મનુષ્યને ઈશ્વરે પાંચ ઇન્દ્રિઓ આપી છે જે સહાયક બનીને તેને મદદરુપ બને છે. આ પાંચ ઇન્દ્રિઓ જ તે પાંચ દરવાજા છે જેમાંથી પસાર થઇને વ્યક્તિત્વને નષ્ટ કરનારા શત્રુઓ પ્રવેશ કરે છે.
જરા પણ ચૂક થઇ ગઇ તો વાગશે તે નક્કી છે. આઘાત, પ્રહાર અને હુમલો હંમેશા તાકીને જ બેસે છે કે જેવો મોકો મળે અને તૂટી પડીએ. અનુભવીઓ તો ત્યાં સુધી કહે છે કે નબળાઇ પોતે જ આક્રમણોને આમંત્રણ આપે છે.
કહેવાનો અર્થ એ છે કે નબળાઇ કે નિર્બળતા શત્રુઓ માટેનું આકર્ષણ હોય છે. આ માત્ર અનુભવસિદ્ધ વાત નથી પણ સંપૂર્ણ રીતે મનોવૈજ્ઞાનિક સત્ય પણ છે. ઠોકરો ખાઇ-ખાઇને માણસ પોતાની જાતને સંભાળતા શીખી લે છે. તે પોતાના જીવની રક્ષા માટે સજાગ બની જાય છે. પણ મનુષ્યની પ્રકૃતિ જ એવી છે કે તે ઓછી મહત્વની વસ્તુની દેખરેખ રાખે છે અને અનમોલ વસ્તુઓને ભૂલી જાય છે. તેની આવી જ ભૂલ છે પોતાના વ્યક્તિત્વને નજરઅંદાજ કરવું.
મનુષ્યને ઈશ્વરે પાંચ ઇન્દ્રિઓ આપી છે જે સહાયક બનીને તેને મદદરુપ બને છે. આ પાંચ ઇન્દ્રિઓ જ તે પાંચ દરવાજા છે જેમાંથી પસાર થઇને વ્યક્તિત્વને નષ્ટ કરનારા શત્રુઓ પ્રવેશ કરે છે. આ દરવાજા નીચે મુજબ છે-
1. નેત્ર- આંખોમાંથી પસાર થઇને એવા દ્રશ્યો પ્રવેશે છે જે વિકૃતિ પેદા કરે છે.
2. કાન- કાનમાંથી એવા શબ્દો આપણામાં પ્રવેશે છે જે મસ્તિષ્કને અશાંત બનાવી દે છે.
3. જીભ- તેની પરવાનગીથી તે વસ્તુઓ શરીરમાં આવે છે જેનું આગમન ઉચિત નથી.
4. નાક- તેની લાપરવાહીને લીધે વ્યક્તિત્વ દુર્ગંધોનું આદિ બની જાય છે.
5. ત્વચા- ન અડવા લાયક સ્પર્શને અનુમતિ આપતા પવિત્રતા આને કારણે જ નષ્ટ થઇ છે.
માટે જો કોઇ પોતાના વ્યક્તિત્વને ઘાતક શત્રુઓથી બચાવવા ઇચ્છે તો તેણે આ પાંચેય દરવાજા પર પહેરો ભરવો પડશે.
No comments:
Post a Comment