Monday, May 3, 2010

મહિલાઓ સામે તાકીને જોતા તમામ પુરુષો બેવફા નથી હોતા!


obamaપુરુષોને વાસનાભરી નજરથી આમતેમ જોવાની આદત હોય છે પરંતુ તેના કારણે મહિલાઓએ એમ ન વિચારી લેવું જોઈએ કે તેનો પતિ કે પ્રેમી ટાઈગર વૂડ્સની જેમ બેવફાઈ કરશે. ‘ધ મેલ બ્રેઈન’ નામના પુસ્તકમાં ખ્યાતનામ સાઈકોલોજિસ્ટ અને લેખિકા લુઆન બ્રિજેન્દાઈને પુરુષોની નજરના આધારે પ્રેમિકા કે પત્ની પ્રત્યે વફાદારી અંગે કેટલીક રસપ્રદ વાતો ટાંકી છે.



તેમણે પુસ્તકમાં લખ્યું છે કે કુદરતે લોકોમાં એવી માનસિક રચના કરી છે કે દુનિયાનો કોઈપણ પુરુષ હંમેશા એવી મહિલાની શોધમાં હોય છે જેની સાથે તે સરળતાથી હળીમળી શકે. જોકે પુરુષોની આ આદતના કારણે મહિલાઓને તકલીફ થતી હોય છે કે પુરુષ શા માટે તેમની આસપાસની મહિલાઓને ખૂબ ઘ્યાનથી કે રસપૂર્વક જુએ છે.



તેમના ફિગર પર પુરુષોની નજર અટકી જાય છે. વાસ્તવમાં પુરુષોમાં આ કુદરતી સ્વભાવ છે તેનો મતલબ એવો નથી કે તે પોતાની સાથી કે પ્રેમિકાને પ્રેમ નથી કરતા. પુરુષોની આ આદતના કારણે કયારેય ન વિચારવું જોઈએ કે તે બેવફાઈ કરશે. બ્રિજેન્દાઈને ઉમેર્યું હતું કે મહિલા પર સહજ નજર કરવાની અને તાકી તાકીને જોવાની આદત વરચે અંતર હોય છે.



ટાઈગર વુડ્સે તેની હદ પાર કરી હતી. તેના જેવા જૂજ પુરુષોના કારણે બધા પુરુષોને શંકાની નજરે જોવામાં આવે છે. જો કોઈ પુરુષ તેની પત્ની સાથે વફાદાર રહ્યો હોય તો તેનો પુત્ર પણ વફાદાર રહે તેવી શક્યતાઓ વધારે હોય છે. એક કરતાં વધારે લગ્ન કે મહિલાઓ સાથે સંબંધના લક્ષણો છોકરાને તેના પિતા તરફથી જનીનમાં વારસામાં મળે છે.

No comments: