Wednesday, May 19, 2010

ત્રિશાંશ જણાવે છે સ્ત્રીનું ચરિત્ર....

સ્ત્રી સ્વભાવને જાણવા માટેનો આ જ્યોતિષીય પ્રકાર છે. ત્રિશાંશ ચક્ર કોઇ માહિર જ્યોતિષી જ જોઇ શકે છે.



Trishansh shows the characterકહેવાય છે કે સ્ત્રીનો સ્વભાવ તેનું સર્જન કરનારા બ્રહ્મા પણ નથી સમજી શકતા તો બાકીના લોકોની તો વાત જ શી. પણ જ્યોતિષશાસ્ત્ર એક એવી વિદ્યા છે જે કોઇપણ વ્યક્તિ વિશે, તેનું ચરિત્ર, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ બધું જ જણાવી દે છે. સ્ત્રીઓના સંબંધમાં જન્માક્ષર જ નહીં પણ ત્રિશાંશ કુંડળી પણ જોવી જોઇએ. તેમાં સ્ત્રી વિશેનું સ્પષ્ટ વર્ણન હોય છે.



- સ્ત્રીની કુંડળીની ત્રિશાંશ કુંડળીમાં લગ્નમાં વિષમ રાશિ હોય તથા ચંદ્રમા પણ વિષમ રાશિનો હોય તો સ્ત્રી વ્યાભિચારી હોય છે.
- સ્ત્રીની ત્રિશાંશ કુંડળીમાં લગ્નમાં વિષમ રાશિ તશા ચંદ્રમા શત્રુ રાશિમાં હોય તો સ્ત્રી પુરુષ સમાન અંગો ધરાવે છે.
- સ્ત્રીની ત્રિશાંશ કુંડળીમાં લગ્નમાં સમ રાશિ તથા ચંદ્રમાં પણ સમ રાશિ હોય તો સ્ત્રી સારા વિચાર વાળી કુશળ ગૃહિણી હોય છે.
- સ્ત્રીની ત્રિશાંશ કુંડળીમાં શુભ ગ્રહ સાતમા ભાવમાં હોય કે સાતમા ભાવ પર તેની દ્રષ્ટિ પણ હોય તો સ્ત્રી પિતા તથા પતિના કુળને તારે છે.
- સ્ત્રીની ત્રિશાંશ કુંડળીમાં જો અશુભ ગ્રહ સાતમા ભાવને પ્રભાવિત કરનારો હોય તો તે અનેક પુરુષોની સાથે સંબંધ ધરાવનારી હોય છે.



સ્ત્રી સ્વભાવને જાણવા માટેનો આ જ્યોતિષીય પ્રકાર છે. ત્રિશાંશ ચક્ર કોઇ માહિર જ્યોતિષી જ જોઇ શકે છે. માટે કોઇ કાચા વિદ્વાન પર વિશ્વાસ ન કરવો.


No comments: