Wednesday, May 12, 2010

શા માટે લાગે છે ડર ?.........

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે જાતકોના જન્માક્ષરમાં સર્પ યોગ, કાલસર્પ યોગ હોય છે કે પછી પિતૃ દોષ હોય છે, તેમને રાહુની મહાદશા હોય ત્યારે આ રીતનો ડર લાગ્યા કરે છે.



 we afraidક્યારેક-ક્યારેક અકારણે જ આપણને ભય લાગ્યા કરે છે. આવા ભયની ટેવ ક્યાં તો બાળપણથી જ હોય છે કે પછી વધતી જતી ઉંમરની સાથે આવવા જાય છે. આવા લોકો એકલતાથી ગભરાય છે. તેઓ ક્યાંય એકલા જવાનું પણ પસંદ નથી કરતા. આ એક પ્રકારની માનસિક પરેશાની છે. તેમને હંમેશા ભય લાગ્યા કરે છે અને ભયમાં ને ભયમાં જ તેમના જીવનનું સુખ ચેન છીનવાઇ જાય છે.



જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે જાતકોના જન્માક્ષરમાં સર્પ યોગ, કાલસર્પ યોગ હોય છે કે પછી પિતૃ દોષ હોય છે, તેમને રાહુની મહાદશા હોય ત્યારે આ રીતનો ડર લાગ્યા કરે છે. ઉપરનો કોઇ યોગ ન હોય તો પણ રાહુ અષ્ટમ ભાવે કે ષષ્ઠ ભાવે હોય ત્યારે અજ્ઞાત ભય-ચિંતા સતાવ્યા કરે છે. દ્વાદશ ભાવમાં સ્થિતિ પામેલો રાહુ પણ ગુરુના સંયોગ અથવા તેની દ્રષ્ટિથી જાતકમાં ભય ઉત્પન્ન કરે છે. ચંદ્ર રાહુની યુતિ જાતકને ડરપોક બનાવે છે. તે હંમેશા ભયભિત રહે છે.



ભય દૂર કરવાના ઉપાય-



- કાલસર્પ કે તે પ્રકારના અન્ય દોષને શાંત કરાવવા.
- પોતાના ઘરે મોરનું પીંછુ રાખવું.
- હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
- ઘરમાંથી જંગલી જાનવરોના ફોટા દૂર કરવા.
- પંચમુખી હનુમત કવચનો પાઠ અને પૂજા કરવી.


No comments: