Wednesday, May 5, 2010

ધન સમૃદ્ધિનું વશીકરણ કેવી રીતે કરશો?.....

નર્કીય જીવનથી છૂટકારો મેળવવા માટેના પ્રબળ પુરુષાર્થ કરવાની સાથે મનુષ્યએ બચત, સાદગી તો કરવી જ જોઇએ, સાથે એ ગુપ્ત વિજ્ઞાનનો પ્રયોગ પણ કરવો જોઇએ જે કપાળ પર લખેલા કુઅંકને દૂર કરી શકે.



you get moneyઅર્થ પ્રધાન યુગમાં ધનહીન એટલે કે ગરીબ માણસની લાચારી સામે પથ્થર પણ પીગળી જાય છે પણ પ્રારબ્ધ ટસનું મસ નથી થતું. ધનહીન માણસની હાલત એ સાપ જેવી હોય છે જે પોતાનું મણી ગુમાવી દીધા બાદ દિવસ-રાત નિસ્તેજ અવસ્થામાં પોતાનું જીવન વિતાવ્યા કરે છે.



આવા નર્કીય જીવનથી છૂટકારો મેળવવા માટેના પ્રબળ પુરુષાર્થ કરવાની સાથે મનુષ્યએ બચત, સાદગી તો કરવી જ જોઇએ, સાથે એ ગુપ્ત વિજ્ઞાનનો પ્રયોગ પણ કરવો જોઇએ જે કપાળ પર લખેલા કુઅંકને દૂર કરી શકે.



અહીં એક એવો મંત્ર છે જેનો જાપ નિયમબદ્ધ રીતે કરવાથી તે લાભ કરાવે છે. મંત્ર અને તેના નિયમો આ પ્રમાણે છે.



મંત્ર-



ઓમ નમો પદ્માવતી પદ્મનયે લક્ષ્મી દાયિની વાંક્ષાભૂત પ્રેત વિંદ્યવાસિની સર્વ શત્રુ સંહારિણી દુર્જન મોહિની ઋદ્ધિ-સિદ્ધિ વૃદ્ધિ કરુ કરુ સ્વાહા | ઓમ ક્લીં શ્રીં પદ્માવત્યે નમ: ||



નિયમ –



- સૂર્યોદય પહેલા જ મંત્ર જાપ સંપન્ન કરી લેવા.
- સાધનામાં સામેલ બધી વસ્તુઓ લાલ રંગની જ હોય.
- સાધના 21 દિવસ સુધી કોઇ પણ ચૂક વગર ચાલુ રાખવી.
- 21 દિવસ સુધી ઘરના તમામ સભ્યોએ સૂર્યોદય પહેલા જાગીને પીપળાના વૃક્ષને જળ ચડાવવું.
- પોતાના કાર્યસ્થળ પર હંમેશા સમય કરતા 21 મિનિટ વહેલા પહોંચી તાંબાના શ્રીયંત્ર ઉપર લાલ ફૂલ અર્પિત કરવા.




No comments: