શ્રીરામના મતે સંસારમાં ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે.ધર્મમાં જ સત્યની પ્રતિષ્ઠા સમાયેલી છે. ધર્મનું પાલન કરનારે માતા-પિતા, બ્રાહ્મણ અને ગુરુના વચનોનું પાલન કરવું જોઇએ.
વિખ્યાત મહર્ષિ વાલ્મીકિ દ્વારા રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના મહાન ચરિત્રનું મનમોહિત વર્ણન કરવામાં આવ્યું છે. આ મહાન પુસ્તક ‘વાલ્મીકિ રામાયણ’ના નામે પ્રખ્યાત છે. વિશ્વને સદાચાર અને મર્યાદાના પાઠ ભણાવતી શ્રીરામ કથા મનુષ્ય જાત માટે આદર્શ સંવિધાન સમાન છે. વાલ્મીકિ રામાયણમાં (3/37/13) ભગવાન શ્રીરામને ધર્મની જીવંત પ્રતિમા કહેવામાં આવ્યા છે. શ્રીરામ ક્યારેય ધર્મને નથી છોડતા અને ધર્મ ક્યારેય તેમનાથી છૂટો નથી પડતો. (યુદ્ધ કાંડ 28/19)
શ્રીરામના મતે સંસારમાં ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે.ધર્મમાં જ સત્યની પ્રતિષ્ઠા સમાયેલી છે. ધર્મનું પાલન કરનારે માતા-પિતા, બ્રાહ્મણ અને ગુરુના વચનોનું પાલન કરવું જોઇએ.
યથા: યસ્મિસ્તુ સર્વે સ્વરસંનિવિષ્ટા ધર્મો, યત: સ્યાત્ તદુપક્રમેત|
દ્રેષ્યો ભવત્યર્થપરો હિ લોકે, કામાત્મતા ખલ્વપિ ન પ્રશસ્તા||
કહેવાનો અર્થ એ છે કે જે કર્મમાં ધર્મ જેવા પુરુષાર્થોનો સમાવેશ નથી, તે ન કરવું જોઇએ. જેના દ્વારા ધર્મ સિદ્ધ થાય તે જ કાર્ય કરવું જોઇએ. જે વ્યક્તિ માત્ર ધન પ્રાપ્તિ માટે કામ કરે છે, તે સંસારમાં દ્વેષને પાત્ર બને છે. એટલે કે તેના સ્વજનો જ તેની ઇર્ષા કરે છે. ધર્મની વિરુદ્ધમાં કાર્ય કરવું નિંદનીય છે. શ્રીરામ ધર્મનું પવિત્ર પાલન માત્ર આ જન્મ માટે જ નહીં ભવિષ્ય માટે પણ જરૂરી સમજે છે. વનમાં જતા પહેલા તેઓ માતા કૌશલ્યાને કહે છે કે આ શારીરિક જીવન અનંતકાળ સુધી ટકવાનું નથી. માટે જ અધર્મના માધ્યમથી હું આ તુચ્છ પૃથ્વીનું રાજ્ય લેવા માંગતો નથી.
દેવી સીતા પણ ધર્મના પાલનને આવશ્યક ગણીને જણાવે છે -
ધર્માદર્થ: પ્રભવતિ ધર્માત્ પ્રભવતે સુખમ્|
ધર્મેણ લભતે સર્વ ધર્મસારમિંદ જગત્||(વાલ્મીકિ રામાયણ 3/9/30)
દેવી સીતાના કહેવાનો અર્થ એ છે કે ધર્મમાંથી અર્થ પ્રાપ્ત થાય છે અને ધર્મ દ્વારા જ સુખની પ્રાપ્તિ થાય છે. ધર્મથી જ મનુષ્ય સર્વસ્વ પ્રાપ્ત કરે છે. આ સંસારનો સાર ધર્મ જ છે. આ વાત દેવી સીતાએ એ સમયે જણાવી જ્યારે શ્રીરામ વનમાં મુનિવેશ ધારણ કર્યા બાદ પણ સાથે શસ્ત્ર રાખવા ઈચ્છતા હતા. વાલ્મીકિ રામાયણમાં દેવી સીતાના માધ્યમથી પુત્રી ધર્મ, પત્ની ધર્મ અને માતા ધર્મ કેવો હોવો જોઇએ તેની ઓળખ ઊભી થાય છે. માટે જ દેવી સીતા ભારતીય નારીનું આદર્શ સ્વરુપ છે.
No comments:
Post a Comment