જન્મકુંડળીમાં પાંચમે સ્થાને કોઈ પણ પ્રકારનો દોષ હોય તો બાળક મૃત જન્મે છે. જો તેનો જન્મ થઇ પણ જાય તો તેની આવરદા ખૂબજ ઓછી હોય છે. પાંચમાં સ્થાને કોઈ પાપ ગ્રહ હોય અથવા કોઈ સારા ગ્રહની દ્રષ્ટિ ના પડતી હોય તો પણ મૃત બાળક કે ઓછા આયુવાળુ બાળક જન્મે છે.
કેટલાક ઘરોમાં સંતાન પ્રાપ્તિ તો થાય છે પણ કાં તો તેમને મૃત બાળક જન્મે છે અથવા જન્મતાની સાથે જ બાળકનું મૃત્યુ થાય છે. તો કેટલીક સ્ત્રીઓનો સાત-આઠ મહિનામાં જ ગર્ભપાત થઈ જાય છે. આમ બનવા પાછળ પણ સોળ કારણ જવાબદાર છે. જેમાંથી નવ કારણો તો સ્ત્રી સંબંધિત જ હોય છે.
તો એક કારણ પિતૃપ્રકોપનું , એક દૈવિયપ્રકોપનું , એક કારણમાં હોય છે પુરુષની કમજોરી, એકમાં જન્મકુંડળીદોષ હોય છે અને બાકીના ત્રણ કારણોમાં વાયુ, પિત્ત , કફ જેવી બીમારીઓનો સમાવેશ થાય છે. આના લક્ષણો દરેક સ્ત્રીમાં અલગ-અલગ જોવા મળે છે.
જન્મકુંડળીમાં પાંચમે સ્થાને કોઈ પણ પ્રકારનો દોષ હોય તો બાળક મૃત જન્મે છે. જો તેનો જન્મ થઇ પણ જાય તો તેની આવરદા ખૂબજ ઓછી હોય છે. પાંચમાં સ્થાને કોઈ પાપ ગ્રહ હોય અથવા કોઈ સારા ગ્રહની દ્રષ્ટિ ના પડતી હોય તો પણ મૃત બાળક કે ઓછા આયુવાળુ બાળક જન્મે છે. જો પાંચમાં સ્થાને ગુરૂ હોય કે તેની દ્રષ્ટિ હોય તો પણ સંતાન પ્રાપ્તિ મોડી થાય છે.
તેના ઉપાયોઃ-
હરિવંશ પુરાણ વાંચવું.સંકટ ચતુર્થીનું વ્રત કરવુ.ગાયનું દુધ પીવુ.બોરના પત્તા ખાવાથી પણ દીર્ઘાયુ બાળક જન્મે છે.હનુમાન ચાલીસાના પાઠ કરવા.શ્રી ગણેશના વ્રત કરવા.
No comments:
Post a Comment