આપણે પોતે જ સુખ અને દુખનું કારણ છીએ. કોઇ અન્ય આપણને સુખી કે દુખી નથી કરી શકતું.
જૂની સર્વવિદિત કહેવત છે જેસી કરની, વેસી ભરની અર્થાત્ જેવું કરો, તેવું ભરો. આ વાત ભગવાન મહાવીરે કહી છે. કોઇ સાવ સામાન્ય મહેનત કરીને પણ વધારે સફળતા મેળવી જાય છે તો કોઇ અત્યંત મહેનત કરીને પણ અસફળતા મેળવે છે. ભારતીય સંસ્કૃતિમાં આ બધું પૂર્વે કરેલા કાર્યો પર આધારિત છે. ભગવાન મહાવીરે મનુષ્ય જીવનમાં સુખ-દુખ કેમ? આ રહસ્યની શોધ કરી અને તપના બળ પર તેમને એ જ્ઞાન થયું કે આપણે પોતે જ સુખ અને દુખનું કારણ છીએ. કોઇ અન્ય આપણને સુખી કે દુખી નથી કરી શકતું. તેમ છતાં જો કોઇ આપણું ખરાબ કરે છે, તે એ વ્યક્તિના ખરાબ કર્મોમાં ગણના પામે છે. પણ તેની સફળતા આપણા ખરાબ કર્મોનું ફળ નથી.
No comments:
Post a Comment