Wednesday, May 5, 2010

સાચો અને સંપૂર્ણ ધર્મ એ છે કે જે...

હિન્દુ, મુસ્લિમ, ઇસાઇ, શીખ વગેરેને ધર્મના બદલે સંપ્રદાય કહેવા વધારે ઉચિત અને તર્કપૂર્ણ છે. પૂર્ણ ધર્મ એ જ હોઇ શકે જે મનુષ્યને યોગ્ય આચરણ અને વ્યવહાર શીખવે છે. ધર્મ જ મનુષ્યને જીવન જીવવાની કળા શીખવાડે છે.



all religionsજીવનમાં જે વ્યવહાર અને કર્મ અપનાવવા લાયક છે તે જ ધર્મ છે. ધર્મ માનવજીવનને ઉચિત શું છે, અનુચિત શું છે તે શખવે છે. માણસ જ્યારે જન્મ લે છે ત્યારે તે પશુ સમાન જ હોય છે. થોડો સમજદાર બને છે ત્યારે ધર્મના માર્ગ પર ચાલીને જ એક સાચો મનુષ્ય બની શકે છે.



લોકોમાં ખોટી માન્યતા છે કે કોઇ વિશિષ્ટ પ્રકારના રીત-રીવાજ, પૂજા-પાઠ, કર્મકાંડ અને વેશભૂષા ધારણ કરવા એ ધર્મની ઓળખ છે. વાસ્તવિક, સાચો અને સંપૂર્ણ ધર્મ એ જ છે જે સંસારના દરેક મનુષ્ય પર સમાન રીતે લાગુ પડતો હોય. માટે જ ધર્મને સર્વવ્યાપી માનવામાં આવે છે, જેને લોકો હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ઇસાઇ ધર્મ, શીખ ધર્મ, પારસી ધર્મ, યહૂદી ધર્મ વગેરેના નામથી ઓળખે છે. આ દરેક ધર્મને ઇશ્વર સુધી પહોંચવાનો માર્ગ કે પ્રકાર ગણવામાં આવે છે.



હિન્દુ, મુસ્લિમ, ઇસાઇ, શીખ વગેરેને ધર્મના બદલે સંપ્રદાય કહેવા વધારે ઉચિત અને તર્કપૂર્ણ છે. પૂર્ણ ધર્મ એ જ હોઇ શકે જે મનુષ્યને યોગ્ય આચરણ અને વ્યવહાર શીખવે છે. ધર્મ જ મનુષ્યને જીવન જીવવાની કળા શીખવાડે છે.



ધર્મ જ જણાવે છે કે જીવનનો ઉદ્દેશ શું છે? ધર્મ જ શીખવે છે કે માણસનું આચરણ કેવું હોવું જોઇએ? ધર્મ જ આપણને શીખવે છે કે સાચો તેમજ ઉત્તમ મનુષ્ય કેવો હોવો જોઇએ. એટલું જ નહીં ધર્મ જ શીખવે છે કે મનુષ્યનો પૂર્ણ વિકાસ કેવી રીતે શઇ શકે છે. ધર્મ જ મનુષ્યની સાચી તાકાત છે, ધર્મ જ મનુષ્યનો સાચો શિક્ષક છે. ધર્મ વિના મનુષ્ય અપૂર્ણ છે.


No comments: