દુનિયામાં તે જ લોકો વધુ સફળ અને સંપન્ન બને છે જેમનું મગજ સામાન્ય મનુષ્ય કરતા વધારે જાગૃત અને સક્રિય હોય છે.
દુનિયામાં જે મજા સૂક્ષ્મતામાં છે તે સ્થૂળતામાં નથી. કોઇપણ બાબત જેટલી સૂક્ષ્મ તેટલી જ વધારે સમર્થ અને શક્તિશાળી. આ વાત નિરાપદ રુપે દરેક જગ્યાએ સમાનરુપે લાગુ પડે છે. શરીરની સાપેક્ષમાં મગજ અતિ સુક્ષ્મ હોય છે. માટે જ તો દિમાગ માલિક અને શરીર નોકરની ભૂમિકામાં હોય છે. દુનિયામાં તે જ લોકો વધુ સફળ અને સંપન્ન બને છે જેમનું મગજ સામાન્ય મનુષ્ય કરતા વધારે જાગૃત અને સક્રિય હોય છે. શારીરિક શ્રમ કરનાર તો જેમ-તેમ કરીને પેટ પુરતું જ કમાઇ શકે છે. માટે એ નિશ્વિત છે કે સફળતા અને સંપન્નતામાં નાનકડા એવા મગજની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. નીચે આપવામાં આવેલા ઉપાયોની મદદથી આપના મગજ રુપી જાદુઇ ચિરાગને જગાડીને આપ અનેક ગણી કમાણી કરી શકો છો...
- સૂર્યોદય પહેલા સ્નાન કરી ઉત્તરદિશા તરફ મુખ રાખીને 15એક મિનિટ સુધી ગયત્રીમંત્રનો જાપ કરો.
- દિવસે સુવાનું ત્યાગી દો. તેની જગ્યાએ 30 મિનિટ સુધી યોગનિદ્રા અથવા શવાસનનો અભ્યાસ કરો.
- નિયમિત 10થી 15 મિનિટ સૂર્યભેદન પ્રાણાયમની સાધના કરો.
- નાદયોગ અથવા ત્રાટકાની સહાયથી એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરો.
સુવા જતા પહેલા હુંફાળા ગરમ પાણીમાં મીઠું નાંખીને 10 મિનિટ સુધી પગ મૂકી રાખો. ચિંતામુક્ત થઇને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી નિદ્રામાં પ્રવેશ કરો.
No comments:
Post a Comment