Tuesday, May 25, 2010

ગૃહપ્રધાન ચિદંબરમના હાથ વિતંડાવાદીઓની ટોળીએ બાંધી દીધા છે... એમને કશી જ સત્તા નથી ! ...

નકસલવાદનો નાશ આમ કદી નહીં થાય
આપણે નિર્દોષ જનતાને નકસલવાદીઓ કે આતંકવાદીઓ નથી મારી નાંખતા પણ આવા ભીરુ વિતંડવાદીઓ મારી રહ્યા છે !
આપણી પાસે અણુબોમ્બ હોય તેથી શું ?... ભજન કરો... ભજન !
ચોખ્ખી વાત છે.
આમ કદી રાજ્ય ન થાય.
આમ કદી રાજ્ય ન ચાલે.

લશ્કરના હાથમાં બંદૂક આપવામાં આવે પણ ગોળી ન આપવામાં આવે એનો શું અર્થ ?
નકસલવાદીઓએ દંતેવાડા છત્તીસગઢમાં નાગરિકોને લઇને જતી બસને ઉડાડી દીધી અને આપણા દેશના લગભગ ૪૦ આપણા બંઘુઓને મોત ભેગા કર્યા ત્યારે છત્તીસગઢના પાટનગર રાયપુરમાં કેન્દ્રિય અનામત દળ (સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ)ના વડાની ઓફિસની ટેલિફોનની ઘંટડી વાગી.
ટેલિફોન કરનાર કોણ હતું ખબર છે ?
મનમોહનસિંહ ?
ના.
સોનિયા ગાંધી ?
ના.
ગૃહપ્રધાન ચિદંબરમ ?
ના.
સંરક્ષણ પ્રધાન એન્થની ?
ના.
વિરોધ પક્ષના કોઈ નેતા ?
ના.
તો ?
એ ફોન કરનાર સહેતા દિગ્વિજય સિંહ.
દિગ્વિજયસિંહ ? કોણ દિગ્વિજય સિંહ ? ભારતના લશ્કરના કોઈ વડા ?
ના.
તો ?
કોંગ્રેસના મહામંત્રીઓના એક.
અગાઉ મઘ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન હતા એ.
ચૂંટણીમાં ભાજપ સામે હારી ગયા પણ સોનિયા ગાંધીનો વિશ્વાસ મેળવેલો હોવાથી કોંગ્રેસના કેટલાક મહામંત્રી છે એમાંના તેઓ પણ એક છે.
ગેરમાર્ગે દોરે એવી સલાહો એ સોનિયા ગાંધીને આપતા હોય છે.

ઉત્તર પ્રદેશની ચૂંટણીનો કોંગ્રેસને જીતાડવાનો હવાલો (જવાબદારી) એમને સોંપાયેલી અને ત્યાં wednet1.gifએમણે કોંગ્રેસને હરાવેલી. ગુજરાતની ચૂંટણીનો હવાલો પણ (પેલો વિશ્વાસ સંપાદન કર્યો હોવાથી) એમને સોંપાયેલો તો ત્યાં પણ કોંગ્રેસ હારી.

એટલે કે આ દિગ્વિજયસિંહે સીઆરપીએફના સ્પેશ્યલ ડિરેકટર જનરલ એન્ડ સેન્ટ્રલ ટાસ્ક ફોર્સ કમાન્ડર વિજય રમનને (એટલે એન્ટી નકસલ દળના વડા) બીજા કોઈપણ કરે (સોનિયા, મનમોહન, ચિદમ્બરમ જેવા કે જેઓ ખરેખર સત્તા ધરાવે છે અને જવાબદારી જેમની છે) એ પહેલાં ફોન કરીને બધી માહિતી આપવા જણાવ્યું.

