સંચાલિત કરી રહી છે. હવે વિજ્ઞાનનો જડ પદાર્થો તરફનો લગાવ સમાપ્ત થઇ રહ્યો છે. ચેતના, મન, આત્માનું અસ્તિત્વ સાચું માનવામાં આવી રહ્યું છે. ચેતન સત્તા જ જડ જગતની ઉત્પત્તિનું મૂળ કારણ છે.
No comments:
Post a Comment