જ્યારે આપણે ધર્મ ચૂકી જઇએ છીએ ત્યારે આપણે અસુરક્ષિત બની જઇએ છીએ.
આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે આપ ધર્મની રક્ષા કરશો, દરેક કાર્યમાં ધર્મ-અધર્મનું ધ્યાન રાખશો તો ધર્મ આપના રક્ષણનું કાર્ય નીભાવશે. પોતાના દરેક કૃત્યમાં ધર્મનું ધ્યાન રાખો. ધ્યાન રાખો કે આપના કોઇ કૃત્યને લીધે કોઇને સીધી રીતે કે અપ્રત્યક્ષ રુપે કોઇ નુકસાન ન થાય. જો કોઇ અન્ય વ્યક્તિ પણ ખોટું કાર્ય કરી રહી હોય તો તેને રોકો, સમજાવો.
મનુસ્મૃતિ કહે છે – ધર્મો રક્ષતિ રક્ષતિ:|
(ધર્મ જ આપણી રક્ષા કરે છે, માટે આપણે ધર્મની રક્ષા કરીએ)
જ્યારે આપણે ધર્મ ચૂકી જઇએ છીએ ત્યારે આપણે અસુરક્ષિત બની જઇએ છીએ. તેનું એક સરસ ઉદાહરણ મહાભારતમાં જોવા મળે છે. યુદ્ધ સમયે કર્ણના રથનું પૈડું ધરતીમાં ખૂંપી દયું હતું અને ક્રણ નીચે ઉતરીને તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે કૃષ્ણે કહ્યું –“અર્જુન તીર ચલાવ અને કર્ણનો વધ કર.” અર્જુને કહ્યું – “આ અનુચિત છે, કારણ કે કર્ણ પાસે હાલ હથિયાર નથી.” કૃષ્ણએ કહ્યું “મારી આજ્ઞા છે, તીર ચલાવ.” ત્યારે કર્ણએ અર્જુનને કહ્યું – “અર્જુન તીર ન ચલાવીશ, અત્યારે હું નિહત્થા છું. આમ કરવું ધર્મની વિરુદ્ધ ગણાશે.”
ત્યારે કૃષ્ણએ કર્ણને કહ્યું – “કર્ણ સારું થયું કે તને અંતિમ સમયે ધર્મનું જ્ઞાન થયું. ધ્યાન રાખ જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે. જે સમયે ભર સભામાં દ્વૌપદીને નિર્વસ્ત્ર કરવામાં આવી રહી હતી ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો, જ્યારે અભિમન્યુને ષડયંત્ર રચીને ઘેરવામાં આવ્યો હતો અને બાદમાં તેનો વધ કરાયો હતો ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? માટે, કર્ણ જે ધર્મની ઉપેક્ષા કરે છે બાદમાં તેણે ધર્મ પાસેથી અપેક્ષા રાખવી જોઇએ નહીં.”
માટે જ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે – ધર્મો રક્ષતિ: |
No comments:
Post a Comment