Friday, May 7, 2010

તપ અપાવશે સફળતા ...

જીવનમાં પણ સફળ થવા માટે પોતાનું લક્ષ્ય નક્કી કરી તેને પાર પાડવા પરિશ્રમ કરવામાં આવે તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે.



Hard workસોનું જ્યારે તપે છે ત્યારે વધારે નીખરી ઉઠે છે. પાણી તપે છે, તેનાથી વાદળ બંધાય છે અને બાદમાં વરસાદરુપી જીવનદાતા બની વરસે છે. સૂર્ય પણ તપીને જ અન્યને રોશની આપે છે. ભોજન જેટલું વધારે તપે છે તેટલું જ વધારે સ્વાદિષ્ટ બને છે. અર્થાત્ તપનો મહિમા અનેરો છે. તપનો અર્થ છે તપવું, તાપ સહન કરવો, કઠોર નિયમનું પાલન કરવું. જે કોઇપણ વ્યક્તિ તપ દ્વારા હિંમત અને પરિશ્રમથી કાર્ય કરે છે તે જીવનમાં ચોક્કસ સફળ થાય છે. તપ શબ્દનો અર્થ છે તપવું અર્થાત્ કઠોર પરિશ્રમ કરવો, વગર પરિશ્રમે સફળતા મેળવવી સંભવ નથી. સફળતા માટેનો કોઇ સરળ માર્ગ નથી.

તપસ્યામાં પોતાના લક્ષ્યને નિર્ધારિત કરી તેના માટે કઠોર નિયમોનું પાલન કરવામાં આવે છે. આ રીતે જીવનમાં પણ સફળ થવા માટે પોતાનું લક્ષ્ય નક્કી કરી તેને પાર પાડવા પરિશ્રમ કરવામાં આવે તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે. આજના યુવાઓ સફળતા મેળવવા માટે કોઇપણ માર્ગ અપનાવતા ખચકાતા નથી, ચાહે તે કાનુની હોય કે ગેરકાનુની. તેમણે સમજવાની જરૂર છે કે આ રીતે મેળવેલી સફળતા અસ્થાયી અને નુકસાન અપાવનારી હોય છે. કઠોર પરિશ્રમ દ્વારા જે મેળવવામાં આવે છે તે સ્થાયી અને લાભદાયક હોય છે.


No comments: