Wednesday, May 5, 2010

આ છે ધર્મનો સાચો અર્થ......

જ્યારે આપણે આપણા કર્મ એ વાતને ધ્યાનમાં રાખીને કરીએ કે કોઇને આપણા કર્મોને કારણે સીધી રીતે કે અપ્રત્યક્ષ રીતે હેરાનગતિ ન થાય ત્યારે આપણે ધાર્મિક બની જઇશું.



Real Religion  ધર્મ શબ્દના અર્થને લઇને દુનિયાભરમાં અલગ-અલગ વ્યાખ્યા બાંધવામાં આવી છે. તેમ છતાં લોકો આજ સુધી નક્કી નથી કરી શક્યા કે ધર્મ શબ્દનો એક ચોક્કસ અર્થ કયો છે? ધર્મના અર્થને લઇને હજુ પણ સતત અસમંજસ ભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. આવો, સમજીએ કે ધર્મ શું છે? વાસ્તવમાં ધર્મ માત્ર ભગવાન, પૂજા-પાઠ, મંદિર, દાન-પુણ્ય, કથા-પ્રવચન પુરતો સિમિત નથી. આ બધા તો ધર્મના અંગ છે, ધર્મ તરફ જવાના માર્ગ છે. જો સાચા ધર્મને સમજવો હોય તો વધારે વ્યવહારિક બનવાની જરુર છે.



ધર્મનો અર્થ છે કર્તવ્યની પૂર્તિ, એટલે કે કર્તવ્યનું પાલન કરવું. આપણી જે કોઇ જવાબદારી હોય તેને પૂર્ણ કરવી તે ધર્મ જ છે. કર્તવ્યનો અર્થ પણ ઊંડો છે, માત્ર જવાબદારીઓ પૂર્ણ કરવી કે કર્મ કરવું તે જ કર્તવ્ય નથી, કર્તવ્ય શબ્દનો અર્થ છે એવું કાર્ય કરવું જેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રુપે હાનિ ન પહોંચે.



જ્યારે આપણે આપણા કર્મ એ વાતને ધ્યાનમાં રાખીને કરીએ કે કોઇને આપણા કર્મોને કારણે સીધી રીતે કે અપ્રત્યક્ષ રીતે હેરાનગતિ ન થાય ત્યારે આપણે ધાર્મિક બની જઇશું. પછી આપણી અંદર સત્ય, ત્યાગ, દયા, અહિંસા જેવા ભાવ પણ આપોઆપ આવી જશે. માટે યાદ રાખો કે જો ધાર્મિક બનવું હોય તો તેના માટે કર્તવ્ય પથ પર આગળ વધો, ધર્મ જાતે જ મળી જશે.


No comments: