મન એટલું મહત્વપૂર્ણ છે કે તેના વિષયમાં સ્વયં અવતારોએ, દેવદૂતોએ, પયગંબરોએ, સિદ્ધ મહાત્માઓએ, મહાપુરુષોએ, વિદ્વાનોએ તેની ઉપયોગિતા અને અનંત શક્તિઓના મુક્ત કંઠે ગુણગાન ગાયા છે.
મન કેટલું મહત્વપૂર્ણ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે મનમાંથી જ મનુષ્ય શબ્દ બન્યો છે. મનના અભાવમાં મનુષ્ય અર્થહીન બની જાય છે. મન દરેક સુખ અને દુખનું નિર્માતા છે. મનથી વિશેષ કોઇ મિત્ર, પરમમિત્ર કે સંબંધી નથી. એટલું જ નહીં આપણો સહુથી મોટો શત્રુ, દુશ્મન અને બધી તકલીફોનો દાતા પણ આપણું મન જ છે. છે ને રોચક વાત, જેને આજ સુધી કોઇએ જોયું નથી અને જેને જોઇ શકાશે પણ નહીં તેનું આટલું મોટું કાર્ય!
મન એટલું મહત્વપૂર્ણ છે કે તેના વિષયમાં સ્વયં અવતારોએ, દેવદૂતોએ, પયગંબરોએ, સિદ્ધ મહાત્માઓએ, મહાપુરુષોએ, વિદ્વાનોએ તેની ઉપયોગિતા અને અનંત શક્તિઓના મુક્ત કંઠે ગુણગાન ગાયા છે. પણ સાહિત્યકારોએ, વૈજ્ઞાનિકોએ, ધાર્મિક આચાર્યોએ આપણા જીવનમાં આ અદભૂત અને વિલક્ષણ મનની ઉપયોગિતા અને સાર્થકતા વિશે જણાવ્યું છે કે આ બધું ત્યારે શક્ય છે જ્યારે અનંત શક્તિઓનો અક્ષય ભંડાર આપણા નિયંત્રણ અને અધિકારમાં રહે.
No comments:
Post a Comment