જે કોઇ આ સ્તોત્રનો નિત્ય પાઠ કરશે તેને રાજવી વૈભવ અને અક્ષય લક્ષ્મી સુલભ બનશે.
દરેકના મનમાં એવો વિચાર આવે છે કે શું કોઇ એવો મંત્ર છે જે વૈભવ અને સિદ્ધિ અપાવી શકે. મંત્રમાં અત્યંત તાકાત હોય છે. એક મંત્રનો સાચો જાપ આપનું જીવન બદલી શકે છે. આવો જ એક સ્તોત્ર છે શિવતાંડવ, જેના દ્વારા આપ ન માત્ર ધન-સંપત્તિ મેળવી શકો છો, પણ તેના દ્વારા આપનું વ્યક્તિત્વ દીપી ઉઠશે. શિવતાંડવ સ્તોત્ર રાવણ દ્વારા રચવામાં આવ્યું છે. તેની અઘરી શબ્દાવલી અને અદ્વિતિય વાક્ય રચના તેને બીજા મંત્રોની સરખામણીમાં અલગ બનાવે છે. આપના જીવનમાં જો કોઇપણ સિદ્ધિની મહત્વાકાંક્ષા હોય તો આ સ્તોત્રના જાપથી તે આપને સરળતાથી પ્રાપ્ય બનશે.
સહુથી વધુ ફાયદો આપની વાક્ સિદ્ધિને થશે. જો અત્યાર સુધી આપ આપના મિત્ર વર્તુળમાં કે કોઇની સામે બોલતા અટકતા હશો તો આ સ્તોત્રના પાઠથી આપની એ સમસ્યા દૂર થશે. તેની શબ્દરચનાને કારણે વ્યક્તિનું ઉચ્ચારણ સ્પષ્ટ બને છે. આ મંત્ર દ્વારા નૃત્ય, ચિત્રકલા, લેખન, યુદ્ધકલા, સમાધિ, ધ્યાન વગેરે કાર્યોમાં સિદ્ધિ મળે છે. જે કોઇ આ સ્તોત્રનો નિત્ય પાઠ કરશે તેને રાજવી વૈભવ અને અક્ષય લક્ષ્મી સુલભ બનશે.
No comments:
Post a Comment