તંત્ર વિજ્ઞાન દ્વારા પરમાણુ શક્તિ જેવી જ મહાન શક્તિ પ્રાપ્ત થઇ શકે છે.
બ્રહ્મશક્તિનું બીજુ રુપ સ્થૂળ પરમાણુમયી સાવિત્રી છે. તેને સ્થૂળ પ્રકૃતિ, પંચમહાભૂત, ભૌતિક સૃષ્ટિ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. પરમાણુઓની સ્વાભાવિક ક્રિયામાં ફેરફાર કરીને તેને પોતાના માટે વધારે ઉપયોગી બનાવવાની ક્રિયાનું નામ જ છે ‘તંત્ર વિજ્ઞાન’.
તંત્ર વિજ્ઞાન અંતર્ગત યંત્રોના સ્થાને આંતરિક શક્તિઓમાં રહેતી વિદ્યુત શક્તિને અમુક એવી વિશેષતાથી સંપન્ન કરવામાં આવે છે જેના દ્વારા પ્રકૃતિના સૂક્ષ્મ પરમાણુઓ ઐચ્છિક સ્થિતિ ધારણ કરી શકે. પદાર્થોની રચના, પરિવર્તન અને વિનાશનું આટલું મોટું કાર્ય કોઇ યંત્ર-ઉપકરણની મદદ વગર તંત્ર વિજ્ઞાનની મદદથી સરળતાથી પૂર્ણ થઇ શકે છે. તંત્ર વિજ્ઞાન દ્વારા પરમાણુ શક્તિ જેવી જ મહાન શક્તિ પ્રાપ્ત થઇ શકે છે. વિજ્ઞાનના આ તાંત્રિક ભાગને સાવિત્રી વિદ્યા, તંત્ર સાધના, વામ માર્ગ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.
No comments:
Post a Comment