Monday, May 3, 2010

કોણ હોય છે ભગવાનના ભક્ત?.........

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે જાતકોના જન્માક્ષરમાં ગુરુ લગ્નમાં દ્વિતિય ભાવ ચતુર્થ, પંચમ, સપ્તમ, નવમ, દશમ, એકાદશ ભાવમાં ઉચ્ચનો હોય અથવા મિત્ર રાશિમાં સ્થિત હોય તો જાતક બાળપણથી જ ભગવદ્ કાર્યોમાં રુચિ રાખનારો બને છે.



god devotees હંમેશા આપણે ઈશ્વરને દુખમાં જ યાદ કરીએ છીએ. આજની નવી સંસ્કૃતિમાં તો અમુક જ ઘર એવા બચ્યાં છે જ્યાં બાળપણથી જ બાળકોને ભગવાનની ભક્તિમાં જોડવામાં આવે છે. જેના કારણે બાળકો સમજદાર હોવા છતાં ભગવાનથી અલિપ્ત જ રહે છે. પછી જ્યારે કોઇ સમસ્યા સર્જાય છે ત્યારે ઈશ્વર પ્રત્યે તેમનો લગાવ સર્જાય છે. અને કેટલાક બાળકો એવા હોય છે જેમના માતા-પિતા ભલે નાસ્તિક હોય પણ તેમનો ઈશ્વર પ્રત્યેનો લગાવ અતૂટ હોય છે.



જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે જાતકોના જન્માક્ષરમાં ગુરુ લગ્નમાં દ્વિતિય ભાવ ચતુર્થ, પંચમ, સપ્તમ, નવમ, દશમ, એકાદશ ભાવમાં ઉચ્ચનો હોય અથવા મિત્ર રાશિમાં સ્થિત હોય તો જાતક બાળપણથી જ ભગવદ્ કાર્યોમાં રુચિ રાખનારો બને છે. ગુરુ ઉચ્ચનો થઇને લગ્નમાં સ્થિત હોય તો જાતક પૂર્ણરુપે ભગવાનનો આશ્રિત બને છે. તે ભગવાનની ભક્તિ સિવાય અન્ય કોઇપણ વાતમાં રસ ધરાવતો નથી. જો જાતકની કુંડળીમાં ચાર શુભ ગ્રહ એકસાથે શુભ ભાવમાં હોય તો તે સંન્યાસી બની જાય છે. બાળપણથી જ તેનો સ્વભાવ સંત જેવો જોવા મળે છે. ગુરુ ઊતરતા રાહુ સાથે યુતિ કરે કો જાતક નાસ્તિક હોય છે તથા જીવન પર્યંત તે ભગવાનના ભક્તોને નફરત કરતો રહે છે. આવા જાતકે જીવનમાં કષ્ટો પણ સહન કરવા પડે છે.


No comments: