Wednesday, May 5, 2010

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ધર્મ ......

હવે વિજ્ઞાન એ નિર્ણય પર પહોંચ્યું છે કે આ સમગ્ર સૃષ્ટિને કોઇ અજ્ઞાત શક્તિ સંચાલિત કરે છે. હવે વિજ્ઞાનનો જડ પદાર્થો સાથેનો લગાવ સમાપ્ત થયો છે અને ચેતના, મન, આત્મા વગેરેના અસ્તિત્વને માન્યતા મળી રહી છે...



omપ્રખ્યાત વૈજ્ઞાનિક એચ. કેશેલિંગે પોતાના પુસ્તક ‘સાયન્સ એન્ડ રીલિજન’માં ભવિષ્યવાણી કરી છે કે આવનારા સો વર્ષમાં ધર્મને વિજ્ઞાનનું અને વિજ્ઞાનને ધર્મનું અભિન્ન અંગ માનવામાં આવશે. અર્થાત્ વિજ્ઞાનના ધર્મ સાથેના સમન્વયથી જ તેની પ્રગતિનું સંતુલન શક્ય બનશે.



પ્રો. એ. એસ. એડિમટને કહ્યું છે, “ હવે વિજ્ઞાન એ નિર્ણય પર પહોંચ્યું છે કે આ સમગ્ર સૃષ્ટિને કોઇ અજ્ઞાત શક્તિ સંચાલિત કરે છે. હવે વિજ્ઞાનનો જડ પદાર્થો સાથેનો લગાવ સમાપ્ત થયો છે અને ચેતના, મન, આત્મા વગેરેના અસ્તિત્વને માન્યતા મળી રહી છે.”



આધ્યાત્મિક દ્રષ્ટિએ : પંડિત રામ શર્મા આચાર્ય આ બંને મહાશક્તિઓને મહત્વની ગણાવી તેના સમન્વયને યથાર્થ ગણાવે છે. તેમનું કહેવું છે કે આ વિશ્વ-બ્રહ્માંડમાં બે પ્રકારની શક્તિઓ ફેલાયેલી છે... એક છે જડ અને બીજી ચેતના. જેને પ્રકૃતિ અને પુરુષ કહેવાય છે અને સ્થૂળ તેમજ સૂક્ષ્મ પણ. આ બંનેનું અસ્તિત્વ અને મહત્વ છે. પરંતુ તેનો સુયોગ ત્યારે જ શક્ય છે જ્યારે બંને એક બીજાને મદદરુપ બની એક સંયુક્ત શક્તિના સ્વરુપમાં વિકસિત બને અને પોતાનો ચમત્કાર બતાવે.


No comments: