Monday, May 3, 2010

દારૂ પીવાથી થઈ શકે છે સ્તન કેંસર!....


નાની ઉંમરમાં દરરોજ દારૂનું સેવન કરનાર છોકરીઓ સાવધાન. કારણ કે એક નવા સંશોધન અનુસાર દરરોજ દારૂનું સેવન કરનાર છોકરીઓમાં મોટી ઉંમરે સ્તન કેંસર થવાની શક્યતાઓ રહે છે.



વોશિંગ્ટન અને હાવર્ડ યુનિવર્સિટી દ્વારા કરાયેલ એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે જો નાની ઉંમરીની છોકરીઓ અઠવાડિયાના સાત દિવસમાંથી પાંચથી પણ વધારે વખત દારૂનું સેવન કરવાથી બેનીજન સ્તન કેંસર થવાનો ભય રહે છે.



શોધકર્તાઓએ જણાવ્યું કે આ સંશોધન ખૂબ જ ચિંતાજનક છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી કોલેજની વિદ્યાર્થિનીઓમાં દારૂનું સેવન કરવાનું પ્રમાણ વધ્યું છે.



હાવર્ડ યુનિવર્સિટીમાં લેક્ચરર કૈથરીન એસ બેરકેયે જણાવ્યું છે કે જો ભવિષ્યમાં અમારા કામની ખરાઈ થાય છે તો આગળ જઈને બેનજીન સ્તનની બિમારી અથવા સ્તન કેંસરને રોકી શકાશે.



આ સંશોધન માટે 6899 સગીરાઓની મુલાકાત કરવમાં આવી હતી. જેમની ઉંમર 9થી 15 વર્ષની વચ્ચે હતી. જેમાંથી 147 સગીરાઓની સારવાર કરવામાં આવી જ્યારે 67માં બાયોપ્સીથી તેની ખરાઈ કરવામાં આવી.



પરિણામમાં જાણવા મળ્યું કે જે છોકરીઓ અઠવાડીયામાં ત્રણથી પાંચ દિવસા દારૂ લે છે તેમને દારૂ નહી પીનાર છોકરીઓ કરતા ત્રણ ગણો સ્તન કેંસરનો ભય રહે છે.


No comments: