Tuesday, May 25, 2010

ધો. ૧૨ સાયન્સ પછી વિશિષ્ટ પસંદગીવાળા કોર્સ.....

ધો. ૧૨ સાયન્સ પછી વિશિષ્ટ પસંદગીવાળા કોર્સ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૦ માં લેવાયેલી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ હાથમાં આવી ગયા બાદ હજારો વિદ્યાર્થી અને વાલીઓની મુંઝવણ છે કે હવે શું કરવું ? ૯૦ ટકાથી વઘુ માર્કસ આવ્યા હોય કે ૭૦ ટકાથી ઓછા માર્કસ આવ્યા હોય તો કઈ બ્રાન્ચમાં પ્રવેશ લેવો, તેના ફોર્મ કયાંથી અને કયારે લાવવા, આખી પ્રોસીજર શું છે વગેરે માહિતી સામાન્ય લાગતી હોવા છતાં વિદ્યાર્થીઓ આ બાબતે ભારે મુશ્કેલી અનુભવે છે. -વાલીઓને ધો. ૧૨ પછીના વિકલ્પો કયાં છે તેની વિગતો આપવામાં આવી છે.



મેડિકલ તથા એન્જીનીયરીંગ વિદ્યાશાખામાં પ્રવેશ આપવા માટે કેન્દ્રીય પ્રવેશ સમિતિ નિમવામાં આવી છે. મેડિકલ તેમજ ઇજનેરીમાં પ્રવેશ માટે અલગ-અલગ ફોર્મ ભરવાનું હોય છે. મેડિકલમાં બી ગુ્રપના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસ, બીડીએસ, બી ફાર્મા, બીએએમએસ, બીપીટી (ફિઝીયોથેરાપી), બી.એસ.સી. નર્સીંગ, ઓકયુપેશનમાં ઓરટોપમ એનોર્થેટ્રિક બીએચએમએસ (હોમિયોપથી) તથા બી.એસ.સી. નર્સંિગનો સમાવેશ થાય છે.

જયારે એ ગુ્રપના વિદ્યાર્થીઓ માટે ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં કે ઇલેકટ્રોનિકસમાં ડીગ્રી કોર્સ, કમ્પ્યુટર એન્જિનિયરીંગ, સેપ્ટમાં ચાલતાં ઇન્ટીરિયર ડિઝાઇનર, આર્કિટેકચર અને બિલ્ડિંગ કન્સ્ટર્શનનાં કોર્સમાંથી કોઇપણ કોર્ષ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, મિકેનિકલ એન્જિનિયરીંગ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરીંગ, ઇલેકિટ્રકલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનીયરીંગ તેમજ એનવાયરમેન્ટલ એન્જિનીયરીંગ તથા મેકાટ્રોનિકસનો સમાવેશ થાય છે.


ગુજરાતની તમામ મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપથી, ફિઝિયોથેરાપી, બીએસસી, નર્સંિગ, ઓકયુપેશનલ, ઓપ્ટોમેટ્રી કોલેજો માટે એક ફોર્મ તથા એન્જિનીયરીંગ - ફાર્મસી માટે બીજું ફોર્મ અને બે ફોર્મ અલગથી ભરવાના હોય છે. એપ્લિકેશન ફોર્મ સમગ્ર ગુજરાતમાં પસંદગીની શિક્ષણ સંસ્થાઓમાંથી મળે છે. ઇજનેરી- ફાર્મસી મેનેજમેન્ટ કવોટાની બેઠકો માટે અલગ- અલગ ફોર્મ ભરવાના રહેશે. નિયમો ચકાસીને જ મેનેજમેન્ટ કવોટામાં ફોર્મ ભરવા. ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશમાં લેવા હેલ્પ સેન્ટર પર રજિસ્ટ્રેશન ફી ભરીને માહિતી પુસ્તિકા લઇ લેવી.

હેલ્થ સેન્ટરોની યાદી www.jacpcldce.ac.in, www.gujacpc.nic.in પરથી મળી શકશે.

ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ લઇ જરૂરી અસલી અને સ્વપ્રમાણિત દસ્તાવેજો- પ્રમાણપત્રો સાથે હેલ્પ સેન્ટર પર તેને જમા કરાવી રજિસ્ટ્રેશન એકનોલોજમેન્ટ સ્લિપ મેળવી લેવી. અન્યથા પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ શકાશે નહીં. આર્કિટેકચર એન્જિનીયર બનવા માટે અમદાવાદ, વડોદરા, વલ્લભવિદ્યાનગર, અને સુરતમાં કોર્ષ ચાલે છે.

અરજી ફોર્મ અમદાવાદનાં સેન્ટર ફોર એનવાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી ખાતેથી મળશે. કુલ ૮૦૦ માંથી ૪૦૦ થી વઘુ માર્કસ હોય તો જ ફોમ ભરી શકાય છે. આ જ રીતે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી (પશુ માટેના ડોકટર), બીએસસી, એગ્રિકલ્ચર, બેચલર ઓફ એગ્રો એન્જિનીયરીંગ બીએસસી, હોર્ટિકલ્રચર, ફોરેસ્ટ્રી, ફિશરીઝ વગેરે તમામ બેચલર ડીગ્રી કોર્ષ માટે જુદા જુદા ફોર્મ ભરવાના રહેશે.

ધો. ૧૨ સાયન્સ પછી જિલ્લાવાર નર્સંિગ અને મિડવાઇફરીનો કોર્સ ચાલે છે અને તેના ફોર્મ દરેક જિલ્લાની સિવિલ હોસ્પિટલમાંથી મળે છે. જયારે એન્જિનીયરીંગ માં ૨૬જેટલી જુદી જુદી વિદ્યાશાખાઓ છે. જેમાં સિવિલ, મિકેનિકલ, ઇલેકિટ્રકલ, કેમિકલ, કમ્પ્યુટર, ઇન્ફર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ઇલેકટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન, પાવર ઇલેકટ્રોનિકસ, મેટલર્જી, ટેલિકોમ્યુનિકેશન, ટેકસાઇટલ ટેકનોલોજી, ટેકસટાઇલ એન્જિનીયરીંગ, ટેકસટાઇલ પ્રોસેસીંગ, પ્લાસ્ટિક, ઇલેકટ્રોનિક ઓટોમોબાઈલ, મરીન એરોનોટિકલ, એન્વાયરમેન્ટ, પ્રોડકશન, રબ્બર, ઇરીગેશન વોટર મેનેજમેન્ટ, બાયો મેડિકલ, મેકાટ્રોનિકસ, કન્સ્ટ્રકશન ટેકનોલોજી મેનેજમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.


તેજસ્વી વિદ્યાર્થીઓ પેટ્રોકેમિકલ એન્જિનીયરીંગ ક્ષેત્રમાં પણ પોતાની કારકિર્દી ઘડી શકે છે આ ક્ષેત્રમાં તેલ અને ગેસની શોધ તેમજ રિફાઇનીંગમાં પ્રતિભાશાળી વ્યકિતઓની હંમેશા ખોટ વર્તાતી આવી છે. યુપીના રાયબરેલીમાં જિલ્લામાં જેરા ખાતેની ડીમ્ડ યુનિવર્સિટી રાજીવ ગાંધી ઇન્સ્ટિટયુટ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજીમાંથી અભ્યાસ કરી શકાય છે. પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત સરકારનાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના સંયુકત ઉપક્રમે રાજીવ ગાંધી ઇન્સ્ટિટયુટ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજી સંસ્થા કામ કરે છે. કાનપુર વિશ્વ વિદ્યાલય, કલ્યાણપુર, કાનપુર અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલય, ઇન્સ્ટિટયુટ ઓફ પેટ્રોલિયમ સ્ટડિઝ એન્ડ કેમિકલ એન્જિનીયરીંગ અલીગઢ ખાતેથી પણ આ કોર્ષ કરી શકાય છે.


જયારે ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી સાથે ધો. ૧૨ પાસ કરનારા વિદ્યાર્થીઓ ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ ધનબાદ ખાતે પેટ્રોલિયમ પ્રોસેસિંગ અને પેટ્રોકેમિકલમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ કરી શકે છે. ઉપરાંત યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી સ્ટડીઝ, દેહરાદૂન તથા ગુજરાત પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગર ખાતેથી પણ પેટ્રોકેમ ક્ષેત્રનો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે.
સંજય વિભાકર

No comments: