યમદૂતો યમરાજ પાસે પહોંચ્યા અને કહ્યું કે ત્યાં તો દેવદૂતો આવી ગયા. તેમણે અમારા કાર્યમાં અવરોધ ઊભો કર્યો અને અમે જેને લેવા ગયા હતા તેને લાવવા ન દીધો.
બીમાર અજામિલ પુત્રને બોલાવવા લાગ્યો, નારાયણ... નારાયણ... જેના પગલે ભગવાન વિષ્ણુના દેવદૂતો દોડી આવ્યા. તેમણે જોયું તો સામે યમદૂતો ઊભા હતા. યમદૂતોએ કહ્યું - તમે અહીં કઈ રીતે? ત્યારે તેમણે કહ્યું કે, આણે નારાયણ-નારાયણ કહ્યું અને અમે આવી ગયા. તેઓ બોલ્યા- જ્યાં સુધી આ નારાયણ નારાયણ બોલશે ત્યાં સુધી તમે આને નહીં લઈ જઈ શકો. તેમણે કહ્યું આ તો સંભવ નથી. બંને પક્ષમાં યુદ્ધ થયું. દેવદૂતોએ યમદૂતોની જોરદાર ધોલાઈ કરી.
યમદૂતો યમરાજ પાસે પહોંચ્યા અને કહ્યું કે ત્યાં તો દેવદૂતો આવી ગયા. તેમણે અમારા કાર્યમાં અવરોધ ઊભો કર્યો અને અમે જેને લેવા ગયા હતા તેને લાવવા ન દીધો. યમરાજ બોલ્યા- કેમ ન લાવી શક્યા? દેવદૂતો કઈ રીતે આવ્યા? તે શું કરી રહ્યાં હતા? દૂતો બોલ્યા - તે નારાયણ નારાયણ બોલતો હતો. યમરાજે કહ્યું - ઠીક છે, આપણે બે બાબતમાં સંશોધન કરીશું. વ્યક્તિ જ્યારે સત્સંગ કરતી હોય, ગુરુ પાસે બેઠો હોય કે ભગવાનનું નામ લેતી હોય ત્યારે આપણે રાહ જોવી પડશે.
આ કથા આપણને બતાવે છે કે, અજામિલ શું કરતો હતો તેની તેને પણ ખબર ન હતી, પરંતુ તે ભગવાનનું નામ લેતો હતો જે તેનો ભાવ હતો અને ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાને કહ્યું કે, આ મારો હિસાબ છે. દેવદૂતોએ અજામિલને જગાડયું. ત્યારે તેને સમજાયું કે, નારાયણ કહેવાથી મારી આ સ્થિતિ થઈ, હું કેટલો મૂર્ખ હતો, સંપૂર્ણ જીવન ગુમાવી દીધું. હું નારાયણ નારાયણ બોલ્યો અને મને નારાયણ પરમાત્મા મળી ગયા, હવે હું નારાયણ નારાયણ જ કરીશ.
No comments:
Post a Comment