આ દિગ્વિજયસિંહને નકસલવાદીઓ માટે બીજા નકસલવાદીને હોય એટલી સહાનુભૂતિ છે. ગૃહપ્રધાન ચિદમ્બરમની નકસલવાદીઓ સામેની નીતિના તેઓ ટીકાકાર, વિરોધી છે. દોઢ મહિના પહેલાં આ જ દાંતેવાડામાં નકસલવાદીઓએ ૭૨ જવાનોને શહીદ બનાવેલા ત્યાર પછી એમણે અંગ્રેજીમાં એક લેખ અખબારોમાં પ્રગટ કરાવીને નકસલવાદીઓની વકીલાત કરી હતી અને ચિદમ્બરમની ટીકા હતી. ચિદંમ્બરમને એમણે ‘વધારે પડતા અક્કડ’ તથા ‘ઘમંડી બુઘ્ધિશાળી’ કહ્યા હતા. એમણે લખેલું કે, ‘ગૃહપ્રધાન નકસલવાદીઓને આદિવાસી બાંધવો સમજવાના બદલે ગુનાખોર ગણીને એમની સાથે એ રીતે કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ જૂએ છે.’
એ પછી પણ એ દિગ્વિજયસિંહે એક ઇન્ટરવ્યુમાં કહેલું કે ‘નકસલવાદીઓ હિંસક સાધનોનો ઉપયોગ કરે છે પણ તેઓ આતંકવાદી (ટેરરીસ્ટ) નથી કારણ કે આપણા દેશમાં સરહદની પેલી બાજુથી આવનારાઓને જ આતંકવાદી ગણવામાં આવે છે.’
હવે, પ્રશ્ન એ થાય છે કે (૧) કોંગ્રેસમાં કે કોંગ્રેસની બહાર નકસલવાદીઓ માટે દિગ્વિજયસિંહ જેટલો અને જેવો રસ લે છે એવો રસ કોઈ નથી લેતું... તો દિગ્વિજયસિંહને એટલો બધો રસ લેવાનું કારણ શું છે ? (૨) નકસલવાદીઓને ‘આતંકવાદી’ કહેવામાં એમને કેમ વાંધો આવ્યો ? ઉલટાનું એમણે નકસલવાદીઓ ‘આતંકવાદી’ નહીં પણ દેશદ્રોહી છે એવું કહેવું જોઇએ (૩) આપણા દેશબાંધવો અને દેશને હિંસા કરનાર ગમે તે હોય પણ એ આતંકવાદી જ છે. દિગ્વિજયસિંહને આપણો દેશ અને દેશબાંધવો વહાલા છે કે દેશના દુશ્મન બનેલા નકસલવાદીઓ વહાલા છે ?
દિગ્વિજયસિંહ નકસલવાદીઓને ‘ભાનભુલેલા સિઘ્ધાંતવાદી’ તરીકે ઓળખાવે છે !
આમા, મુખ્યવાત એ છે કે... નકસલવાદીઓમાં દિગ્વિજયસિંહને આટલો બધો રસ લેવાનું કારણ શું ?
અને પાછું દંતેવાડામાં હુમલો થયો ત્યારે એમણે આટલા ફોન શા માટે કરવા જોઇએ ? અને એ પણ સીધો લશ્કરી વડાને !? તેઓ ગૃહપ્રધાનને પૂછી શકત, નહીંતર સંરક્ષણ પ્રધાનને પૂછી શકત, અરે.. છત્તીસગઢના મુખ્યપ્રધાનને પૂછી શકત.
દિગ્વિજયસિંહ આટલું બઘું કરવા ઉપરાંત સીઆરપીએફના વડાને હુક્મો પણ કરતા હોય છે કે... નકસલવાદીઓ સાથે કડક હાથે કામ ન કરવું (સીઆરપીએફના બોસ ગણાય એવા ગૃહપ્રધાન અથવા સંરક્ષણ પ્રધાન પણ આવો હુક્મ નથી કરતા પણ દિગ્વિજયસિંહ કરે છે એટલે શંકા જાય છે...તેઓ નકસલવાદીઓમાં આટલો બધો રસ કેમ લે છે ? કોંગ્રેસના મહામંત્રી તરીકે કોંગ્રેસ સંસ્થામાં એમણે ઘ્યાન આપવાનું હોય કે બીજા કોઈ પ્રધાનના ખાતામાં આ રીતે ઘોંચપરોણો કરવાનો હોય ?
નકસલવાદને નાબુદ કરવાની આડે જેમ આવા દિગ્વિજયસિંહો આવે છે એમ બ્યુરોકેટો એટલે આઈએએસ ઓફિસરો પણ આવે છે. દા.ત., ગૃહખાતાના સચિવ (સેક્રેટરી) જી.કે.પિલ્લઇ છે. તેઓ (લગભગ બધા જ... મનમોહનસિંહ પણ) નકસલવાદીઓને ‘માઓવાદી’ કહે છે. આ ‘સાહેબ’ એમની ટીકા કરે છે પણ પછી નકસલવાદીઓ દ્વારા કરાતી હિંસાને આ ‘સાહેબ’ ભય ફેલાવવા માટે’ હિંસા કરે છે એવું કહે છે ! (ભલા માણસ, ભય ફેલાવવા માટે હિંસા કરતા હોય તો શું આટલા બધા માણસોની હિંસા કરવાની ? અને વર્ષો સુધી હિંસા કર્યા જ કરવાની ?)
આવા લોકોનો તર્ક જૂઓ ! એ ‘સાહેબ’ કહે છે કે, સામાન્ય લોકોમાં ભય ફેલાવીને એમને વિકાસના કાર્યોથી દૂર રાખવા માંગે છે.

ત્યારે છત્તીસગઢના ભાજપી મુખ્યપ્રધાન રમનસિંહવળી બીજું જ ગતકડું કાઢે છે ! એ કહે છે કે.. નકસલીઓ સામાન્ય જનતા અને સલામતિદળોનું મનોબળ તોડવા માંગે છે.

જ્યારે સરકારના સલાહકારો જેઓ છે (આ બધા આઈએએસ ઓફિસરો એટલે કે બ્યુરોકેટો છે. આપણા વડાપ્રધાન પણ ‘સુપર બ્યુરોકેટ’ છે. જ્યારે ચિદંમબરમ્ રાજકારણી અને વકીલ છે. એ તેઓ યુવાન હતા ત્યારે નકસલવાદીઓના ભાઈ એવા ડાબેરીઓ સાથે કામ કરવાનો અનુભવ ધરાવે છે... એટલે નકસલવાદીઓ સામે કઇ રીતે કામ કરવું એ તેઓ સારી રીતે જાણે છે. પરંતુ પેલા બધાએ ભેગા થઇને એમના હાથ બાંધી દીધા છે. દંતેવાડામાં બીજી વખતનો હત્યાકાંડ નકસલવાદીઓએ કર્યો ત્યારે ટીવી. પર પ્રશ્નકર્તાએ આપણા સૌના મનમાં જે પ્રશ્ન સળવળતો સળગે છે એ પ્રશ્ન પૂછેલો જેના જવાબમાં એમણે કહેલું કે... નકસલીઓને ઠેકાણે પાડવા માટે એણની પાસે ‘બહુ જ મર્યાદિત સત્તા છે.’


એમણે વડાપ્રધાન પાસે વઘુ સત્તા આપવા માટે માંગણી કરેલી પણ કંઇ વળેલું નહીં.

ચિંદબરમને હવાઈ ઉપયોગ કરવા માટે ટીવીએ પૂછેલું તો એમણે કહ્યું કે... ‘મને જેટલી સત્તા આપવામાં આવી છે એનો જ હું ઉપયોગ કરી શકું છું.’

ટૂંકમાં, નકસલવાદ હોય કે આતંકવાદ હોય કે શિવસેના જેવાના તોફાનો હોય કે સંસદમાં દેકારાપડકારા હોય કે ચીન અને પાકિસ્તાનની ધુસણખોરી હોય પરંતુ એને આ રીતે હાથ જોડી ભાઈસા’બ ભાઈસા’બ કરીને નાથી શકાય નહીં. બ્રિટિશરો સામે અહિંસા વપરાય બાકી હિટલર કે માઓ સામે ના વપરાય. આતંકવાદને આતંકવાદથી જ મારી નંખાય અને માઓવાદને માઓવાદી બનીને જ મારી નંખાય.
કાનમાં કહું!
સત્તા માટે આડવાણી-ભાજપ આંધળા બન્યા છે! હજી પણ જ્યોતિષ જ!
કેટલોય માર ખાધો અને ઘણા ઝંઝાવાતો આવ્યા પણ ભાજપ- આડવાણીને શાબાશી આપવી જોઇએ કે એ ડગ્યા નથી... હજી પણ એ એમ જ માને છે કે મનમોહનસિંહની સરકાર ગમે ત્યારે ઉથલી જશે અને આડવાણી વડાપ્રધાન થશે! સત્તા માટેની એમની ભૂખ ભાંગતી કે ભાગતી નથી તે નથી જ!

હમણાં આડવાણીએ કહ્યું હતું કે.. ગ્રહ નક્ષત્રો ઉપરથી લાગે છે કે.. એક વર્ષમાં મનમોહનસિંહની સરકાર ભાંગી પડશે અને દેશમાં વચગાળાની ચૂંટણી આવશે અને એમાં ભાજપ જોડીદાર પક્ષોના ટેકાથી સત્તામાં આવશે તથા એના એક માત્ર વડાપ્રધાનના દાવેદાર આડવાણી વડાપ્રધાન થશે. ટૂંકમાં, આડવાણીને ઉડવા માટે નવી પાંખો મળી ગઇ.

આ તમે નહીં જાણતા હો !
આપણા રાજ્યકર્તાઓ આ કદી શીખશે ખરા ?
હમણાં બ્રિટનમાં ચૂંટણીઓ થઈ અને લેબર પક્ષ સત્તામાં આવ્યો. એના વડાપ્રધાન ડેવિડ કામેરોનને નિયમ મુજબ પોલિસોનું રક્ષણ મળે, મોટરો તથા બાઈક સવારોનો અને સાઇરનવાળી મોટરોનો પણ મળે પરંતુ આ વડાપ્રધાને એના સ્ટાફને કહી દીઘું કે.. ‘મારે આવું કશું ન જોઇએ. ટ્રાફીક વચ્ચે મારી મોટર ‘જામ’ થઇ જાય એનો મને વાંધો નથી. સામાન્ય મોટરીસ્ટની જેમ જવાનું મને ગમે છે.’ (જ્યારે આપણા નેતાઓ ? બધા જ ડરપોક ! બધા જ ડેંડાટવાળા !)

બ્રિટનનું બજેટ ખાધવાળું છે એટલે નવી સરકારે નવા કરવેરા નાંખ્યા કે વધાર્યા પહેલાં પોતાના ખરચાઓમાં કાપ મૂકવા માંડ્યો છે. (જ્યારે આપણે ત્યાં ? પ્રધાનોના ખર્ચામાં કે સરકારના ખર્ચમાં કદી કાપ મૂક્યો નથી)

No comments: