Saturday, May 15, 2010

ઉંમર વધારે અને યૌવનાવસ્થા કાયમ રાખે...

શું કારણ છે કે પ્રાચીન સમયમાં વિજ્ઞાન અને ચિકિત્સાશાસ્ત્ર ન હોવા છતાં મનુષ્ય સરળતાથી સેંકડો વર્ષ જીવી શકતો હતો?



it sticks to young ageવૈજ્ઞાનિકો સુંદર અને શીતળ ચાંદ પર વર્ષો પહેલા જ પહોંચી ગયા હતા. હવે તો સૂરજ સુધી જવાની તૈયારીઓ ચાલી રહી છે. દૂરની વસ્તુઓનું આકર્ષણ આવું જ હોય છે. માટે જ તો કહેવાયું છે, ‘ડુંગરા દૂરથી રળિયામણા.’ વૈજ્ઞાનિક પ્રગતિ કોઇ મોટી વાત નથી, પણ તે ઉચિત ઉદ્દેશ સાથે અને યોગ્ય દિશામાં થાય ત્યારે જ સાર્થક ગણાય છે.



આ તથાકથિત વૈજ્ઞાનિક પ્રગતિ અને આધુનિકતા હોવા છતાં મનુષ્યનું સ્વાસ્થ્ય દિવસે-દિવસે ખોખલું થતું જાય છે. મનુષ્ય નબળો તો થઇ જ રહ્યો છે સાથે તેની ઉંમર અને કાર્યક્ષમતા પણ ઘટી રહી છે. હજારો કીમતી શક્તિવર્ધક દવાઓ બજારમાં હોવા છતાં બધી કાગળના વાઘ અને ખોટા સિક્કા સમાન જ છે. લાખ પ્રયત્નો કરવા છતાં મનુષ્યની ઉંમર વધારી શકાતી નથી.



શું કારણ છે કે પ્રાચીન સમયમાં વિજ્ઞાન અને ચિકિત્સાશાસ્ત્ર ન હોવા છતાં મનુષ્ય સરળતાથી સેંકડો વર્ષ જીવી શકતો હતો? પ્રકૃતિના ખોળામાં રહીને ધર્મના નૈતિક નિયમો અને મર્યાદાઓનું પાલન કરતા કરતા મનુષ્ય 100 વર્ષ સુધી આંખ, કાન, દાંત અને અન્ય ક્ષમતાઓ સહિતનું જીવન જીવતો હતો. આવો જાણીએ આ ગોપનીય અને અમુલ્ય રહસ્યોને જે લાંબી ઉંમરના કારક છે.



1. પ્રકૃતિનું અનુસરણ, સાદગીપૂર્ણ જીવન જીવવું.
2. મર્યાદિત ભોજન કરવું, એટલે કે સ્વાદ માટે નહીં પણ ભૂખ માટે ભોજન લેવું. આ જ નીતિ અન્ય ભાગોમાં પણ અપનાવવી.
3. ખરાબ દુઆઓથી બચવું, આશીર્વાદનો સંગ્રહ કરવો.
4. શારીરિક શ્રમ અને નિયમિત દિનચર્યાનું પાલન કરવું.
5. બ્રહ્મચર્યનું મહત્વ સમજવું.
6. સૂર્યોદય પહેલા ઉઠવું અને રાત્રિના પહેલા પ્રહરમાં એટલે કે 9-10 સુધીમાં સુઇ જવું.
7. સત્ય અને ઈમાનદારીની કમાણી કરવી, તેનું જ ભોજન કરવું.
8. યોગ સાધનાઓનો નિયમિત દિનચર્યામાં સમાવેશ કરવો.
9. શ્વાસ-પ્રશ્વાસને સંતુલિત, નિયમિત અને ઊંડા બનાવવા.
10. સૂર્ય ભેદન અને પ્રાણાકર્ષણ પ્રાણાયમનો નિયમિત અભ્યાસ કરવો.


No comments: