Wednesday, May 26, 2010

બાળકોને પરમાત્મા સાથે જોડો...

પરંતુ જેવા હનુમાનજી અંગૂઠી નીચે નાખ્યા બાદ સીતાજીની સામે આવ્યા ત્યારે સીતાજીએ મોંઢુ ફેરવી લીધું.



child with godસંતાનોના પાલન પોષણમાં ઘ્યાન રાખવાની વાત કહેવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, બાળકોને પણ પરમાત્મા સાથે જોડીને રાખો. તેમને પણ ભક્ત બનાવો. ભકતોમાં તમામ ગુણ હોય છે. જ્ઞાનીમાં બધા જ ગુણ નથી હોતા. કર્મયોગીમાં બધા જ ગુણ નથી હોતા. ભક્ત કર્મયોગી પણ હોઈ શકે છે અને તે જ્ઞાની પણ હોઈ શકે છે તેથી તેને ભક્ત બનાવો.



ભક્તનો અર્થ એ નથી કે, વ્યક્તિ તિલક કરી લે, લાંબી ચોટલી રાખી લે, મંદિરમાં જાય અને બે-ચાર કલાક પૂજા કરે. ભક્ત એક આચરણ છે, સંપૂર્ણ આચરણ. પરમાત્મા સંપૂર્ણ ભક્તને ચાહે છે. તેઓ કહે છે કે અડધો ભક્ત ન ચાલે. તેથી તમે ભક્ત બનો અને સંતાનોને પણ ભક્ત બનાવવાની જવાબદારી નિભાવો. આનો સીધો મતલબ છે કે, માતા-પિતા જે કંઈ પણ સંતાનોને આપશે તે જ તેમની પાસે પરત આવશે. નરકથી બચવા માટે ઘ્યાન કરો. નામનું ખૂબ જ મહત્વ છે. તેથી તમારા પ્રિયનું નામ હંમેશાં લેતા રહો.



તમને યાદ હશે કે, જ્યારે હનુમાનજી ભગવાન પાસેથી વિરહ સંદેશ લઈને માતા સીતાજી પાસે પહોંરયા અને તેમણે માતા સીતાને સંદેશો આપ્યો. જે લોકો સુંદરકાંડ વાંચે છે તેમને ખબર હશે કે હનુમાનજીએ સીતાને સંપૂર્ણ કથા સંભળાવી ત્યારે સીતાજીનું સંપૂર્ણ દુ:ખ દૂર થઈ ગયું. પરંતુ જેવા હનુમાનજી અંગૂઠી નીચે નાખ્યા બાદ સીતાજીની સામે આવ્યા ત્યારે સીતાજીએ મોંઢુ ફેરવી લીધું. આ સમય હનુમાનજીના જીવનનો સૌથી મોટો પ્રસંગ હતો. જ્યારે માતા સામે જ ઊભા હોય, સીતાજીનાં દર્શન થતા હોય ત્યારે જ ભક્તિ દેવી મોંઢુ ફેરવી લે છે. હનુમાનજી ચોંકી ઊઠ્યા.

No comments: