જ્યોતિષવિજ્ઞાન મનુષ્યની આવી જ ભાવના અને કામનાઓને પૂર્ણ કરે છે. સાથે તમામ દુવિધાઓ અને સંશયની સ્થિતિમાંથી મુક્ત પણ કરે છે.
આજે દરેક મા-બાપ જ્યાં પોતાના પુત્ર માટે સંસ્કારી પુત્રવધુ અને પુત્રીના લગ્ન માટે યોગ્ય અને સુસંસ્કારિત વરની શોધમાં બેચેન રહે છે, યુવક અને યુવતી પણ યોગ્ય જીવનસાથી મેળવવાની ચાહ રાખે છે, જેની સાથે જોડાઇને સમગ્ર જીવન સુખમય પસાર કરી શકાય.
જ્યોતિષવિજ્ઞાન મનુષ્યની આવી જ ભાવના અને કામનાઓને પૂર્ણ કરે છે. સાથે તમામ દુવિધાઓ અને સંશયની સ્થિતિમાંથી મુક્ત પણ કરે છે. વિવાહ અને જીવનસાથીના સંબંધમાં જન્મકુંડળીમાં સાતમા ભાવની સાથે ગુરુ, શુક્રની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે .
- પુરુષ માટે જીવનસાથીનો નિર્ણય જન્મકુંડળીમાં શુક્ર ગ્રહ અને તેની સ્થિતિ પર આધારિત હોય છે.
- આ પ્રકારે સ્ત્રીઓ માટે જીવનસાથીનો નિર્ણય જન્મકુંડળીમાં ગુરુગ્રહ અને તેની સ્થિતિને ધ્યાનમાં લઇને લઇ શકાય છે.
- પુરુષ માટે સુંદર, સુશીલ અને સંસ્કારી જીવનસાથી માટે જન્મકુંડળીમાં સાતમા ભાવમાં સાતમા ભાવના સ્વામી અને ગુરુ શુક્રની સાથે હોય કે પછી તેની દ્રષ્ટિ હોવી જરૂર છે.
- સ્ત્રી માટે યોગ્ય, સુંદર, ઊર્જાવાન, સુસંસ્કારિત પતિ મેળવવા માટે જન્મકુંડળીમાં સાતમા ભાવમાં સાતમા ભાવના સ્વામી અને ગુરુ શુક્ર સાથે હોય કે તેની દ્રષ્ટિ હોય તે આવશ્યક છે.
- જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કુંડળીમાં ગુરુની દ્રષ્ટિ એટલે કે તે જે ઘરને જુએ છે, ત્યાં સુફળ આપે છે. પણ જે ઘરમાં રહે છે ત્યાં ખરાબ ફળનો કારક બને છે. આ માટે જણાવવામાં આવ્યું છે કે જ્યારે ગુરુ છોકરા કે છોકરીની કુંડળીમાં સાતમા ઘરમાં બેઠેલો હોય તો વિવાહમાં વિલંબ થઇ શકે છે.
No comments:
Post a Comment