શુક્રને જો સૂર્ય અને બુધનો સાથ મળી જાય તો પ્રેમસંબંધમાં પ્રગાઢતા આવે છે. આ ગ્રહોની યુતિ પણ પ્રેમલગ્ન કરાવવામાં મદદરુપ બને છે.
કેટલાક પ્રેમી યુગલોને લગ્ન કરવામાં સફળતા મળે છે, તો કેટલાકને હાથ અસફળતા લાગે છે. કેટલાય લોકો પ્રેમ તો કરે છે પણ જેને પ્રેમ કરે છે તેની સામે પોતાના પ્રેમની અભિવ્યક્તિ નથી કરી શકતા, તો વળી કેટલાક લોકો અનેક સાથી બનાવી લે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને પ્રેમનો કર્તા માનવામાં આવે છે. શુક્ર જો બળવાન, ઉચ્ચ રાશિવાળો, સ્વગ્રહી હોય તો જાતકના વિરુદ્ધલિંગી અનેક મિત્ર હોય છે, તથા આવો જાતક લગ્નેત્તર સંબંધો પણ ધરાવે છે.
શુક્રને જો સૂર્ય અને બુધનો સાથ મળી જાય તો પ્રેમસંબંધમાં પ્રગાઢતા આવે છે. આ ગ્રહોની યુતિ પણ પ્રેમલગ્ન કરાવવામાં મદદરુપ બને છે. શુક્રની મહાદશા પણ વિવાહકારક હોય છે. શુક્ર જો સાતમા સ્થાને હોય તથા રાહુની મહાદશા હોય તો પ્રેમી યુગલ ભાગીને લગ્ન કરે છે. આવી સ્થિતિમાં કરવામાં આવતા લગ્નો અસફળ અને કષ્ટકારક હોય છે. સૂર્ય, બુધ, ગુરુ ગ્રહ સાતમે સ્થાને હોય, રાહુની મહાદશા હોય તો સ્ત્રી પોતાની ઉંમર કરતા બેગણી ઉંમર ધરાવતા પુરુષ સાથે પ્રેમ લગ્નથી જોડાય છે. રાહુ સપ્તમ હોય તો સાથી વ્યાભિચારી હોય છે અને જો સૂર્ય સપ્તમ હોય તો લગ્ન બાદ છૂટાછેડાની પૂરેપુરી શક્યતા છે.
No comments:
Post a Comment