ધ્યાનની ઉપમા તેલની ધારા સાથે કરવામાં આવી છે.
યોગ સાધનાનું સાતમું ચરણ છે ધ્યાન. યોગી પ્રત્યાહાર દ્વારા ઇન્દ્રિઓને ચિત્તમાં સ્થિર કરે છે અને ધારણા દ્વારા તેને એક સ્થાન પર બાંધી લે છે. ત્યારબાદ ધ્યાનની સ્થિતિ આવે છે. ધારણાની નિરંતરતા જ ધ્યાન છે.
ધ્યાનની ઉપમા તેલની ધારા સાથે કરવામાં આવી છે. જ્યારે વૃત્તિ સમાન રુપમાંથી અવિચ્છિન્ન પ્રવાહિત થાય એટલે કે વચ્ચે કોઇ બીજી વૃત્તિ ન આવે તે સ્થિતિને ધ્યાન કહે છે.
પતંજલિ યોગ સૂત્ર દ્વારા તેને સ્પષ્ટ કરતા કહે છે -
તત્ર પ્રત્યૈકતાનસા ધ્યાનમ્ | - વિભૂતિ પાદ-2
અર્થાત ચિત્ત (વસ્તુ વિષયક જ્ઞાન) નિરંતર રુપથી પ્રવાહિત થતા રહેવું તેને ધ્યાન કહે છે.
No comments:
Post a Comment