Tuesday, May 25, 2010

* કુટીના ડારાની ખીચડી બનાવતી વખતે તેમાં થોડી છાશ કે વલોવેલું દહીં નાખવાથી ખીચડી વઘુ સ્વાદિષ્ટ બનશે.
* કંદના ભજિયા બનાવતી વખતે કંદને બાફવા કરતાં છીણી તેમાં જોઇતો મસાલો તથા આરારૂટ ભેળવવાથી ભજિયા કરકરા બને છે.


* રાજગરાના લોટના થેપલાં બનાવતી વખતે લોટમાં મસળેલું બટાકુ નાખવાથી થેપલાં ક્રિસ્પી બનશે.
* મસાલા ભાત બનાવતી વખતે તેમાં થોડી ઘાટ્ટી છાશ અથવા વલોવેલું દહીં મસાલો સાંતળતી વખતે નાખવાથી ભાત સ્વાદિષ્ટ બને છે.

* ટમાટા-બટાકાનું રસાદાર શાકને થોડું ઘટ્ટ કરવા માટે શાક રંધાતું હોય ત્યારે ચમચાની મદદથી બટાકાને છૂંદતા જવું અને હલાવતા જવું. જેથી રસો એકરસ થશે અને શાક સ્વાદિષ્ટ થશે.
* મસાલા પૂરીમાં જીરૂં ઉમેરવાથી મસાલા પૂરીનો સ્વાદ વધુ સારો લાગે છે.

|*કઢીમાં કોકમના સ્થાને લીંબુ નીચોવવાથી કઢીનો રગં જળવાઇ રહે છે.

* મેથીના થેપલાના લોટમાં દહીં કે છાશ નાખવાથી થેપલાં મુલાયમ બને છે.

* પરોઠાના લોટમાં થોડો મેંદો ભેળવવાથી પરોઠા ક્રિસ્પી બનશે.
* ઓચિંતા મહેમાન આવે અને બિરિયાની કે પુલાવ બનાવો પડે અને ભાત છૂટા રાંધવાનો સમય ન હોય તો બધો મસાલો તથાં ધોયેલા ચોખા સાંતળી પ્રમાણસર પાણી નાખી કૂકરમાં બે-ત્રણ સીટી વગાડી દેવી.

* ઘઊંના લોટની સાદી પૂરીને ડાલ્ડામાં તળવાથી પૂરી કોરી રહે છે.

* રાજગરાની પૂરીને તેલમાં તળવાની બદલે ડાલ્ડામાં તળવાથી મુલાયમ થાય છે.

* રાજગરાના લોટના ભજિયાં બનાવતી વખતે તેમાં મસાલા ઉપરાંત બાફેલા નાના બટાકાને મસળીને નાખવાથી ભજિયાં સ્વાદિષ્ટ થાય છે.

* સૂરણ,બટાકા, શકરિયા,કંદને છૂંદી તેમાં જોઇતો મસાલો તથા આરાલોટ નાખી સ્વાદિષ્ટ પેટીસ (ટિક્કી) બનાવવી.
મીનાક્ષી તિવારી

No comments: