માનવીને તેનું નસીબ અને કર્મ આ ઓરા પ્રકાશથી તેવી જ ચોક્કસ દિશામાં જ ખેંચી જાય છે. તેનાથી ત્યાં તેની કારકિર્દી બદલાય છે.
પ્રભામંડળમાં ઘણા રંગ હોય છે. (જેમ કે જા,ની,વા,લી,પી,ના,રા) જેનાં સાત ચક્રોના સાત કલર જોવા મળે છે. ઉપરનો પ્રયોગ કોઇ પણ સફેદ કપડા, સફેદ પ્રકાશથી તેમજ કોઇપણ સ્થિર કુદરતી પ્રકાશથી અને શાંત જગ્યાએ કરવાથી સફળતા જલદી મળશે. આભા(પ્રભા) જોતી વખતે સફેદ આછાં કપડાં પહેરવાથી વધુ લાભ જોવા મળતો હોય છે. આભા (પ્રભામંડળ) ઓરા એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જેનાથી આંતરિક સાત ચક્રોનું બેલેન્સિંગ ન હોય તો જ માનવીનું બાહ્ય શરીર નીરોગીમાંથી રોગી બનતું હોય છે. આ ઓરા સાયન્સથી નીકળેલ રંગ અલગ અલગ પ્રકારનાં તારણો આપી શકે છે. તેનાથી માનવીની માનસિક, શારીરિક, આર્થિક પરિસ્થિતિ ઉપર ખૂબ જ પ્રભાવ થતો હોય છે.
જો આપ ઓરા નરી આંખે કે ઘ્યાનમાં ન જોઈ શકો તો અમુક ઈલેક્ટ્રોનિક કેમેરાથી તેનો આપણને અચૂક અભ્યાસ માલૂમ પડી શકે છે. આભાથી તેનું વર્તમાન, ભવિષ્ય અલગ જ હોય છે. તેના શરીરના વાઈબ્રેશન્સથી એટલે કે મેગ્નેટિક પ્રવાહથી સારું ખરાબ અને ખરાબ સારું પણ બની શકે છે. દરેક વ્યકિતના જન્માક્ષર, હસ્તરેખા, ફેઈસ રીડિંગ, વોઈસ રીડિંગ અલગ હોય છે. તે જ રીતે આ આભામંડળનો પ્રકાશ (કલર)-રંગ જુદા જુદા હોય છે. તે મુજબ જ તેના આંતરિક વિચારના કારણથી જ બાહ્ય પ્રભાવ, પ્રગતિ, અમુક ચોક્કસ લાઇનમાં જવું, આઘ્યાત્મિક બનવું, જીવનમાં પહેલેથી જ સારી જગ્યાએ જન્મ થવો અથવા અમુક સમય બાદ પ્રગતિ થવી.
માનવીને તેનું નસીબ અને કર્મ આ ઓરા પ્રકાશથી તેવી જ ચોક્કસ દિશામાં જ ખેંચી જાય છે. તેનાથી ત્યાં તેની કારકિર્દી બદલાય છે. જેમકે અમુક વ્યકિત એન્જિનિયર બને છે. તો અમુક વ્યકિત કોમ્પ્યુટર, મેડિકલ, ટીચર, રમતગમત જેવા ફિલ્ડની અંદર તેના ગ્રહોની ગતિ બદલાય છે. નસીબ અને મહેનત સ્થિર કરે છે અને આ અંદરના ઓરામંડળ(પ્રકાશનો) સમન્વય આત્મા સાથે સીધો જ છે. તેનાથી માનવી કેટલું દુ:ખ અને કેટલું સુખ મેળવશે તેની ચોક્કસ ખબર પડે છે. જીવનમાં કેટલાં સારાં કાર્યોઅને કેટલાં ખોટાં કામ થાય તેની માહિતી મળશે. જેનાથી શારીરિક કયા પ્રકારની મુશ્કેલી આવશે, હશે તેની માહિતી મળે છે. આ એક ઊર્જાશકિત છે. જેને સ્કેનિંગથી પણ ઓળખાય છે. જેમાં શરીરના રંગ અને રંગ ઉપરથી તેનાં લક્ષણ અને પ્રભાવની માહિતી આપને સમજાવીશું.
સૌ પ્રથમ તો પ્રકાશ ઊર્જા સ્વરૂપે છે. દરેકે દરેક કલરનો ઉદ્ભવ સફેદ પ્રકાશમાંથી જ થતો હોય છે. એટલે કે પ્રકાશ, સૂર્ય એ એક ઊર્જાનો સ્ત્રોત છે. સૂર્યશકિત દરેક રીતે ઉપયોગી છે. જીવનની શરૂઆત તેમજ અંત સૂર્ય આધીન છે. સૂર્ય એ અખંડ પ્રકાશ સ્વરૂપ છે. જેમાં સાત કલરોનું ઓરા સાયન્સ મુજબ તેનું વર્ણન અલગ હોય છે. આભાનો રંગ એટલે કે મનુષ્યના શરીરની અંદર જે રંગ ઓછો હોય એટલે કે પોઝિટિવ રંગ તેમજ નેગેટિવ રંગનો સમાવશે પણ થાય છે.
No comments:
Post a Comment