Wednesday, May 5, 2010

ક્યારે અને કેવી રીતે મળે છે ભગવાન? .....

જો કોઇ ભક્તના મનમાં ઈશ્વરને પામવાની તરસ શ્વાસ લેવાની જરૂરિયાત જેટલી તીવ્ર બની જાય તો તત્કાળ ઈશ્વર મળી શકે છે.How to reach with god?



ભગવાન, ઈશ્વર, ખુદા, પરમાત્મા, વાહેગુરુ... વગેરે કેટલાય નામોથી આપણે તેને ઓળખીએ છીએ, બોલાવીએ છીએ. કોઇ સાકાર સ્વરુપમાં માને છે તો કોઇની આસ્થા નિરાકાર પ્રતિ છે. પણ એ વાત ચોક્કસ છે કે દરેક વ્યક્તિ તેને કોઇને કોઇ સ્વરુપમાં માને જરૂર છે. ત્યાં સુધી કે હવે તો વિજ્ઞાન પણ હવે વિનમ્રતા પૂર્વક સ્વીકારે છે કે આ અદભૂત, અસીમ અને વિલક્ષણ સૃષ્ટિને કોઇ ચેતન સત્તાએ જ બનાવી છે. આધુનિક વિજ્ઞાન આજે એક વિનમ્ર વિદ્યાર્થીની જેમ અધ્યાત્મના ચરણોમાં સહર્ષ બેસવા માટે તૈયાર છે. ઈશ્વરના અસ્તિત્વને લઇને આજે વિજ્ઞાનના મનમાં કોઇ શંકા-સંદેહ નથી.



આધ્યાત્મ ક્ષેત્રના તત્વજ્ઞાનીઓનો અનુભવ સિદ્ધ મત છે કે, જેના વગર માણસ કોઇ પણ કીમતે રહી ન શકે તે વસ્તુ તેને તત્કાલ અને ભરપૂર પ્રમાણમાં મળી જાય છે. હવા, પાણી, પ્રકાશ વગેરે વસ્તુઓ જેટલી જરૂરી છે, ઈશ્વરે તેને એટલા પ્રમાણમાં જ સુલભ બનાવી રાખી છે. આ વાત ઈશ્વર પ્રાપ્તિના વિષયમાં પણ લાગુ પડે છે. જો કોઇ ભક્તના મનમાં ઈશ્વરને પામવાની તરસ શ્વાસ લેવાની જરૂરિયાત જેટલી તીવ્ર બની જાય તો તત્કાળ ઈશ્વર મળી શકે છે. મીરા, નાનક, કબીર, રામકૃષ્ણ પરમહંસ, સૂરદાસ, તુલસી વગેરે ભક્તોને ભગવાન ત્યારે જ મળ્યા હતા જ્યારે તેમના મનમાં ઈશ્વર પ્રાપ્તિની તીવ્ર ઘેલછા જોવા મળી.


No comments: