વ્યાવસાયિકતાના આ યુગમાં જો અત્યંત કામ કરવું હોય તો તેનો એક જ તોડ છે, જીવનશૈલીને આધ્યાત્મિક બનાવી દો.
આજની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે કંઇક પાછળ મૂકતા જઇએ છીએ. કંઇક છે જે આપણાથી દૂર જઇ રહ્યું છે. ભોતિક સફળતા અને સંસાધન જેટલા નજીક આવી રહ્યા છે, માનસિક સુખ અને શાંતિ એટલા જ દૂર જઇ રહ્યા છે. કુટુંબ પણ વિખરાઇ રહ્યું છે અને માણસને લગભગ નીચોવી નાખનારી જીવનશૈલીમાં આપણા માટે અનેક ખતરા ઊભા થઇ ગયા છે.
હવે લગભગ એ માની લેવામાં આવ્યું છે કે જે 10થી 15 કલાક કાર્ય કરવાની તૈયારી બતાવશે તે જ સફળ થશે. મોટા શહેરોમાં તો કામના આ કલાકોમાં સતત વધારો થઇ રહ્યો છે. કાર્યનું દબાણ અને તણાવ એટલી હદ સુધી વધી જાય છે કે ઊંઘ સ્વપ્ન અને ઘર ધર્મશાળા બની જાય છે. આવવું અને જવુંની જિંદગી વચ્ચે ઘર ઉપેક્ષિત બની ગયું છે. આ બધામાં એક મોટો ખતરો જોવા મળી રહ્યો છે કે યુવા પેઢી અત્યારે સમય-કલાકોને મુઠ્ઠીમાં દબાવીને પોતાની બંધ મુઠ્ઠીને ઊર્જા ઉત્સાહનો પ્રતીક બનાવી બંધ રાખી રહી છે તે જો પોતાની જીવનશૈલી ન બદલે તો તેને સામુહિક આત્મહત્યાની તૈયારી માની લેવી જોઇએ.
40 વર્ષ સુધી કાર્ય કરનારા લોકો પોતાના શરીરને 20 વર્ષમાં જ સમાપ્ત કરી લેશે. ઢળતી ઉંમરના જે પડાવ પર શરીરને જે રીતે આરામ આપવો જોઇએ તે સમયે શરીર બીમારીઓનું ઘર બની બેસશે. પણ વ્યાવસાયિકતાના આ યુગમાં જો અત્યંત કામ કરવું હોય તો તેનો એક જ તોડ છે, જીવનશૈલીને આધ્યાત્મિક બનાવી દો. આધ્યાત્મમાં શરીરને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાધનામાં તો સૌ પ્રથમ શરીર જ સહાયક હોય છે. શરીર ત્યારે બાધક બને છે જ્યારે તેને સઘળું માની લેવામાં આવે છે અને મન બ્રિજના રુપમાં શરીરને આત્મા સાથે ચોંટાડી દે છે. અહીંથી જ બીમારી અને અશાંતિનો જન્મ થાય છે.
મહાવીર સ્વામીએ કહ્યું છે આરુહવિ અંતરપ્પા, બહિરપ્પા છંહિઉણ તિવિહેણ | ઝાઇજ્જઇ પરમપ્પા, ઉપઇટઠં જિણવરિંહેહિં || અર્થાત્ તન, મન, વચન, કાયામાંથી બાહ્ય આત્માને છોડીને અંતરાત્મામાં આરોહણ કરી પરમાત્માનું ધ્યાન ધરો. સંક્ષિપ્તમાં તેનો અર્થ એ છે કે શરીરને અંદર ઉતારવામાં આવે અને મન: સ્થિતિ અનુસાર શરીર દ્વારા બહારથી કાર્ય કરાવવામાં આવે. આ પ્રક્રિયાનું નામ ધ્યાન છે અને દરેક ધર્મએ ધ્યાનને માન્યતા આપી છે. કારણ કે ધ્યાન વગર માત્ર શરીરની મદદ દ્વારા કરવામાં આવેલી યાત્રા એક દિવસ અસફળતામાં બદલાઇ જશે.
No comments:
Post a Comment