viral morbia
મૂળ લોહીના દબાણને કાબૂમાં રાખવા શોધાયેલી અને સેક્સ પાવર વધારનાર તરીકે વિશ્વવિખ્યાત બની ગયેલી વાયગ્રા જેવી જ અસર ઉનાળામાં આપણે ત્યાં છૂટથી ખાવામાં આવતા તડબૂચથી થાય છે તેમ તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું. પ્રજનન અંગના ઉત્થાનની નબળાઈને દૂર કરનાર વાયગ્રા ઉપરાંત હજારો જાતની દવાઓ વિશ્વના પુરુષો લેતા હોવાનું જાણવા મળ્યું છે. તેમાં વધુ સહેલાઈથી મળતું અને સસ્તું તડબૂચ પણ ઉમેરાઈ જશે.
ટેકસાસની 'એ એન્ડ એમ'ના નિષ્ણાતોએ તડબૂચના પોષક તત્ત્વોનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમાં ૯૨ ટકા પાણી ઉપરાંતના તત્ત્વોમાં મોટા ભાગનાં તત્ત્વો વાયગ્રાની જેમ અસર કરનાર રસાયણો છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તડબૂચમાં સાઈટ્રુલિન નામનું રસાયણ છે જે શરીરની રક્તનલિકાઓને તાણમુક્ત કરી દે છે. આ રસાયણ તડબૂચના લાલ રંગના ગરમાં હોય છે તેથી વધુ તેની છાલ નજીકના સફેદ પડમાં હોય છે.
સાઈટ્રુલિન શરીરના એન્ઝાઈમ્સ સાથે રસાયણિક પ્રક્રિયા કરે છે. તેમાંથી આર્િજનાઈન નામનું એમિનો એસિડ બને છે. તે હૃદયની કામગીરી સુધારે છે અને લોહીનું પરિભ્રમણ સરળ બનાવે છે. આર્િજનાઈનથી લોહીમાં નાઈટ્રીક ઓક્સાઈડનું પ્રમાણ વધે છેે તેથી રક્તનલિકાઓને હળવાશ વર્તાય છે. વાયગ્રા પણ શરીરમાં ગયા પછી આ જ રીતે અસર કરે છે.
નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું હતું કે વાયગ્રા સીધું પુરુષના પ્રજનન પર અસર કરે તે રીતે બનાવવામાં આવે છે, જ્યારે તડબૂચ કોઈ એક અંગ ઉપર નહીં, સમગ્ર શરીર પર અસર કરે છે. અને બીજું તડબૂચની અસર થોડાક કલાકો જ રહે છે. પરંતુ આ એક નબળાઈની સામે તડબૂચનો સૌથી મોટો લાભ એ છે કે તેનાથી કોઈ આડઅસર થતી નથી. વાયગ્રાથી આડઅસર થઈ શકે છે અને અનેક નબળાઈઓમાં તો તે જીવલેણ બને છે. આ લાભકારી તત્ત્વ દરેક પ્રકારના અને દરેક રંગના ફળમાં હોય છે, પરંતુ પીળી છાલના તડબૂચમાં તે વધુ હોવાનું નિષ્ણાતોને જાણવા મળ્યું હતું. આખા તડબૂચમાં સાઈટ્રુલિન હોય છે તેના ૬૦ ટકા તેની છાલ પાસેના સફેદ પટામાં હોવાનું સાબિત થયું હતું.
અભ્યાસ કરનાર નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે તડબૂચ ખાવાથી કિડનીનું કામ ઝડપથી થાય છે તેથી વ્યક્તિએ વધુ વખત બાથરૃમ જવું પડે છે. મોટા ભાગના હોમિયોપથી ઉપચારોમાં પથરીના દર્દીઓને તડબૂચ ખાવાનું કહેવાય છે.
No comments:
Post a Comment