કૃષ્ણએ સ્મિત કર્યુ અને કહ્યું કે એકવાર વ્રજ જઇને જુઓ કોઇકની રજ તો મળી જ જશે. નારદ વ્રજ પહોંચ્યાં, ત્યાં કૃષ્ણની અસ્વસ્થતાના સમાચાર સાંભળી બધા ચિંતિત હતા.
દ્વારકામાં એક વખત કૃષ્ણ અસ્વસ્થ થઇ ગયા. વૈદ્યે કહ્યું- કોઇની ચરણરજ જોઇશે, ત્યારે જ ઉપચાર થશે. ચરણરજ લાવવાની જવાબદારી નારદને સોંપવામાં આવી. તેઓ રુક્મણી અને સત્યભામા સહિત ઋષિમુનિઓ પાસે પહોંચ્યાં. કોઇએ પણ રજ ન આપી. બધા ડરતા હતા કે શ્રીકૃષ્ણને પોતાની ચરણરજ આપીને નર્કમાં કોણ જાય. થાકેલા અને હારેલા નારદ કૃષ્ણ પાસે પરત ફર્યા અને તેમને આપવીતી સંભળાવી.
કૃષ્ણએ સ્મિત કર્યુ અને કહ્યું કે એકવાર વ્રજ જઇને જુઓ કોઇકની રજ તો મળી જ જશે. નારદ વ્રજ પહોંચ્યાં, ત્યાં કૃષ્ણની અસ્વસ્થતાના સમાચાર સાંભળી બધા ચિંતિત હતા. રાધા અને ગોપીઓ તો સહુથી વધારે દુખી હતી. જ્યારે તેમને માલુમ પડ્યું કે ચરણરજની મદદથી શ્રીકૃષ્ણ સ્વસ્થ થઇ શકે છે ત્યારે રાધા સહિતની ગોપીઓ પોતાની ચરણરજ આપવા ઉતાવળી બની. નારદે પૂછ્યું કે તમને નર્કની બીક નથી લાગતી? જવાબ મળ્યો કે જો કૃષ્ણ સસ્વસ્થ થશે તો તેમની સાથે નર્ક પણ સ્વર્ગ બની જશે. નારદની ખુશી અને આશ્વર્યનો પાર ન રહ્યો. તેમણે રાધાની ચરણરજ લીધી અને કૃષ્ણ સ્વસ્થ થઇ ગયા. નારદને પણ ભાન થયું કે ભગવાનનું સુખ મોટું છે. જો ભગવાન સ્વસ્થ અને સુખી હોય તો નર્ક પણ સ્વર્ગ બની જાય છે.
No comments:
Post a Comment