Wednesday, May 5, 2010

શું આપ ઈશ્વરને અનુભવવા ઇચ્છો છો?

આવા વિરોધાભાસ આપને જ્યાં જોવા મળે સમજી લેવું કે પરમાત્મા આસપાસ જ ક્યાંક છે.



feel Godદરેક વ્યક્તિ ભગવાનને જોવા, અનુભવવા ઇચ્છે છે. બધાના મનમાં જિજ્ઞાસા હોય છે કે તે પરમશક્તિ છે ક્યાં, જે આ સૃષ્ટિનું સંચાલન કરે છે? આપ પણ તે શક્તિને, તે પરમાત્માને કે કહો કે જે આ સૃષ્ટિનું સંચાલન કરે છે તેની ઉપસ્થિતિને અનુભવી શકો છો. તેના માટે આંખોની જરૂર નથી, જરૂર છે માત્ર દ્રષ્ટિની.



વાસ્તવમાં આપણે જેને ભગવાન, પરમશક્તિ કે પરમાત્મા કહીએ છીએ ભારતીય વિદ્વાનોએ તેમને અલગ રીતે નિહાળવાની યુક્તિ આપી છે. ભગવાન ત્યાં હોય છે જ્યાં આપણને કોઇ બાબતે વિરોધાભાસ જોવા મળે. ક્યારેક ભગવાનની તસવીરોને ધ્યાનથી જુઓ, ભગવાન રામનો સુકોમળ હસતો ચહેરો, પણ હાથમાં ભીષણ ધનુષબાણ, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની સુંદર જોડી, પણ ગાઢ સમુદ્રની વચ્ચે, ભગવાન ગણપતિનું ભારે શરીર અને વાહન સાવ નાનકડો ઉંદર, વિષ્ણુનું સિંહાસન શેષનાગ અને વાહન ગરુડ (આપણે જાણીએ છીએ કે નાગ અને ગરુડ પરસ્પર દુશ્મન હોય છે). આપને ઈશ્વરની પ્રતિમાઓમાં આવા વિરોધાભાસ જોવા મળશે.



હવે આ વિરોધાભાસને પોતાની આસપાસ મહેસુસ કરવાનો પ્રયત્ન કરો. એક અંધને જુઓ જે વગર આંખે પણ રસ્તો ઓળંગી શકે છે, આ વિરોઘાભાસ છે કારણ કે આંખો બંધ કરીને પણ આપ આમ નહીં કરી શકો. હૈતીના ભૂકંપમાં 16 દિવસ બાદ એક 60 વર્ષની સ્ત્રીને જીવતી બહાર કાઢવામાં આવી, આ વિરોધાભાસ છે. આવા વિરોધાભાસ આપને જ્યાં જોવા મળે સમજી લેવું કે પરમાત્મા આસપાસ જ ક્યાંક છે.


No comments: