જે ઘરમાં એકાક્ષી નારિયેળની પૂજા થાય છે ત્યાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે.
લક્ષ્મીની પ્રસન્નતા માટે દિવાળીની રાત્રે કરવાના કેટલાક પ્રચલિત ઉપાયો -
- ઘરમાં બેઠેલી લક્ષ્મી અને વેપારના સ્થળ પર ઊભેલી લક્ષ્મીની પ્રતિમા સ્થાપવી જોઇએ.
- આ દિવસે શ્રીયંત્રની સ્થાપના કરી શેરડીનો રસ અને દાડમના રસનો અભિષેક કરી મંત્રોના જાપ કરવા જોઇએ.
- લક્ષ્મીજીને શેરડી, દાડમ, સીતાફળ ચોક્કસ ચઢાવવા.
- આ દિવસે પૂજા સ્થળ પર એકાક્ષી નારિયેળની સ્થાપના કરવી. તેને સાક્ષાત લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે. જે ઘરમાં એકાક્ષી નારિયેળની પૂજા થાય છે ત્યાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે.
- દિવાળીના દિવસે સવારે સાત દાડમ અને નવ સીતાફળનું દાન કરવું.
- દિવાળીના દિવસે શેરડીના વૃક્ષના પાયાને લાવીને લાલ કપડામાં બાંધીને લાલ ચંદન લગાવી ધન સ્થાન પર મૂકવું. તેનાથી ધનમાં વૃદ્ધિ થશે.
- દિવાળીની રાતે પીપળાના પાન પર દીવો પ્રગટાવી નદીમાં પધરાવી દેવો. આનાથી આર્થિક મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે.
No comments:
Post a Comment