Thursday, May 13, 2010

સમાધિ અવસ્થા : અતિન્દ્રિય શક્તિનું સ્વરૂપ..

આત્મજ્ઞાનના જુદાં જુદાં સ્તરો ભેદતો હું સત્યલોકના અમરધામમાં પહોંચી ગયો. સઘળી માયાવી મર્યાદાઓ છૂટી ગઇ.

sign of strength‘ચમત્કાર વિના નમસ્કાર નહીં’ માં માનતી પશ્વિમની સંસ્કૃતિને શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીએ ભારતીય યોગ વિદ્યાના અનેક પરચા કરાવ્યા હતા. જે ‘ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી’ માં વર્ણવેલા છે. શ્રી યોગાનંદજીના ગુરુ શ્રી યુક્તેશ્વર સ્વામી અને તેમના ગુરુવર્યશ્રી લાહિરી ગૃહસ્થી જીવન જીવતા હતા.

આ લાહિરી મહાશયના પડોશમાં રહેતો ચંદ્રમોહન વિદેશથી ડોક્ટરની પદવી ધારણ કરીને પરત ફર્યો હતો. એક દિવસ તે યોગીરાજ લાહિરી મહાશય પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો. થોડીવાર બેઠા પછી યોગીજીએ ડો.ચન્દ્રમોહનને કેટલાક પ્રશ્નો કર્યા. જેમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં મૃતકની પરિભાષા શું છે ?’ આવું પૂછી યોગી મહાશયે પોતાના શરીરનું પરીક્ષણ કરવા જણાવ્યું.

ડો.ચંદ્રમોહને જ્યારે લાહિરીજીનું શરીર તપાસ્યું, તો તેમના હોશ જ ઊડી ગયા. યોગીના સ્થૂળ શરીરમાં કોઇ જીવંત ચેતના જ ન હતી. શ્વાસ થંભી ગયો હતો. હૃદયના ધબકારા બંધ હતા. નાડીના સ્પંદનો પણ ગાયબ ! તેઓનો સ્થળૂ દેહ કોઇ પણ જાતની ક્રિયા-પ્રતિક્રિયા વિના નિશ્ચેતનની સ્વાસ્થમાં હતો, પરંતુ તે મૃત્યુ ન હતું...

આ નિર્વિકલ્પ સમાધિ સ્થિતિ હતી. કેટલીક ક્ષણો પછી મહાશયે આંખો ખોલી અને ડોકટરને કહ્યું ‘ચંદ્રમોહન ! અતિન્દ્રિય જગત બહુ જ ગૂઢ અને વિલક્ષણ છે. જેનાં અનેક તથ્યો હજુ સુધી અજ્ઞાત છે. તમારું આધુનિક વિજ્ઞાનમાં ત્યાં સુધી પહોંચી શકયું નથી, હા, ભારતીય યોગદર્શન અવશ્ય તેની પ્રતીતિ કરાવે છે. ’

આ ઘટના પછી ડો.ચંદ્રમોહન લાહિરીજીના શિષ્ય બની ગયા. બાદમાં તેઓ લબ્ધ પ્રતિષ્ઠિત ચિકિત્સક તરીકે ખ્યાતિ પામ્યા હતા.

બંગાળના ચમત્કારિક યોગી શ્યામચરણ લાહિરી બાળપણથી જ ગંગા નદીના પટમાં યોગાસનમાં બેસતા. એ લાંબા સમય સુધી માથાના ભાગ સિવાયનું શરીર રેતીમાં ઢંકાયેલું રાખતા. તેઓ હિસાબનીશ તરીકે ફરજ બજાવતા. તેમનું આડંબર રહિત જીવન સહજગમ્ય એવા યોગકાર્યથી હજારો સ્ત્રી-પુરુષોને પ્રેરણા આપનારું હતું. ક્રિયાયોગની સિદ્ધિ મેળવી બ્રહ્મત્વના શિખરે બિરાજમાન આ યોગીવર્યના માત્ર હિંદુઓ જ નહીં મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પણ શિષ્યો હતા. બનારસના પ્રખ્યાત સ્વામી ભાસ્કરાનંદ સરસ્વતી અને દેવગઢના ઉરચકોટિના તપસ્વી બાળાનંદ બ્રહ્મચારી પણ તેમના જ દીક્ષિત હતા.

સને ૧૮૬૧માં લાહિરી મહાશયની બદલી હિમાલયના રાણીખેત થાણામાં થઇ. ત્યાંની રઝળપાટ દરમિયાન દ્રોણગિરિ પર્વત પરના આરોહણ દરમિયાન એક તામ્રવર્ણના અંગ્રેજીમાં વાત કરતા દિગંબર યુવાન સાથે તેમની મુલાકાત થઇ ! આ તેજસ્વી યુવાન લાહિરીજીને એક અંધારી ગુફામાં લઇ ગયા જયાં તેમના પૂર્વજન્મની સ્મૃતિઓ યાદ દેવડાવી. આ દિવ્યગુરુએ તેમના મસ્તક ઉપર હાથ ફેરવતાં જ નિર્વિકલ્પ સમાધિ લાધી. તેમના જ શબ્દોમાં ‘આ દૈદીપ્પમાન અવસ્થામાં સાત દિવસ પસાર કર્યા.

આત્મજ્ઞાનના જુદાં જુદાં સ્તરો ભેદતો હું સત્યલોકના અમરધામમાં પહોંચી ગયો. સઘળી માયાવી મર્યાદાઓ છૂટી ગઇ. મારો આત્મા વિશ્વ ચૈતન્યના શાશ્વત સિંહાસન ઉપર મજબૂત રીતે ચોંટી ગયો.’ ક્રિયાયોગની આ દીક્ષા આપનાર મહાત્મા સદ્ગુરુ મહાવતાર બાબાજી હતા.

એમ કહેવાય છે કે હિંદુ તત્ત્વદર્શનના અદ્વિતીય તત્ત્વજ્ઞાની શંકર (આદિ શંકરાચાર્ય)ને તથા સંત કબીરને બાબાજીએ જ યોગ દીક્ષા આપી હતી. મહર્ષિ પતંજલિએ શ્વાસ અને ઉરછ્વાસની ગતિને રોકવાના આ પ્રાણસંયમને ‘ક્રિયાયોગ’ કહ્યો છે.

એવી માન્યતા છે કે હાલ પણ રપ વર્ષની વયના જ જણાતા આ શિવસ્વરૂપ દિવ્ય બાબાજી અમરત્વ પામેલા છે. હિમાલયમાં પોતાની મંડળી સાથે ઘૂમ્યા કરે છે. જેમાં બે અમેરિકન શિષ્યો પણ છે. આ સદ્ગુરુ માટે લાહિરી મહાશયે કહ્યું છે કે, જે કોઇ મુમુક્ષુ ભકિતભાવથી જ્યારે પણ બાબાજીનું સ્મરણ કરશે ત્યારે તેને તત્કાળ દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થશે.

No comments: