Saturday, May 8, 2010

વેદ ચીંધે છે મોક્ષનો માર્ગ...

એવું માનવા આવે છે કે વેદોમાં એક લાખ મંત્રો છે, જેમાંથી અંદાજે એંશી હજાર કર્મકાંડના, સોળ હજાર ઉપાસનાના અને બાકીના ચાર હજાર મંત્રો જ્ઞાન સાથે જોડાયેલા છે. વિદ્વાનો માને છે જ્ઞાન જ મોક્ષનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે.



vedvyasવેદ માનવ જીવનની પ્રગતિનું પ્રમાણ તો છે જ, સાથે-સાથે મોક્ષનો માર્ગ ચીંધનાર ગ્રંથ પણ છે. ત્રણેય મુખ્ય વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ મુક્તિના ત્રણ માર્ગ બતાવે છે. તેના મંત્રોમાં ભક્તિ, કર્મ અને જ્ઞાનની વાતો સમાયેલી છે. ભારતીય મુનિઓનું માનવું છે કે જીવનમાં મુક્તિ માટેના ત્રણ જ માર્ગ છે, એક કર્મ, બીજો ઉપાસના અને ત્રીજો જ્ઞાન. માત્ર આ ત્રણ માર્ગ થકી જ મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. મોક્ષનો અર્થ સ્વર્ગ કે નર્ક નથી, આ તો જીવનની એ વસ્થાનું નામ છે જ્યારે માણસ કર્મોના બંધનમાંથી મુક્ત થઇ જન્મોના બંધનમાંથી મુક્તિ મેળવે છે. ત્રણેય વેદ આ ત્રણ માર્ગોના પ્રતીક છે.



ઋગ્વેદ જ્ઞાન, યજુર્વેદ કર્મ(કર્મકાંડ) અને સામવેદ ઉપાસનાનો ગ્રંથ છે. જે ત્રણેય મોક્ષના માર્ગ તરફ દોરી જાય છે. એવું માનવા આવે છે કે વેદોમાં એક લાખ મંત્રો છે, જેમાંથી અંદાજે એંશી હજાર કર્મકાંડના, સોળ હજાર ઉપાસનાના અને બાકીના ચાર હજાર મંત્રો જ્ઞાન સાથે જોડાયેલા છે. વિદ્વાનો માને છે જ્ઞાન જ મોક્ષનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. વેદોની શાખાઓ લુપ્ત થવાને કારણે હાલ ખૂબજ ઓછા મંત્રો રહી ગયા છે અને હવે તો સાવ સંક્ષિપ્ત રુપમાં તે આપણી સામે છે.



હાલ વેદોના તમામ એક લાખ મંત્રો પ્રાપ્ય નથી. અલબત વેદોના સહાયક ગ્રંથોમાં તેનું પ્રમાણ મળે છે. ચોથા વેદ, અથર્વવેદમાં તમામ પ્રકારની અલૌકિક શક્તિઓનું પ્રમાણ છે, જેમ કે જાદુ, ચમત્કાર, આયુર્વેદ અને યજ્ઞ.


No comments: