Friday, May 7, 2010

સમજો, ભગવાન શું ઇચ્છે છે...

દશરથની ઇચ્છા હતી કે રામ રાજા બને પણ તેમની ચાહતમાં કૈકયી હતી. દશરથ ધાર્મિક હતા તેમાં કોઇ શંકા ન હતી પણ તેમનું કૈકયી સાથેનું આચરણ વિલાસી બની ગયું હતું. ભક્તિ અને વાસના એકસાથે કેવી રીતે શક્ય બને!



Wish of godઆપણે ભગવાન પાસે હંમેશા એ માંગીએ છીએ જે આપણે ઇચ્છીએ છીએ. ક્યારેય વિચારીએ છીએ કે ભગવાન શું ઇચ્છે છે? જ્યારે પણ કોઇ ઘટના આપણી વિરુદ્ધમાં ઘટે ત્યારે ધૈર્ય ન ગુમાવશો, તેમાં આપણા માટે કોઇ સકારાત્મક વાત શોધવાનો પ્રયત્ન કરો, સંભવ છે કે જેને આપ અત્યાર સુધી નજરઅંદાજ કરી રહ્યા હતા, તે જ આપના માટે શ્રેષ્ઠ હોય. પરમાત્મા જે કરે છે તેનો ક્યારેય વિરોધ ન કરો.



કેટલીયે વાર જીવનમાં આપણે જે ઇચ્છીએ છીએ તે થતું નથી અને ઇશ્વર જે ઇચ્છે છે તે આપણે નથી સમજી શકતા. જે લોકો ધાર્મિક હોય છે તેઓ આવી પરિસ્થિતિ સર્જાતા વધારે પરેશાન થઇ જાય છે. અધાર્મિક લોકો તો આવી પરિસ્થિતિમાં પોતાની રીતે ઉત્તર શોધી લે છે, પણ ધાર્મિક લોકો પોતાની ઇચ્છા ફળીભૂત થાય તેને પોતાનો હક માને છે. કેટલાય લોકો તો શબ્દોની આ ગરિમાને લાંછન લગાવે છે કે જ્યારે ઈશ્વર, પરમાત્માને આટલા પૂજ્યા બાદ પણ જો ઇચ્છિત ફળ ન મળે તો પૂજાપાઠ, ધર્મકર્મનો શું અર્થ?



આને સમજવું પડશે. જેણે ચાહ બદલી દીધી તે ધાર્મિક નથી હોતો, ધાર્મિક તે હોય છે જેણે ચાહ સમજી લીધી. આવો, રાજા દશરથના જીવનનો એક પ્રસંગ સમજીએ. તેમની ઇચ્છા હતી કે રામ અવધની રાજગાદી પર બેસે, પણ આમ થયું નહીં. જેમને રામ જેવા મુલ્યવાન પુત્ર પ્રાપ્ત થયા હોય, તેમના મનની મુરાદ પૂર્ણ ન થઇ શકી. બારીકાઇથી જુઓ તો આપણે દશરથમાં દેખાઇશું.



દશરથની ઇચ્છા હતી કે રામ રાજા બને પણ તેમની ચાહતમાં કૈકયી હતી. દશરથ ધાર્મિક હતા તેમાં કોઇ શંકા ન હતી પણ તેમનું કૈકયી સાથેનું આચરણ વિલાસી બની ગયું હતું. ભક્તિ અને વાસના એકસાથે કેવી રીતે શક્ય બને! રામ અને કામ એક સાથે રાખવાનું પરિણામ આવ્યું કે રામે રાજ્યથી ચૌદ વર્ષ સુધી દૂર રહેવું પડ્યું. માટે ધાર્મિક લોકો પોતાની ઇચ્છાને ઇશ્વર સાથે જોડે અને સાવધાની, શુદ્ધતા સાથે જોડે. જે બની રહ્યું છે તે બનવા દો. આપની ઇચ્છા પૂર્ણ થાય તે સારું છે પણ જો ન થાય તો તેને પરમાત્માની મરજી સમજી શ્રેષ્ઠ થયું તેમ માનો.



No comments: