જીઆરઈ અને જીમેટ બંને લગભગ સમાન જ છે. જે રીતે વિદેશમાં બી-સ્કૂલમાં એડમિશન મેળવવા માટે જીમેટ પાસ કરવાથી એડમિશન સિક્યોર કરી શકાય છે એ જ રીતે જીઆરઈ પાસ કરવાથી પણ કોઈ પણ ઈન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્કૂલમાં એડમિશન મેળવવામાં સરળતા રહે છે. જીમેટ અને જીઆરઆઈ વચ્ચે તફાવત એટલો જ છે કે કોઈ એક વિષય પર પસંદગી ઉતારી હોય તો આ પરીક્ષામાં તે વિષયને લઈને વિકલ્પો પણ આપવામાં આવેે છે, જેથી તે વિષય પર તમારું પ્રભુત્વ અને તેના વિશેની સમજની ખરાઈ થઈ શકે. જીઆરઈની પરીક્ષા ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન બોર્ડ વતીથી એજ્યુકેશન ટેસ્ટિંગ ર્સિવસ દ્વારા લેવામાં આવે છે. જનરલ જીઆરઈ એક્ઝામ સિવાય તેમાં વિદ્યાર્થીને જે કોર્સ કરવો હોય તેને લગતા વિષયો પણ વૈકલ્પિક પસંદગી તરીકે આપવામાં આવે છે. જેમાં ૧૨ જેટલા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. જો જીઆરઈની પરીક્ષા વિષયોની પસંદગીના આધારે આપવી હોય તો તે પ્રમાણે અરજી કરવાની રહે છે.
જીઆરઈના બે વર્ઝન છે.
જનરલ વર્ઝન અને સબજેક્ટ વર્ઝન
જનરલ વર્ઝન
જીઆરઈ જનરલ વર્ઝનમાં વર્બલ સેક્શન, જીઆરઈ મેથ્સ અને જીઆરઈ એસે એટલે કે નિબંધનો સમાવેશ થાય છે. જીઆરઈ વર્બલ અને જીઆરઈ મેથ્સ એટલે કે ગણિતમાં કુલ ગુણ ૨૦૦થી ૮૦૦ની વચ્ચે આપવામાં આવે છે. જ્યારે નિબંધ પ્રકારના પ્રશ્નમાં ૦થી ૬ની વચ્ચે માર્ક્સ ગણવામાં આવે છે.
સબ્જેક્ટ વર્ઝન
જો સબ્જેક્ટ વર્ઝનના આધારે પરીક્ષા આપી હોય તો કોલેજમાં જે તે વિષયોને લઈને સ્કોરની ગણતરી કરવામાં આવે છે. જીઆરઈની એક્ઝામ બે રીતે લેવામાં આવે છે.
પેપર બેઝ્ડ ટેસ્ટ
કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ
વર્બલ અને મેથ્સ સિવાય એનાલિસિસ સેક્શન બે ભાગમાં વહેંચાયેલો છે. પહેલા ભાગમાં કોઈ એક ટોપિક પર નિબંધ લખવાનો રહે છે, જેના માટે ૪૫ મિનિટનો સમયગાળો આપવામાં આવે છે. જ્યારે બીજા ભાગમાં કોઈ એક દલીલ પર વર્ણનાત્મક લખાણ લખવાનું રહે છે, જેના માટે ૩૦ મિનિટનો સમયગાળો આપવામાં આવે છે.
જીઆરઈ પરીક્ષા આપવા માટેના અમુક નિયમ નક્કી કરવામાં આવ્યા છે.
મહિનામાં એક જ વાર આ પરીક્ષા આપી શકાય છે અને વર્ષમાં કુલ પાંચ પ્રયત્નોમાં એપિયર થઈ શકો છો.
જીમેટની જેમ જ પરીક્ષા આપ્યા બાદ લગભગ ૧૫ દિવસમાં તેનું પરિણામ વિદ્યાર્થીને અને તેણે જે કોલેજમાં પ્રવેશ માટે એપ્લાય કર્યું છે તેને મોકલી આપવામાં આવે છે. પ્રવેશ પ્રક્રિયામાં કેટલા ગુણ આપવા તેનો નિર્ણય જે તે કોલેજને આધીન હોય છે.
No comments:
Post a Comment