Saturday, May 8, 2010

અંદાજે 4 લાખ વર્ષ બાદ થશે સર્વનાશ....

અત્યાર સુઘી કળયુગના લગભગ 5 હજાર વર્ષ વીત્યા હોવાનું જણાય છે. જેથી પૃથ્વીના પ્રલયમાં હજુ 4 લાખ 27 હજાર વર્ષ બાકી છે.



Earth will be destroyed ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી છે. સૃષ્ટિને ચાર યુગોમાં વહેંચવામાં આવી છે. આ ચાર કાળ એટલે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. શિવજીની વ્યવસ્થા પ્રમાણે દરેક કળયુગ પબાદ ભગવાન રુદ્ર પૃથ્વીને સંહાર એટલે કે પ્રલય કરે છે.



હાલ કળયુગ ચાલી રહ્યો છે અને શાસ્ત્રોમાં કળયુગનો સમય લગભગ 4 લાખ 32 હજાર વર્ષનો જણાવવામાં આવ્યો છે. કળયુગનો પ્રારંભ પાંડવોના વંશજ રાજા પરીક્ષિતના મૃત્યુ બાદ થયો છે. અત્યાર સુઘી કળયુગના લગભગ 5 હજાર વર્ષ વીત્યા હોવાનું જણાય છે. જેથી પૃથ્વીના પ્રલયમાં હજુ 4 લાખ 27 હજાર વર્ષ બાકી છે. પ્રલય અનેક પ્રકારના છે, જેમ કે હિમ પ્રલય, જળ પ્રલય, અગ્નિ પ્રલય વગેરે. હિન્દુ શાસ્ત્રોમાં જળ પ્રલયનો ઉલ્લેખ સૌથી વધુ જોવા માળે છે. પ્રલય બાદ પૃથ્વી પર જીવન શેષ નથી રહેતું અને જ્યારે પ્રલય શાંત થાય છે ત્યારે ફરીથી જીવન શરુ થાય છે.



No comments: