ઈશ્વર ઈશુના રુપમાં ફરી આવશે. ભલા લોકો કબરમાંથી ઊભા થશે. પુણ્યાત્માઓની મુક્તિ થશે. પાપી હંમેશા માટે નરકમાં જશે.
અનેક એવા મુદ્દાઓ છે જે મનુષ્ય અને તેના જીવનની સાથે શરુઆતથી જ જોડાયેલા છે. જેમ કે ઈશ્વર કોણ છે, ક્યાં અને કેવો છે? જિંદગીનું તાત્પર્ય શું છે? આપણે જન્મ પહેલા ક્યાં હતા અને મૃત્યુ બાદ ક્યાં હોઇશું? આ મુદ્દાઓ પર દુનિયાના જુદા-જુદા ધર્મો અને અલગ-અલગ વિભાગોમાં વિભિન્ન માન્યતાઓ જોવા મળે છે. આ મહત્વપૂર્ણ વિષયોમાં ઈસાઈ ધર્મ શું કહે છે અને શું માને છે, આવો જોઇએ...
કોણ છે ઈશ્વર - એક સત્તા છે પણ તેના ત્રણ રુપ છે. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા.
મનુષ્યનું પતન કેવી રીતે - ઈશ્વરે મનુષ્યને પૂર્ણ બનાવ્યો પણ મનુષ્યએ ઈશ્વરના આદેશનું પાલન ન કરીને અપરાધ કર્યો. જેના લીધે માનવ જાતિ ઈશ્વરથી દૂર થઇ અને તેનું પતન થયું. (જૂની બાઇબલ)
અવતાર શું છે – મનુષ્ય અને ઈશ્વરના પુનર્મિલનને ફરીથી સ્થાપિત કરવા માટે ઈશ્વર ઈશુના રુપમાં મનુષ્ય બનીને ધરતી પર અવતરિત થયા. (નવી બાઇબલ)
કુંવારિકામાંથી જન્મ્યા ઈશુ- ઈશ્વરે ઈશુના રુપમાં ચમત્કાર પૂર્વક કુંવારી મરીયમના ગર્ભમાંથી જન્મ લીધો.
ઈશુના બે રુપ – ઈશુ એક જ સમયે ઈશ્વર પણ હતા અને મનુષ્ય પણ.
પ્રાયશ્વિત શા માટે – ઈશ્વરે ઈશુના રુપમાં કષ્ટ સહન કર્યો, મનુષ્ય બનીને બલિદાન આપ્યું.
પુનરુત્થાન કેવી રીતે – ઈશ્વરે ઈશુની કબરમાંથી ઉઠીને વિશ્વાસુ વ્યક્તિઓને અમરતા પ્રદાન કરી.
ચર્ચનો દેવી આધાર- ઈશ્વરે ઈશુના રુપમાં મનુષ્ય અને ઈશ્વરના સામ્રાજ્યને સ્થાપિત પદ્ધતિના રુપે ચર્ચનું નિર્માણ કર્યુ.
કૃપા ક્યારે અને શા માટે – ઈશ્વર પોતાના પ્રેમ દ્વારા મનુષ્યને પાપમાંથી બચવામાં મદદરુપ બને છે.
પુનરાગમન- ઈશ્વર ઈશુના રુપમાં ફરી આવશે. ભલા લોકો કબરમાંથી ઊભા થશે. પુણ્યાત્માઓની મુક્તિ થશે. પાપી હંમેશા માટે નરકમાં જશે.
No comments:
Post a Comment